ભગવાન વિષ્ણુએ કર્યા હતા રાક્ષસ કન્યા સાથે વિવાહ ! માતા લક્ષ્મીએ પતિને શ્રાપમાંથી મુક્ત કરાવવા વૃંદાને કરી હતી પ્રાથના..

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

‘ તુલશી ‘  શ્રી હરીને સૌથી પ્રિય છે. ત્યારે ચાલો આપણે આજે જાણીએ તુલશી વિવાહની કથા વીશે.કારતક મહિનાની પ્રથમ આગિયારસ એટલે  દેવઉઠી એકાદશી.  એવું કહેવાય છે કે ચાર મહિના સુધી સૂતા પછી તેઓ આ દિવસે ઉઠીને  તુલશી સાથે વિવાહ કરે છે. આપણે સૌ કોઈ આ કથા વીશે ખ્યાલ છે કે શા માટે ભગવાન શ્રી વિષ્ણુએ તુલશી સાથે લગ્ન કર્યા.

વૃંદાનામની એક રાક્ષસ કન્યાના લગ્ન સમુદ્ર મંથનમાંથી  ઉત્પન્ન થયેલ જલંધર નામના રાક્ષસ સાથે કરવામા આવ્યાં હતા.  વૃંદા ભગવાન  વિષ્ણુની  ભક્ત હતી. તે એક પ્રતિવ્રતા સ્ત્રી પણ હતી જેના કારણે તેનો પતિ જંલધર સૌથી શક્તિશાળી હતો.દેવો ના દેવ મહાદેવ પણ જલંધરને પરાજિત ના કરી શક્યા.  મહાદેવ અને બધા- દેવી દેવતાઓએ  ભગવાન વિષ્ણુને પ્રાથના કરી કે તેઓ જલંધરનો વધ કરે આ માટે થઈને ભગવાન વિષ્ણુએ જલંધરનો અવતાર લઈને તેને વૃંદાનું  પ્રતિવ્રતા નષ્ટ કર્યું.

જ્યારે વૃંદાની પ્રતિવ્રતા પૂરી થઈ ગઈ તો જલંધરની તાકત પણ ઓછી થઈ ગઈ. ભગવાન શિવએ જલંધરનું વધ કર્યું. જ્યારે વૃંદાને ભગવાન  વિષ્ણુની આ માયાજાળ વિશે જાણ થઈ અને ત્યાર પછી  વૃંદાએ વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો અને તેઓ એક પત્થર બની ગયા જેને આપણે શાલીગ્રામ તરીકે પૂજીએ છીએ.

ભગવાન વિષ્ણુને પત્થરના રૂપમાં જોઈને સૌ કોઈ  વૃંદાને પ્રાથના કરવા લાગ્યા અને અંતે માતા લક્ષ્મીએ વૃંદાને તેના પાસેથી પોતાનું સિંદુર પાછું માંગ્યું ત્યારે વૃંદાએ જગતના કલ્યાણ માટે થઈને પોતાનું શ્રાપ પાછું લીધું અને વૃંદા સતી થઈ ગઈ અને તેની રાખમાંથી એક છોડનું સર્જન થયું તેને ભગવાન વિષ્ણુએ તુલશી નામ આપ્યું અને તેમણે વરદાન આપ્યું કે તારા વિના મને ધરાવેલાં ભોગ હું નહીં સ્વીકારૂ. જ્યાં વિષ્ણુ ત્યાં સદાય તુલશીનો વાસ હશે. લોકો તને પૂજશે.  ભગવાન શ્રી વિષ્ણુએ તુલશી સાથે વિવાહ કર્યા. આ દીવસથી દર વર્ષે કારતક સુદ અગિયારસના દીવસે  ભગવાન શાલીગ્રામ અને તુલશીના વિવાહ કરવામાં આવે છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!