ટીકટોક યુઝરને લાગશે ઝટકો ! સોશિયલ મીડિયા કંપની ટિકટોક કરી આ મોટી જાહેરાત…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

કોઈ પૂછે કે શું ચાલી રહ્યું છે તો ભારતમાં જવાબ મળશે કે ટીકટોક !  સાચું કહ્યું આમ પણ જ્યારથી મ્યુસિક લીમાંથી ટીક ટોકમાં પરીવર્તન થયું ત્યારથી વિશ્વભરમાં તેના ચાહકો વધ્યા છે જેમાં ભારત દેશ મોખરે રહ્યો છે. ટીક ટોક માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ ઇનકમ પણ મેળવી શકો છો. આજની યુવા પેઢી થી લઈને દરેક વર્ગના લોકોને ટીક ટોકનું જૂનુંન ચડ્યું છે.

Image result for tik tok

 ટીક ટોક ઘણા સ્ટાર પણ મળ્યા છે જેને દર્શકોએ પણ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે ! થોડા સમય પહેલા જાણવા મળ્યું હતું કે ટીક ટોક ભારતમાં બેન થસે. એવું ના થયું ! આ પાછળનું કારણ એ હતું કે ટીક ટોક મનો રંજનની સાથે એવું કન્ટેન્ટપણ હતું જે આજની પેઢીને માટે નુક્સાન કારક સાબીત થઈ સકે છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે હાલમાં જ સોશિયલ મીડિયા કંપની ટિકટોકે હિંસાત્મક કન્ટેન્ટ દૂર કરવાને લઈને જાહેરાત કરી છે.

Image result for tik tok

કંપની પોતાના પ્લેટફોર્મ પર ધાર્મિક, રાષ્ટ્રીય, વ્યક્તિ કે કોઈ સમૂહ પર હિંસા બતાવતા વીડિયોને દૂર કરશે.ટિકટોક એપ પહેલેથી પોતાના કન્ટેન્ટને લઈને સરકારની નજર પર રહી છે. ઘણા વીડિયોને કારણે કંપનીએ વિરોધનો સામનો કરવો પડ્યો છે. આ વાતને લઈને ટિકટોકે ઘણા કડક નિયમ પણ બનાવ્યા હતા. આ નિયમનું પાલન ન કરનારા યુઝરના 60 લાખથી વધારે વીડિયો ડિલીટ કર્યા છે.

Image result for tik tok

ટિકટોક ઈન્ડિયાના સેલ્સ અને પાર્ટનરશિપના ડિરેક્ટર સચિન શર્માએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ટિકટોક યુઝરને તેમનું ટેલેન્ટ અને ક્રિએટિવીટી દેખાડવા માટે તેમને સેફ અને પોઝિટિવ વાતાવરણ આપવા અમે તૈયાર છીએ.કમ્યુનિટીની ગાઈડલાઈનની ઉલ્લંઘન કરે તેવા કન્ટેન્ટને ટિકટોક પ્રમોટ કરતી નથી. ટિકટોકની ઓનર કંપની બાઈટડાન્સ (Bytedance) પ્રમાણે, ભારતમાં ટિકટોક એપ 20 કરોડ વખત ડાઉનલોડ થઈ છે અને એપ પર નવા યુઝર જોડાવાની સાથે એપ પર ટ્રાફિક પણ વધી રહ્યો છે.

 

 

 

 

 

 

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!