રીટા ન લીધે તારક મહેતામાં ફરીથી કલ તક ન્યૂઝનું આગમન…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ઘણા સમયથી દર્શકો જેની રાહ જોઈ રહ્યાં હતા તે અભિનેત્રી હવે મેટરનીટી લીવ પછી કમબેક કરી રહી છે. ત્યારે હવે દર્શકોની આતુરતાનો અંત આવશે. તમે સૌ કોઈ વિચારી રહ્યા હશોકે આખરે દયાબેનની તારક મહેતામાં એન્ટ્રી થવા જઇ રહી છે. વર્ષ 2017માં દિશા વાકાણી મેટરનીટી  લીવ પર ગયા હતા. ત્યાર પછી આ શોમાં ફરવાનું નામ નથી લીધું.

હાલમ જ એક એપીશોડમાં દયા બહેનની માત્ર વિડીયો કોલ દ્વારા ઝલક જોવા મળી હતી. અવાર નવાર સોશીયલ મીડિયામાં દયાબેનની કમબેકની વાત જાણવા મળે છે, પરંતુ વર્ષો ના વર્ષ વિતી ગયા પછી પણ આ શોમાં દયાબેનના આવવાના કોઈ જ એંધાણ જણાતા ન હોવાથી. દર્શકો પણ નિરાશાનો સામનો કર્યો હતો. જ્યાર થી દયાબેન આ શોમાંથી વિદાય લીધી ત્યાર થી જ આ શોમાં પહેલા ડો.હાથીનું નિધન થવાથી તેમની ખોટ આ સિરિયલને સદાય માટે રહી. ત્યાર બાદ સૌથી મોટો ઝટકો ટપૂનો આવ્યો અને ત્યાર બાદ સિરિયલમાંથી સોનું પણ વિદાય લીધી હતી અને  રીટા રિપોર્ટર પણ આ શોમાંથી વિદાય લીધી હતી.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તારક મહેતા સિરીયલમાં રીટા રિપૉર્ટરની ધમાકેદાર એન્ટ્રી થશે.હાલમ કોરોના વાયરસનો કહેર દેશભરમાં વર્તાય રહ્યો છે, ત્યારે દર્શકોને માહિતગાર કરતા એપીશોડ દેખાડવામાં આવશે,જેમાં રીટા રિપોર્ટર ગોકુલધામવાસીઓનું ઇન્ટરવ્યુ લેશે.  સૂત્રો મુજબ હાલમાં જ રિટા રિપોર્ટર તરીકે અભિનય કરતી અભિનેત્રિએ હાલમાં નવેમ્બરમાં જ દીકરાને જન્મ આપ્યો હતો.

તારક મહેતા સિરિયલ જ્યારથી ચાલુ થઈ છે, ત્યાર થી જ રીટા રિપોર્ટર ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. તેમની આ સિરિયલમાં વાપસી એટલે દર્શકો ખૂબ જ ખુશ થશે. દયાબેન આ શોમાં પાછા નથી ફર્યા પરંતુ રીટાના આવવાથી સિરિયલમાં મનોરંજનમાં વધારો થશે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!