તાનાજી – ધ અનસંગ વોરિયર એક ભવ્ય ઐતિહાસિક અને મનોરંજક ફિલ્મ છે!  

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

બોલીવૂડ માટે વર્ષ 2019 ખૂબ જ સફળ રહ્યું છે! વર્ષના અંતે રીલીઝ થયેલી ફિલ્મ ગૂડન્યૂઝએ વર્લ્ડવાઈડ 300 કરોડ સુધીની કમાણી કરી ચૂકી છે. તેમજ વર્ષના શરૂઆતમાં જ બોલીવૂડની બે બ્લોકબસ્ટર મૂવી રીલીઝ થઈ છે.એક તો છપાક અને બીજી તાનાજી, ચાલો ત્યારે જાણીએ કે ફિલ્મ તાનાજી બોક્સ ઓફિસ પર કેવો પ્રતિસાદ મળ્યો છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અજય દેવગણના કરિયરની 100મી ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ની 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઈ છે. આ ફિલ્મ રિલીઝના છ દિવસ બાદ ફિલ્મે આટલું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી છે ‘તાનાજી’ ફિલ્મે શુક્રવારે ઓપનિંગ કલેક્શન 15.10 કરોડ રૂપિયાનું અને વીકેન્ડ પર 20.57 કરોડ અને 26.26 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને શરૂઆતના દિવસોમાં જ 61.75 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું હતું.

જ્યારે ચોથા દિવસે સોમવારે ફિલ્મે 13.75 કરોડ રૂપિયા અને મંગળવારે 15.28 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. એટલે પાંચ દિવસને અંતે ફિલ્મે 90.96 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું  ‘ તાનાજી:  અનસંગ વોરિયર’ ફિલ્મની સ્ટારકાસ્ટમાં અજય દેવગણ, કાજોલ, સૈફ અલી ખાન, શરદ કેલકર વગેરે સામેલ છે.  સૈફ અલી ખાન ફિલ્મમાં ઉદય ભાનના રોલમાં છે. કાજોલ સાવિત્રી માલાસુરેના રોલમાં છે.

શા માટે આ ફિલ્મ જોવી જોઈએ!

અજય દેવગન, સૈફ અલી ખાન અને કાજોલ જેવા સિતારાઓ સાથે તાનાજી-ધ અનસંગ વૉરિયરનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના બાળપણના મિત્ર તાનાજીના જીવન પર આધારિત છે.  આ ફિલ્મ નિર્દેશક ઓમ રાઉતે જે બનાવી છે, તેની માટે તેને ખરેખર ખૂબ જ વખાણવા લાયક છે.  અજય દેવગન, સૈફ અલી ખાન અને કાજોલ જેવા સિતારાઓ સાથે, સેંકડો જૂનિયર આર્ટિસ્ટ સાથે, જબરજસ્ત સેટ્સ, સ્પેશિયલ ઇફેક્ટ્સને એક સાથે હેન્ડલ કરવું કોઇ સામાન્ય કામ નથી, પણ ઓમ રાઉત આ બધાં જ ફ્રન્ટ પર ફક્ત સફળ જ નથી થયો પણ કુશળતા પણ મેળવી છે.

પહેલી ફ્રેમથી છેલ્લે સુધી અજય દેવગનની ઝલક દેખાતી નથી. દેખાય છે તો ફક્ત તાનાજી. તો  સાવિત્રીની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ અને સુંદરતા પૂર્વક રજૂ કરવામાં આવી છે. ઉદયભાન બનેલા સૈફ અલી ખાન ઉલ્લેખનીય પર્ફોર્મન્સ આપી જાય છે. દરેક દ્રશ્યમાં તેનું અભિનેતા હોવાનું પ્રમાણ તેની એક્ટિંગ આપી દે છે. આ સિવાય છત્રપતિ શિવાજી મહારાજ એક્ટિંગ પણ ખૂબ જ વખાણવા લાયક છે.

આ ફિલ્મ હિસ્ટ્રી પર હોવા છતાં પણ તમને આ ફિલ્મમાં બધુ જ જોવા મળશે જે તમે દરેક ફિલ્મોમાં જોવા માંગતા હોય છો. એમ કહીએ તો પણ ખોટું નથી કે નથી કે તાનાજી એક ભવ્ય અને મનોરંજક ફિલ્મ છે જેને જોતા ઇતિહાસની ગૌરવશાળી પરંપરાનું જ્ઞાન થાય છે સાથે જ આપણાં ઇતિહાસના શૂરવીરોની ગૌરવ ગાથાનો પણ ખ્યાલ આવે છે. આ ભવ્ય ઐતિહાસિક ફિલ્મના સાક્ષી બની તમે પણ નિરાશ તો નહીં જ થાઓ.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!