15,માર્ચ: વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે. દુનિયાભરમાં દરવર્ષે 15 માર્ચના આ દિવસને ગ્રાહકોના આધિકારોના રક્ષણ માટે જાગૃતિ ફેલાવવા માટે ઉજવાય છે. સૌપ્રથમ વર્ષ 1983 માં કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ નામની સંસ્થાએ આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. આ દિવસની ઉજવણી કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોની પાયાની જરૂરિયાતો પૂરી કરવાના હક વિશે માહિતી આપવાનો હતો.

Image result for world consumer rights day 2019

 

ભારતમાં 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.વર્ષ1986 માં આ દિવસે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો.આ કાયદામાં 1991 અને 1993 માં જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા.વર્ષ 2002 માં ગ્રાહક સંરક્ષણ કાયદાનેવધુ કાર્યક્ષમ અને હેતુપૂર્ણ બનાવીને અમલમાં મૂકવા માટે એક વ્યાપક સુધારો લાવવામાં આવ્યો હતો, જે 15 માર્ચ, 2003 થી અમલમાં આવ્યો હતો.

પરિણામે, ગ્રાહક સુરક્ષા નિયમ1987માં સંશોધનો કરવામાં આવ્યા અને 5,માર્ચ2004 ના રોજ તેને અનુસૂચિત કરવામાં આવ્યો હતો.ભારત સરકારે 24મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે જાહેર કર્યો છે, કારણ કે ભારતના રાષ્ટ્રપતિએ તે દિવસેજ ઐતિહાસિક કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 1986 ના અધિનિયમને સ્વીકાર કર્યો.આ ઉપરાંતદરવર્ષે 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય ગ્રાહક ચળવળના ઇતિહાસમાં સુવર્ણ પત્રોમાં લખાયો છે. આ દિવસ સૌપ્રથમ વખત વર્ષ 2000 માં ભારતમાં ઉજવવામાં આવ્યો હતો અને આજસુધી દર વર્ષે ઉજવવામાં આવે છે.

વર્ષ 1947માં ગ્રાહક પંચાયતની સ્થાપના થઈ. એ સમયે ગ્રાહકોને હર એક બાબતોમાં છેતરવામાં આવતા હતા. આવો અન્યાય થતો હોવા છતાં કોઈપણ જાતનો કાનૂન બનાવવામાં આવ્યો ન હતો. ગ્રાહક સહન કરવા સિવાય કઈ કરી શકતો ન હતો. વેપારીના આર્થિક જોરે ગ્રાહકોના શોષણને ડામવા ઉઠવવામાં આવતી અવાજ પણ સરકાર સુધી પહોંચી ન શકતી.

આ પરિસ્થિતિમાંથી બચવા માટે ગ્રાહક પંચાયતે ગ્રાહકના સંરક્ષણ માટે સ્વતંત્ર કાનૂનની આવશ્યકતા પ્રતિપાદિત કરી. વર્ષ 1977માં લોનાવાલામાં ગ્રાહક પંચાયતના કાર્યકર્તાઓએ એક બેઠકમાં એક પ્રસ્તાવ દ્વારા કાનૂનની માંગણી કરી. 1978 માં ગ્રાહક પંચાયતે એક માંગપત્ર પ્રસારિત કર્યો. પંચાયતે સ્વયં 1980માં કાનૂન તૈયાર કરવાનો પ્રારંભ કર્યો. 9, એપ્રિલ 1980ના દિવસે એક બેઠકમાં તેનો પ્રસ્તાવ રાખવામા આવ્યો અને કાનૂન વિશેષજ્ઞો પાસે તેનું પૃથ્થકરણ કરાવી ન્યાયાલય સામે તેની ચર્ચા થઈ. 1980માં મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભામાં બાબુરાવ વૈદ્યએ વિધાયક રાખવાનું સુકાન સંભાળ્યું. ત્યારે વર્તમાન ગ્રાહક કાનૂન અસ્તિત્વમાં આવ્યો.

#TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!