લ્યો બોલો હવે ચાઈના કહે છે કે કોરોના વાઇરસ અમેરિકા દ્વારા ફેલાવવામાં આવ્યો છે…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

તાજેતરમાં જ WHO દ્વારા કોરોનાને મહામારી જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છવાયેલો છે. અત્યારે દરેકે પોતાના ઘરમાં પુરાઈ રહેવું પડે તેવી પરિસ્થિતી સર્જાઈ ગયેલ છે. આટલું ઓછું હોય તેમ હવે ચીન અને અમેરિકા સામ-સામે આવવાની તૈયારીમાં છે. જી હા, માહોલ જ કઈક એવો છે કે ક્યારે આ બંને દેશો વચ્ચે લડાઈ થઈ જાય તે કહેવું અઘરું છે. ચાલો વાત કરીએ કે એવું તે શું થયું આ બંને દેશો વચ્ચે… આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાઇરસની ઉત્પતિ ચીનના વુહાન પ્રાંતમાથી થયેલી છે અને ત્યાથી તે સમગ્ર વિશ્વમાં પ્રસર્યો છે. આજે વિશ્વના 111 દેશોમાં કોરોના ફેલાયેલો છે. ત્યારે ચાઈનાએ અમેરિકા પર એવા આક્ષેપ કર્યા છે કે તેમના દ્વારા આ વાઇરસ ફેલાવવામાં આવ્યો છે.

Image result for jhao lijian

વાત જાણે એમ છે કે, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઑ’બ્રાયન દ્વારા કહેવામા આવ્યું હતું કે, ચીને કોરોના વાઇરસની માહિતી બહુ મોદી જાહેર કરી છે, જો આમ ન કર્યું હોત તો બીજા દેશો પોતાના સંરક્ષણ માટેના પગલાં ભરવા માટે વહેલા તૈયાર થઈ ગયા હોત. આ આક્ષેપના વળતાં પ્રહાર રૂપે ચીનના ઝીઓ લીજીયન નામના પ્રવકતા દ્વારા ટ્વિટર પર ટ્વિટ કરીને કહેવામા આવ્યું કે, શક્ય છે અમેરિકાએ જ કોઈ પ્રકારે કોરોના વાઇરસ વુહન શહેરના બજારમાં પહોચડ્યો છે, જે પ્રાણીના માધ્યમથી મનુષ્યમાં પ્રવર્તયો છે. અમેરિકા કોરોના મુદ્દે કેમ પારદર્શિતા દાખવતું નથી, જો આવું હોય તો તે ખૂલીને વાત કરે. શકયતાઓ છે કે અમેરિકન સેના દ્વારા જ આ ઘાતક વાઇરસનો ફેલાવો કરવામાં આવ્યો છે.

Image result for robert o brien

વિચારવાની વાત એ છે કે આટલા ગંભીર આક્ષેપો લગાવ્યા બાદ ચાઈનાએ કોઈ મજબૂત પુરાવા રજૂ કર્યા ન હતા. બસ હવામાં ગોળીબાર કરતાં હોય તેમ આવા આક્ષેપો લગાવ્યા હતા. આજે વિશ્વ જ્યારે એક મહામારીના સકંજામાં છે ત્યારે બંને દેશો દ્વારા કરવામાં આવતા આવા આક્ષેપો અને આરોપો અમાનવીય છે તેમજ ચીન દ્વારા ઉઠાવવામાં આવતા સવાલ સાવ પાયાવિહોણા છે. અત્યારે દરેક દેશે સાથે મળીને કોરોનાથી લડવાના પ્રયત્નો કરવા જોઈએ, નહિ કે આવા બેબુનિયાદી આરોપો નાખવા જોઈએ.

Image result for corona virus

હવે જોવાનું રહ્યું કે આવા કારણહીન આરોપો સામે અમેરિકા શું પ્રતીભાવ આપે છે? શું આ રાજકીય ગરમી પણ કોરોના વાઇરસની જેમ મોટું રૂપ લઈ લેશે કે પછી તેનો તાત્કાલિક કોઈ નિવેડો આવી જશે!!

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!