શું આપ વધતાં વજન થી પરેશાન છો? તો જાણો આ સરળ ઘરેલુ ઉપાય અને રહો એકદમ ફિટ.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

દુનિયાભરમાં લોકો વધતા વજનથી પરેશાન છે, જેના લીધે બીમારીનો ભોગ બને છે. જો આપણે નિયમીત રીતે યોગ, વ્યાયામ, દોડ, બાહ્ય ખેલ-કૂદ જેવી કસરતને આપણાં જીવનમાં સામેલ કરી લઈએ તો વધતાં વજનની સમસ્યામાંથી સરળતાથી છુટકારો મેળવી શકીએ.આજે અમે શરીર ફિટ રાખનારા યોગાસનો વિશે વાત કરવાના છીએ.જે નિયમીત રીતે કરવાથી તમે વજન ઉતારવાની સાથોસાથ લાંબા સમય સુધી તમારા શરીરને ફિટ પણ રાખી શકશો.તો ચાલોજાણીએ યોગાસનના પ્રકારો…

ચલાયમાન અર્ધ હલાસન: 

જમીન પર એકદમ સીધા સૂઈ જાઓ, હવે શ્વાસ ભરતાં-ભરતાં બંને પગને ધીમે ધીમે ગોઠણથી વાળીને 90° સુધી લાવો. ફરી ધીમેધીમે શ્વાસ મૂકતા જાઓ અને 30° સુધી લાવો. આ જ રીતે 15 થી 20 રિપીટ કરો.

એકપાદ ચક્રીય આસન:

જમીન પર એકદમ સીધા સૂઈ જાઓ, હવે શ્વાસ ભરતાં-ભરતાં એક પગ વડે ઉપરની બાજુએ જેટલું બની શકે તેટલું ગોળબનાવવાનું છે. પાંચ વખત સીધી બાજુ(જમણી બાજુએ થી ડાબી બાજુ તરફ) અને પાંચ વખત અવળી બાજુ (ડાબી બાજુએ થીજમણી બાજુ તરફ). આ જ રીતે વારાફરતી એક પછી એક એમ બંને પગ વડે ચક્રીય આસન કરો.

દ્વિય પાદ ચક્રીય આસન:

જમીન પર એકદમ સીધા સૂઈ જાઓ, હવે શ્વાસ ભરતાં-ભરતાં બંને પગને એકસાથે રાખીને ઉપરની બાજુએ લઈ જાઓ. જેટલુંબને તેટલું મોટું ગોળ બનાવો. પાંચ વખત સીધી બાજુ, અને પાંચ વખત અવળી બાજુ તરફ આ આસન કરો.

વિપરીત ચલાયમાન અર્ધ હલાસન:

જમીન પર એકદમ સીધા સૂઈ જાઓ, હવે બંને પગને એકસાથે 90° સુધી લાવો. બંને હાથને માથાની પાછળ લઈ જાઓ, પછીધીમે ધીમે શ્વાસ મૂકતા જાઓ અને હાથ થી પગની આંગળીઓને સ્પર્શ કરવાની કોશીશ કરો. આ જ ક્રમ 10 થી 15 વખત રિપીટકરો.

ચલાયમાન નૌકાસન-૧:

સૌપ્રથમ દંડાસનની સ્થિતિમાં બેસી જાઓ. હવે બંને હાથને કમરથી થોડા પાછળ રાખો, બંને પગને 45° સુધી લાવીને રોકી દો. હવેશ્વાસ મૂકતા જાઓ અને ગોઠણ વાળીને છાતી પાસે લાઓ. શ્વાસ ભરતાં-ભરતાં ફરી સીધા કરો. ધ્યાન રાખો કે બંને પગ જમીન પરન અડે. આ જ રીતે 15 થી 20 વખત રિપીટ કરો.

ચલાયમાન નૌકાસન-૨:

સૌપ્રથમ દંડાસનની સ્થિતિમાં બેસી જાઓ. હવે બંને હાથને કમરથી થોડા પાછળ રાખો, બંને પગને 45° સુધી લાવીને રોકી દો. હવેશ્વાસ મૂકતા જાઓ અને બંને પગને એકબીજા પર ક્રિસ-ક્રોસ રીતે ગોઠવો. આ જ રીતે 15 થી 20 વખત આ આસન રિપીટ કરો.

ચલાયમાન નૌકાસન-૩:

બંને પગને 45° સુધી લઈને રોકી દો અને બંને હાથને ગોઠણ પાસે સીધા રાખો. હવે શ્વાસ મૂકીને રોકી દો અને આખા શરીરનો ભાર નિતંબ પર આવવા દો. બની શકે ત્યાં સુધી આ સ્થિતિમાં રહેવાની કોશીશ કરો. ચાર થી પાંચ વખત આ આસન રિપીટ કરો.

નોંધ:

  • કમરના દુઃખાવા વાળા વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ અને ઘરડાં લોકોએ આ આસનો કરવા નહિં.

Author:Morvee Raval 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!