પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટય મોહત્સવ એટલે ચૈત્ર સુદ નોમનો દિવસ!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ચૈત્ર સુદ નોમ એટલે ભગવાન રામનો જન્મ ! દુનિયા જેને મર્યાદા પુરુષોત્તમ રામ તરીકે ઓળખે છે. ખરેખર વિષ્ણુજીના આઠ અવતારોમાં ભગવાન રામનો અવતારએ લોકોના જીવનને સાર્થક બનાવમાં માટે જ લીધો હતો. પરિવાર કેવું હોવું જોઈએ તે રામ ભગવાન ના જીવન પરથી શીખવા મળ્યું.

2 એપ્રિલના રોજ ભગવાન શ્રી રામનો જન્મ દિવસ આવી રહ્યો છે, ત્યારે આ વર્ષે પહેલી વાર એવું બનશે કે મંદિરોમાં ભગવાનનો ધામ ધૂમથી પ્રાગટય મોહત્સવ નહીં યોજાઈ. સર્વ હરિ ભક્તોને એટલી જ વિનંતી કે ભગવાન મંદિરમાં તો રહે છે, પરંતુ આપણાં હદયમાં પણ તેમનું અનોખું સ્થાન હોઈ છે. આજે જ્યારે લોક ડાઉનની પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે આપણે સૌ કોઈ ઘરે જ રહીને ભગવાનના પ્રાગટયના વધામણાં કરીએ!

આવતી કાલે રામ નવમી છે, એ તો આપણે સૌ કોઈ જાણીએ છે, પરંતુ શું કોઈ જાણે છે કે આ જ દિવસ યોગાનુંયોગે શ્રી હરિનું પણ આગમન થયું હતું.

અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામમાં ધર્મદેવ અને ભકિત માતાની કૂખે સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૯ને સોમવાર ૩એપ્રિલ ૧૭૮૧ની રાત્રિએ ૧૦ વાગીને ૧૦ મિનિટે શ્રી સ્વામિનારાયણનો જન્મ થયો.વળી યોગાનુયોગે તે દિવસે રામનવમી પણ હતી. આથી આ દિવસને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો સ્વામિનારાયણ જયંતી તરીકે પણ ઉજવે છે. તેમનું બાળપણમાં નામ ઘનશ્યામ પાડવામાં આવ્યું. તેમને બે ભાઈઓ હતા, જેમાં મોટાભાઈનું નામ રામપ્રતાપ પાન્ડે અને નાનાભાઈનું નામ ઇચ્છારામ પાન્ડે હતું.તેમણે સાત વર્ષની ઉમરે હિન્દુ ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરી તેમાં પારંગત થયા હતા.અને ગૃહત્યાગ કરી વનમાં અને આખા ભારતનાં તીર્થોમાં આશરે 12000 કિ.મી.નું પગપાળા વિચરણ કર્યું અને પીપલાણા મુકામે રામાનંદ સ્વામી પાસેથી વિ.સં 1857ની કારતક સુદ અગિયારસને 28 ઓક્ટોબર 1800 ના રોજ તેમણે દીક્ષા લીધી. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ એમ બે નામ પાડયાં અને પોતાની સેવામાં રાખ્યા.

સંવત 1858માં કારતક સુદ એકાદશી 18 નવેમ્બર 1801ના દિવસે જેતપુરમાં રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને પોતાની ગાદી સુપરત કરી ત્યારે સહજાનંદ સ્વામીએ પોતાના ગુરુ પાસે બે વરદાનો માગ્યાં. તમારા ભકતને એક વીંછીનું દુ:ખ થવાનું હોય, તેને બદલે એ દુ:ખ રુવાડે, રુવાડે અમને થાઓ પણ તમારા ભકતને ન થાઓ.તમારા ભકતને કર્મમાં રામપાતર આવવાનું લખ્યું હોય તો તે રામપાતર અમને આવે, પણ તમારો ભકત અન્ન, વસ્ત્રે દુ:ખી ન થાય. આવાં પરોપકારી વરદાનો રામાનંદ સ્વામીએ રાજી થઇને આપ્યાં. દર મહિનાની સુદ ૯ ના દિવસને સ્વામિનારાયણ જ્યંતિ હોય છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!