‘પ્રેરણા’ તરીકે લોકપ્રિય થયેલ અભિનેત્રીની આજની પરિસ્થિતિ જોઈને તેના પર તમને દયા આવી જશે, જાણો સ્વેતા તિવારી લાઈફ વિશે આ ખાસ વાત…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

એકતા કપૂરનું નામ ટેલિવૂડની દુનિયામાં મોખરે છે. આજે લોકો તેને સિરિયલની મહારાણી સમજે છે. આજે ટીવી પર પ્રસારીત થતી સિરિયલ લોકોના દિલો-દિમાગમાં વાસી જાય છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એક્તાએ ટેલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવી યાદગાર સિરિયલ આપી છે જે આજે પણ લોકો તેને જોવા માટે તૈયાર છે. માત્ર સિરિયલ નહીં પરંતુ એક્તાએ ઘણા કલાકારને રાતો-રાત પોતાની સિરિયલથી સ્ટાર બનાવી દીધા છે.

View this post on Instagram

❤️❤️❤️❤️ #nanhayatri @palaktiwarii

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

જે આજે પણ લોકપ્રિય છે. એકતા કપૂરની લોકપ્રિય ત્રણ સિરિયલ રહી છે, જેને ક્યારેય કોઈ નહીં ભૂલી શકે. પહેલી કહાની ઘર ઘર કી, ક્યુકી સાસ ભી કભી બહુથી, કસોટી જિંદગી કી, આં ત્રણ સિરિયલજેના પાત્ર આજે પણ યાદગાર છે. તુલશી,પાર્વતી,પ્રેરણા. આજે આં ત્રણે અભિનેત્રિની જિંદગી બદલાય ગઈ છે.

સ્મૂર્તિ ઈરાની આજે કેબિનેટ મંત્રી છે, જ્યારે સાક્ષી બોલીવૂડમાં પણ પ્રવેશ કરી ચૂકી છે. બસ ! એક સ્વેતાની લાઈફમાં પ્રોબેલ્મ્સ છે, જેના લીધે તેનું કરિયર સ્પોઈલ થઈ ગયું છે. કસોટી સિરિયલ પછી તે બિગબોસમાં જોવા મળી હતી અને બિગબોસની વિનર બન્યા પછી ફરીથી તેને ટેલિવૂડ ઈન્ડસ્ટ્રીને અલવિદા કરી દીધું. પહેલા પતિ રાજા ચૌધરી સાથે ડિવોર્સ લીધા પછી તેને બીજાં લગ્ન કર્યા તેનાથી તેને ત્યાં એક દીકરાનો જન્મ થયો તે કારણે તે હાઉસવાઈફ તરીકે પોતાનું જીવન પસાર કરવા લાગી. થોડા સમય પછી તેને બેગસુરાઈ સિરિયલથી કમબેક કર્યું.

સ્વેતાને કસોટી જેવી લોકપ્રિયતા એક પણ સિરિયલમાં ન મળી. કસોટીની જેમ તેની રિયલ લાઈફમાં પણ તેનું લગ્નજિવન ખરાબ રહ્યું. હાલમાં થોડા સમય પહેલા સ્વેતાએ તેના બીજાં પતિની ધરપકડ કરાવી હતી. હાલમાં સ્વેતા તેની દીકરી પલક અને તેના દીકરા સાથે એકલી રહે છે. આં દિવાળી સ્વેતા એકલા ઉજવી હતી.

ટેલિવૂડમાં તે હવે ફરી એકવાર ‘ મેરે ડેડ કી દુલ્હનીયાથી કમબેક કરી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે શું ફરી એકવાર સ્વેતાને પહેલા જેવી સફળતા મળશે. હા એક વાત કહેવી પડે કે એક્તાએ સ્વેતાની લાઈફ કસોટીથી બદલી હતી અને તેને સિરિયલ પૂરી થતાં ફરી એકવાર સ્વેતાની લાઈફ સાવ બદલાઈ ગઈ હતી. આજે સ્વેતા તેની લાઈફમાં ખુશ તો છે પરંતુ તેની લાઈફમાં તે ઘણા બધા પ્રોબેલ્મ્સ છે, છતાં પણ તે ખુશ છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!