દેશના રાજકીય ઈતિહાસમાં સૌથી યુવા પ્રધાનમંત્રી તરીકે આ યુવતીએ ઇતિહાસ સર્જ્યો ! જાણો કોણ છે સના મારિન.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

હાલમાં સોશીયલ મિડીયામાં સના મારિન ફિનલેન્ડનું નામ ખૂબ ચર્ચામાં છે, તેનું એક માત્ર કારણ એ છે છે કે તેને ઇતિહાસ સર્જ્યો છે. માત્ર 34 વર્ષની ઉંમરમાં પ્રધાનમંત્રી બની ગઈ છે. દેશના રાજકીય ઈતિહાસમાં સૌથી યુવા પ્રધાનમંત્રી તરીકે હવે તેનું નામ બોલાય રહ્યું છે. મહત્વનું છે કે, ફિનલેન્ડના પૂર્વ વડાપ્રધાન સાઉલી નિનીસ્તોના રાજીનામાં બાદ સના મારિનને વડાપ્રધાન બનાવવાની અટકળો ચાલી રહી હતી અને હવે તે પ્રધાન મંત્રી પણ બની ગઈ છે.

આ સાથે જ 34 વર્ષીય મારિન વિશ્વની સૌથી યુવા વડાપ્રધાન બની ગઈ છે. આ પહેલા આ ખિતાબ યુક્રેનના વડાપ્રધાન ઓલેક્સી હોન્ચેરુકના નામે હતો. પણ હવે 34 વર્ષિય મારિને આ ખિતાબ પોતાના નામે કરી લીધો છે. પ્રધાનમંત્રીના પદ માટે પંસદગી પામ્યા બાદ મારિને કહ્યું કે, મેં મારી ઉંમર કે જેન્ડર વિશે ક્યારે વિચાર્યું નોહતું. વર્તમાનમાં ફિનલેન્ડ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે.

સના મારિનનો જન્મ 16 નવેમ્બર 1985ના રોજ ફિનલેન્ડમાં થયો હતો. વર્ષ 2015માં તે સંસદ સભ્યના રૂપમાં ચૂંટાઈ આવી અને પ્રથમ વખત તે 2019માં સરકારમાં જોડાઈ. સરકારમાં તેણે પરિવહન અને સંચાર મંત્રી તરીકે કામ કર્યું.

 

View this post on Instagram

 

Oppositiopuolueet pääministerin vieraana kesärannassa. #kesä #Helsinki #eduskunta

A post shared by Sanna Marin (@sannamarin) on

દેશના 5.5 ટકા વસ્તીની માતૃભાષા સ્વીડિશ છે.ફિનલેન્ડ ઐતિહાસિક રૂપથી સ્વીડનનો એક ભાગ હતો. વર્ષ 1809માં તે રશિયન સામ્રાજ્યમાં એક સ્વતંત્ર રીતે સામેલ હતો. ફિનલેન્ડ 1955માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને 1995માં યુરોપીય સંઘમાં સામેલ થયો. એક સર્વેક્ષણમાં સામાજિક, રાજકીય, આર્થિક અને સૈન્ય સંકેતકોના આધાર પર ફિનલેન્ડને વિશ્વનો સૌથી વધુ સ્થિરતા વાળો દેશ ગણવામાં આવ્યો હતો.

અંદાજે 53 લાખની જનસંખ્યા ધરાવતું ફિનલેન્ડ ગણરાજ્ય ઉત્તર યુરોપનો એક દેશ છે. એની રાજધાની હેલસિંકી છે. ફિનલેન્ડની સરહદ પશ્ચિમમાં સ્વીડન, પૂર્વમાં રશિયા અને ઉત્તરમાં નોર્વે સ્થિત છે. વિસ્તારની દ્રષ્ટીએ આ યુરોપનો આઠમો સૌથી મોટો અને જનસંખ્યાને આધારે યુરોપીય સંઘમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો દેશ છે. દેશમાં રહેતા મોટાભાગના લોકોની માતૃભાષા ફિનિશ છે.

Source : ચિત્રલેખા

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!