શિયાળામાં માત્ર આટલું અપનાવી લો, નહીં રહે ત્વચાની કોઈપણ સમસ્યા!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

શિયાળાની સીઝન શરૂ થતાં જ ત્વચાની અનેક સમસ્યાઓ સતાવવા લાગે છે. ડ્રાય સ્કીન થવાથી ચહેરાની રોનક છીનવાઈ જાય છે, પરંતુ આ સમસ્યાને દૂર કરવા કેટલીક સરળ ટીપ્સ અપનાવી લેવામાં આવે તો શિયાળામાં પણ સૌંદર્ય નિખારી શકાય છે.ડેંડ્રફ એટલે કે ખોડો સમાન્યતઃ વાળની સમસ્યા છે, પરંતુ શુ તમે જાણો છો કે, શિયાળામાં આઈબ્રોમાં પણ ડેંડ્રફ થઈ શકે છે. તેથી જ રાત્રે ચહેરો ધોતી વખતે આઈબ્રો પર પણ ફેસ વોશ લગાવો. આઈબ્રો ડેંડ્રફ દૂર ન થાય ત્યાં સુધી આઈ મેકઅપ કરવાનું ટાળો.

Image result for winter skin pro

ઠંડી અને ગરમીની અસરના કારણે નાક સુકાવા લાગે છે. તેવામાં નાકની ત્વચા પર હાઇડ્રેટીંગ મોઇશ્ચરાઇઝર અથવા સેરામાઇડ્સયુક્ત ક્રીમ લગાવો. આ તમારી ત્વચાને સુકાવા દેશે નહીં.શિયાળાની સૌથી વધારે અસર હાથ પર થતી હોય છે, સાચું ને? હાથમાં ઓઈલ-ગ્લેંડ ઓછા હોય છે. આ ઉપરાંત વારંવાર હાથ ધોવાથઈ પણ હાથનો ભેજ દૂર થઈ જાય છે. આથી બહાર નીકળતા પહેલાં હંમેશા ગ્લિસરિનયુક્ત હેન્ડ-ક્રીમ લગાવો. આ સિવાય હાથ પર બદામ તેલની માલિસ પણ કરી શકાય છે.

Image result for winter skin pro

હાથની જેમ પગમાં પણ ઓઈલ-ગ્લેંડ નથી હોતા અને તેથી તે જલ્દીથી સુકાવા માંડે છે. ઠંડીમાં ગરમ ​​પાણીથી નહાવાના કારણે પણ પગ ડ્રાય થઈ જાય છે. તેથી હંમેશાં નવશેકા પાણીથી સ્નાન કરો અને ત્વચા પર બોડીબટર લગાવો જેથી ત્વચા કોમળ રહે.શિયાળામાં ત્વચામાંથી કુદરતી તેલ નીકળતું હોય છે, તેથી પગ પર ઓઈલી મોઈશ્ચુરાઈઝર લગાવવાથી ત્વચા વધારે તૈલીય બને છે. ત્વચાના પીએચ બેલેન્સને જાળવવા માટે હાઇડ્રેટિંગ ફોર્મ્યુલા મોઈશ્ચુરાઈઝર જ લગાવવું.

Image result for winter skin pro

શિયાળામાં દરેકને સતાવતી સૌથી મોટી સમસ્યા હોય તો તે છે ડ્રાય લિપ્સની સમસ્યા. તેના માટે સૌથી પહેલા હોઠ ચાવવાની, હોઠ પર જીભ ફેરવવાની ટેવ હોય તો તરત જ તેને છોડી દો. હોઠ પર મોઇશ્ચરાઇઝિંગ ઓઈલમાં ખાંડના દાણા ભેળવી મસાજ કરો અને પછી લિપ બામ લગાવો અને તુરંત જ રાહત દેખાશે.

Image result for winter skin pro

શિયાળામાં ઉપર્યુક્ત આદતો અપનાવવાથી સુકી ત્વચાથી બચી શકાશે. તો અત્યાર થી જ ઉપરના નિયમોને અનુસરવાનું ચાલુ કરી દો.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!