ગુજરાતની આ યુવતીએ અઘરી પરીક્ષાઓ પાસ કરીને મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ, મળી છે કરોડોની સ્કૉલરશીપ!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજે દરેક માતાપિતા પોતાના સંતાનોના ભણતરને લઈને ખૂબજ ચિંતિત હોય છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષાને લઈને ખૂબ જ ચિંતા જોવા મળે છે. બોર્ડની પરીક્ષામાં પાસ એટલે જાણે જંગ જીતી ગયા હોય એવી ફિલિંગ આવે છે. આ ઉપરાંત દેશમાં લાખો વિદ્યાર્થીઓ દર વર્ષે મેડીકલ, એન્જીનીયરીંગ કે અન્ય ઉચ્ચ શિક્ષણની પ્રવેશ પરીક્ષા આપે છે. NEET અને JEE જેવી પરીક્ષામાં ઉતીર્ણ થાય તો તેને એક સિદ્ધિ ગણવામાં આવે છે. એક સાથે આવી અનેક પરીક્ષા પાસ કરનાર માંડ લાખોમાં એકાદ હોય છે. આવા જ વિદ્યાર્થીમાંથી એક સ્તુતિ ખાંડવાલાએ એક સાથે NEET AIIMS MBBS અને JEE (main) પણ પાસ થઇને બધાંને આશ્ચર્યચકિત કરી દીધા છે.

સુરતની સ્તુતિ ખાંડવાલાએ રાજસ્થાન CBSC બોર્ડના વિજ્ઞાનપ્રવાહમાં 98.8 ટકા માર્કસ મેળવી ટોપ કર્યું હતું. સુરતની સ્તુતિ ખાંડવાલાએ કોમ્પિટેટીવ એક્ઝામ જી, નીટ, જીમ્પર એમબીબીએસ, એઈમ્સ એમબીબીએસની પરિક્ષામાં પાસ થઈ અમેરિકાની એમઆઈટી એક્ઝામમાં પણ પાસ થઈ તેને 90 ટકાની સ્કોલરશિપ સાથે અમેરિકાની એમઆઈટી યુર્નિવર્સિટીમાં એડમિશન મેળવ્યું છે.

સ્તુતિ ત્યાં જવા તૈયાર થઈ છે. સુરતની સ્તુતિ એકમાત્ર એવી વિદ્યાર્થીની છે જેણે આ પ્રકારની સ્કોલરશિપ મળી છે. સ્તુતિ આ પરીક્ષામાં ફક્ત પાસ જ નથી થઈ પણ ખૂબજ સારા રેન્ક પણ મેળવ્યા છે. સ્તુતિએ NEET 2019માં 71મો રેન્ક, AIIMS MBBS 2019માં 10મો રેન્ક, JIPMER MBBS 2019માં 27મો રેન્ક અને, JEE MAIN 2019માં 1086મો રેન્ક મેળવ્યો છે.

સ્તુતિ જણાવે છે કે, વાંચવા માટે તેણે કોઈપણ ટાઈમ ટેબલ બનાવ્યું ન હતું, ગમે ત્યારે કોઈપણ વિષય વાંચતી હતી. સ્કુલ અને ટ્યુશન સિવાય 12 કલાક વાંચતી તેમજ પાછલા 15 વર્ષોનાં પેપર સોલ્વ કર્યા હતા. જ્યારે તે ભણવાથી કંટાળી જતી ત્યારે તે યૂ-ટ્યૂબ પર ટૉમ એન્ડ જેરી અને કુકિંગ વીડિયોઝ જોતી.

તે આગામી એકેડેમિક વર્ષથી 4 વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે એમઆઇટીમાં એડમિશન લેશે. સ્તુતિએ તેની આ સફળતાનું શ્રેય તેના માતાપિતા અને શિક્ષકોને આપ્યો છે. સ્તુતિના પિતા શીતલ ખાંડવાલા પેથૉલોજિસ્ટ છે અને માતા હેતલ ખાંડવાલા ડેન્ટિસ્ટ છે. એમઆઈટીથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ સ્તુતિ બાયો ઇન્જિન્યરિંગ રિસર્ચ ફિલ્ડમાં જવા માંગે છે. એમઆઈટીથી સ્તુતિને 2 કરોડ 24 લાખની સ્કોલરશિપ મળી છે. 90 ટકા જેમાં તેના રહેવા, ખાવાનું અને 4 વર્ષનું શિક્ષણ પણ સામેલ છે. જેની વર્ષદીઠ ફી 56 લાખ રૂપિયા છે.

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!