7 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન વિકની શરૂઆત! ચાલો જાણીએ રોઝ ડે વિશે…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ફેબ્રુઆરી મહિનો શરૂ થાય એટલે આપણા મગજમાં વેલેન્ટાઈન ડે અને આખા વેલેન્ટાઈન વિક નું લિસ્ટ મગજ માં ઘુમવા માંડે સાચુ ને? ચલો થોડીક વાતો કરીએ આ દિવસ વિશે..

Image result for venlinte day weekly

વેલેન્ટાઈન વિકની શરૂઆત રોઝ ડે થી થાય છે. ગુલાબ એ પ્રેમની નિશાની છે એ તો આપણે સૌ જાણીએ છીએ. અને એટલા માટે જ પ્રેમના તહેવાર એવા વેલેન્ટાઈન ડેના દિવસે કોઈને પોતાના દિલમાં સ્થાન આપવા પહેલા ગુલાબ આપવામાં આવે છે. જેના થકી સામે વળી વ્યક્તિને દિલની વાત પહોંચાડી શકીએ.

Image result for propose boy rose

મિત્રો કોઈ જ્યારે પ્રેમમાં પા પા પગલી મળતું હોયને તો તે પ્રથમ શરૂઆત ગુલાબ આપવાથી જ કરે છે. તમે આનું કારણ જાણો છો? વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ગુલાબ જો લાલ કલરનું હોય, તો તે આંખની રેટિનાને તરત આકર્ષે છે. માત્ર આટલું જ નહીં, ગુલાબની મનમોહક ખુશ્બુ બે વ્યક્તિ વચ્ચેનું અંતર ઓછું કરવામાં મદદરૂપ પણ થાય છે. તેથી જ પ્રેમીઓ પોતાનો પ્રેમ પ્રકટ કરવા માટે લાલ ગુલાબનો સહારો લે છે.પરંતુ ગુલાબ જ શુ કામ? લાલ રંગનું બીજું કોઈ ફૂલ કેમ નહિ? વાત એમ છે કે, ગુલાબ એ સુંદરતાનું પ્રતીક તો છે જ પરંતુ સાથે સાથે મુસીબતમાંથી આગળ વધવાની છતાં સાથ નહિ છોડવાની નિશાની પણ છે. જેમ કાંટા ગુલાબને ફરતે વિટાઈને ગુલાબનું રક્ષણ કરે છે તે એ વાતનું પ્રતીક છે કે, તમે જે વ્યક્તિને તમારા જીવનમાં લાવવા ઈચ્છો છો તેનું રક્ષણ કોઈ પણ પરિસ્થિતિમાં કરશો. પછી ભલે લોકોને તમે અડચણરૂપ થાવ કે પછી નફરતનું કેન્દ્ર બનો.

Image result for propose boy rose

ભારતીય મોસમને ધ્યાનમાં લઈએ તો આ સમયગાળો વસંત ઋતુનો સમય ગાળો છે. વસંત ઋતુ એટલે શૃંગારરસનો થાળ લઈને આવતી મોસમ. આ સમય દરમિયાન ફૂલ ઝાડ સોળે કળાએ કબીલી ઉઠતા હોય છે, ત્યારે ગુલાબના છોડ પણ જાણે આળસ મરડીને ઉઠ્યો હોય તેમ પોતાના ખૂણે ખૂણે સૌંદર્ય સમાં ગુલાબના ફૂલ લઈને આવે છે.

Image result for propose boy rose

પ્રેમના તહેવાર સમાં વેલેન્ટાઈન વિકની શરૂઆત ગુલાબ આપીને એટલા માટે પણ કરવામાં આવે છે કે, આપણાં સંબંધોના રસ્તાની પગદંડી પર ગુલાબ પાથરેલા છે, તમે આવો અને આગળ વધો. પ્રેમના તહેવારના પ્રથમ દિવસ એવા રોઝ ડેની બધા પ્રેમી પંખીડાઓને તેમજ જેના જીવનમાં હજી ફૂલ ખીલવાના બાકી છે તેમને પણ ખૂબ ખૂબ શુભકામના…

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!