નવદંપતીને આપો આવી કઇંક ભેટ, જોનારા અને લેનારા બંનેના આશ્ચર્યનો પાર નહીં રહે!!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

લગ્નમાં નવદંપતીને ભેટ આપવાની પરંપરા બહુ પહેલાથી ચાલી આવે છે. લગ્નની સિઝન શરૂ થાય એટલે પહેલો પ્રશ્ન એ થાય કે ગિફ્ટ શું આપવી!? બધા એવું જ ઇચ્છતા હોય છે કે પોતાની ગિફ્ટ બધા કરતાં અલગ અને યાદગાર હોય. તો અહિયાં અમુક એવા ગિફ્ટ વિશેની માહિતી છે, જે બધાથી અલગ અને ઇકો ફ્રેંડલી છે. આ ગિફ્ટથી નવદંપતી તો ખુશ થશે જ પણ પર્યાવરણને પણ લાભ થશે… wedding gift

નાના છોડ:

wedding gift

તમે લગ્નગ્રંથિથી જોડાઈ રહેલા દંપતીને નાના છોડ ગિફ્ટ કરી શકો છો. ગુલાબ, મોગરો, મની પ્લાન્ટ જેવા નાના છોડ ઘરની શોભા પણ વધારશે અને હવા પણ શુદ્ધ રાખશે. તેમજ આ છોડ ઘરમાં હકારાત્મક ઉર્જા લાવે છે. આ નાના છોડની જાળવણી પણ સરળ છે.

દાન:

તમે નવદંપતિના નામ પર કોઈ સંસ્થાને દાન પણ આપી શકો છો. કોઈ એવી સામાજિક સંસ્થા કે જે બાળકોને ભણાવવાનું કે પર્યાવરણની જાળવણી માટેના કાર્યો કરતી હોય. આ દાનમાં આપેલી રકમની રસીદ તમે એક સરસ મજાની થેંક્યું નોટ સાથે ગિફ્ટ કરી શકો છો.

જ્યૂટ(શણ)માંથી બનેલી વસ્તુઓ:

કઇંક અલગ ગિફ્ટ આપવા માંગતા હોય તો તમે જ્યૂટમાંથી બનેલી વસ્તુ જેવી કે પર્સ, બેગ, બાસ્કેટ, પુસ્તક વગેરે આપી શકો છો. આ વસ્તુઓ માર્કેટમાં સરળતાથી મળી રહે છે અને આ વસ્તુઓ ઇકો ફ્રેંડલી પણ છે.

ઇકો ફ્રેંડલી પ્લેટ્સ:

તમે લગ્નગ્રંથિથી જોડાવા જઇ રહેલ દંપતી સાથે વાત કરીને એમના લગ્નમાં જમવા માટેની ઇકો ફ્રેંડલી પ્લેટ્સ માટે સ્પોન્સર કરી શકો છો. આ પ્લેટ્સ હાઈજેનિક તો છે જ અને પર્યાવરણને નુકસાન પણ પહોચાડતા નથી.

ભોજનનો બગાડ થતો અટકાવવો:

લગ્નમાં જમવાનો બહુ જ બગાડ થતો હોય છે. તમે એને અટકાવી શકો છો. તમે નવદંપતી સાથે અગાઉથી વાત કરી એવી સંસ્થાઓ સાથે વાત કરી શકો છો જે આ બચેલું ભોજન જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડે છે.

ફૂલોથી બનેલું ખાતર:

લગ્નમાં સજાવટ માટે ફૂલોનો ઉપયોગ થતો હોય છે. પરંતુ લગ્ન પૂરા થાય એટલે આ ફૂલો કચરાપેટીમાં જોવા મળે છે. આ ફૂલોનો બગાડ અટકાવવા માટે તમે આ ફૂલોમાંથી ખાતર બનાવવા આપી શકો છો. દેશભરમાં એવી ઘણી સંસ્થાઓ છે જે આ બેકાર ફૂલોના ઉપયોગથી ખાતર બનાવે છે. તમે અગાઉથી જ એમની સાથે ડીલ કરી આ ખાતર નવદંપતિના નામે વહેંચી શકો છો.

Author: Urvashi Deshani 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!