ઘરે જ આવી રીતે ઉજવણી કરો હરિ જન્મના વધામણાંની….

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

હાલમાં ભારત દેશમાં લોક ડાઉનની સ્થતિ સર્જાયેલી છે, ત્યારે દેશના તમામ નાગરિકો એક થઈને આ લડત સામે લડી રહ્યાં છે. જ્યારે દેશના પ્રધાન મંત્રી શ્રી દ્વારા આ લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે સૌ કોઈને કહેવામાં આવ્યું કે ઘરમાં રહીને જ આપણે સૌ કોઈએ દેશમાં આવેલ આ મહામારી સામે લડવાનું છે. હાલમાં 7 દિવસ તો પસાર થઈ ચૂક્યા છે , બસ હવે માત્ર 14 દિવસ બાકી રહ્યાં છે.

આ દરમિયાન ઘણાં તહેવારો આવ્યાં અલગ ધર્મના લોકોના ત્યારે હવે શ્રી રામ ભગવાની જ્ન્મ જ્યંતી આવી રહી છે તો  સૌ કોઈને વિનંતી છે  કે, આ વર્ષે ઘરે જ રહીને ભગવાન ના જન્મ દિવસની ઉજવણી કરીએ.

દર વર્ષે આપણે ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક રામનવમી અને હરિ જ્યંતી ઉજવતાં હોય છે. ત્યારે આજે આપને ઘરે જ ભગવાનના જન્મને વધવાનો લાહ્વો મળ્યો છે, ત્યારે આપણે પરિવાર સાથે મળીને ભગવાનના જન્મ દિવસની ઉજવણી કરિશુ.

ઘરે જ ભગવાનના જન્મ દિવસની તૈયારીઓ કરો.

દરેક વ્યક્તિના ઘરે નાના બાલ ગોપાલની મૂર્તિ હોઈ છે, જેને આપણે રામ નવમીના દિવસે વિધિવત પૂજા વિધિ અને અભિષેક કરીને પરિવારમાં સભ્યો સાથે મળીને બપોર ના બાર વાગ્યે ભગાવન શ્રી રામને પારણે જુલાવીને તેમના જન્મ દિવસની વધામણી કરી શકીએ છે. સૌ કોઈ સાથે મળીને ધૂન કીર્તન પણ કરી શકીએ છે. પરિવાર સાથે ભજન અને સંત્સંગ કરવાનો જે લાભ મળ્યો તેને વધાવીએ.

આ જ દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનને પણ અવતરણ થયાં ત્યારે રાત્રે 10 ને 10 મિનિટે બાળ ઘનશ્યામ મહારાજના જન્મની વધામણાં કરીશું.

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!