ટેલીવિઝનના પડદા પરથી ગાયબ થયેલા આ કલાકારો અત્યારે ક્યાં છે અને શું કરે છે?

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

છેલ્લા બે દાયકા દરમિયાન ટેલીવિઝન ક્ષેત્રે ઘણા પરીવર્તન આવ્યા છે.જૂના કલાકારોનું સ્થાન અત્યારે નવા કલાકારોએ લઈ લીધુંછે.સિરિયલોના પ્લોટ્સ અને દર્શકોના વિચારો બદલાયા છે.એક સમયે ટેલિવીઝન પર રાજ કરતાં કલાકારો અત્યારે ક્યાક ખોવાય ગયાછે એટલે કે લાંબા સમયથી તેઓ નાના પડદા પરથી ગાયબ છે.તો ચાલો જાણીએ આજે એ કલાકારો ક્યાં છે અને શું કરી રહ્યાછે…tv actor

ગુરમીત ચોધરી:

tv actor

ગુરમીત ચોધરી કે જેને સિરિયલ ‘રામાયણ’માં શ્રીરામનો રોલ કરી દર્શકોના દિલ જીતી લીધા હતા, એ આજે નાના પડદાથી દૂરછે.ગુરમિતએ ‘ઝલક દિખાલા જા,ગીત –હુઈ સબસે પરાઈ’,પુનર્વિવાહ જેવી સિરિયલ પણ કરી.હાલમાં ગુરમીત બોલિવૂડ ક્ષેત્રે કાર્યરતછે.

આમના શરિફ:

સિરિયલ ‘કહી તો હોગા’માં કશીશના રોલથી ઘર ઘરમાં જાણીતી બનેલી આમના શરિફ લાંબા સમયથી નાના પડદા પર જોવા મળીનથી.આમનાએ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અને પ્રોડ્યૂસર અમીત કપૂર સાથે લગ્ન કર્યા છે.2015માં આમનાએ પુત્રને જન્મઆપ્યો.આમનાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જોઈ શકાય છેકેહાલમાં આમના પોતાના પુત્ર અરિન સાથે મધરહૂડ એન્જોય કરતીજોવા મળે છે. લાગે છે આમનાને હવે ટીવી પર પાછા ફરવાની કોઈ ઉતાવળ નથી.

ઇકબાલ ખાન:

ઇકબાલ ખાનના હોટ લુકના કારણે તેની સિરિયલ ‘કૈસા યે પ્યાર હૈ’ ટેલીવિઝનની મોસ્ટ પોપ્યુલર સિરિયલોમાની એક હતી.આસિરિયલને કારણે ઈકબાલને જોરદાર લોકપ્રિયતા મળી.આ પછી તેણે ઘણા શો કર્યા પણ ‘કૈસા યે પ્યાર હૈ’ જેટલી લોકપ્રિયતા તેનેબીજા એક પણ શોથી ના મળી.હાલમાં ઈકબાલ નાના પડદાથી દૂર છે.

સીમોન સિંહ:

સીમોન સિંહના કરિયરની શરૂઆત સિરિયલ ‘હીના’ થી થઈ.આ સિરિયલમાં એના જોરદાર અભિનયથી તે દર્શકોના દિલમાં છવાઇગઈ.આ સિરિયલમાં તેણે એક મુસ્લિમ મહિલાનો રોલ કર્યો હતો જેના પતિને અન્ય યુવતી સાથે પ્રેમ હોય છે.આ સુંદર અનેસ્ટાઇલિશ અભિનેત્રીની ખોટી પસંદગીના કારણે તેણે હીના જેવા દમદાર રોલ મળ્યા નહીં.છેલ્લે ‘એક હસિના થી’માં જોવા મળેલસીમોન લાંબા સમયથી ટીવી પર જોવા મળી નથી.

રાજીવ ખંડેલવાલ:

‘કહી તો હોગા’માં સુજલના રોલથી દરેક યુવતીના દિલમાં વસી જનાર રાજીવએ સમયે લાખો યુવતીનો ફેવરિટ હતો.આ અભિનેતાએ ગેમ શો અને ટોક શો હોસ્ટ કર્યા બાદ નાના પડદાને અલવિદા કહી દીધું.હાલમાં રાજીવ પોતાનું ધ્યાન મોટા પડદા પર કેન્દ્રિત કરીરહ્યા છે.

નૌશીન અલી સરદાર:

સતત 5 વર્ષ સુધી ટેલીવિઝન પર પ્રસારિત થનાર સિરિયલ ‘કુસુમ’ માં કુસુમનો રોલ કરી નૌશીન ઘરઘરમાં જાણીતી બની ગઈ હતી.‘કુસુમ’ એ નૌશીન ને ઇન્સ્ટન્ટ લોકપ્રિયતા અપાવી હતી.ત્યારબાદ નાના પડદા પરથી ગાયબ થઈ જનાર નૌશીન ‘ગંગા’ સિરિયલમાંજોવા મળી હતી.અત્યારે તે નાના પડદાથી દૂર છે.

Author: Urvashi Deshani  #TeamAapduJunagadh

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!