જૂની રમતો, જૂની યાદો, અને મારૂ એ ખોવાઈયલું બાળપણ….ચાલો યાદ કરીએ વેકેશનનાં દીવસોને

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

જ્યારે વેકેશન આવી રહ્યું છે ત્યારેચાલો આપણે યાદ કરીએ એ જુનાં દિવસો. સૂરજદાદા! હવે પોતાના રુદ્ર સ્વરૂપમાં આવી ગયાં છે. ધોમ તડકો વરસાવી રહ્યા છે.ઉનાળો આવે એટલે  બાળકોને મોજ પડી જાય છે, કારણકે તે બસ ઉનાળાનાં વેકેશન રાહ જોઈ રહ્યા હોય, ક્યારે ઉનાળો આવે અને વેકેશનમાં મામાને ઘરે અને બહાર ફરવા જઇ. બાળકોની પરીક્ષા પણ પૂરીઓ થઈ ગઈ છે,ત્યારે હવે વેકેશનનો સમય આવી ગયો છે.Summer Vaction

Summer Vaction

ચાલો તો આપણે  યાદ કરીએ પહેલાનાં વેકેશનનાં દિવસોને કારણ કે આજે સમયની સાથે ઘણું બધુ બદલાઈ ગયુ છે હવે પહેલાં જેવુ કઈ જ નહીં રહ્યું. આજનાં બાળકોનું વેકેશન ઇન્ટરનેટની દુનિયામાં ખોવાઇ ગયું છે. આજે લોકોને બહારની દુનિયા કરતાં ખુદની દુનિયામાં વધુ રહેવું ગમે છે. સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે, લોકો પોતાના કરતાં બીજા સાથે વધુ એક્ટિવ રહશે .જે પાસે તેના દૂર થઈ રહ્યા છે અને જે દૂર છે તેની નિજીક જવાનું વિચારી રહયા છે.  હા ! આજે એટલા એમાં ગુચવાય ગયા છે કે તે બધુ જ ભૂલી ગયાં છે, જૂની યાદો શેર જરૂર કરશે પણ એને ફરી માણવાની કોશિષ કોઈ નથી કરતું.

પહેલાં સમયમાં વેકેશનનું નામ પડે એટેલ મામાનું ઘર યાદ આવતું. આજે આ બધુ જ વિસરાઈ ગયું છે.આજનું  વેકેશન ઘરની ચાર દીવાલોની અંદર મોબાઈલ ફોન લઈ લીધું, એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસ આ બધાની વચ્ચે વેકેશનાં એ જૂના દિવસો ક્યાં ખોવાઈ ગયાં ખબર જ નાં પળી.

એક સમય એવો હતો જ્યારે આપણે પોતાના વતન જઇ ને વેકેશનની મોજ માણતા. ત્યારે ગામડામાં એ બાળપણ ક્યારે વીતી જતું ખબર જ નાં પડતી. આજના સમયમાં આપણે જોઈએને ને ત્યારે થાય કે ફરીથી એ બાડપણમાં દિવસો પાછા આવી જાય. આજે  વેકેશન પળે એટલે માબાપ પોતાના બાળકોને એકસ્ટ્રા ક્લાસ શરૂ કરાવી દઈ છે, એ કેમ ભૂલી ગયાં કે વેકેશન એ બાળકોનો સમય છે, આ દિવસો તેના બાળપણનાં સમયને માણવાનાં છે. ત્યારે તેઓ પોતાના બાળકોને આપવો જોઈએ અને તેમણે જૂની રમતો અને પોતાના વતને લઈ જવા જોઈ જ્યાં તમને તમારુ બાળપણ વિતાવ્યું હોય. હા! વેકેશન માત્ર બાળકો માટે જ નહીં પણ બધાને લાગુ પડે છે કારણ કે આ સમયમાં એકબીજાની સાથે રહીને આનદ માણી શકીએ. ત્યારે ચાલો આપણે આજે એ જૂની રમતોને યાદ કરીએ જે આપેન પહેલાં રમતા આજે આ રમતોનું સ્થાન ઓનલાઈન ગેમ લઈ લઈ લીધું છે. પણ ખરી મોજ તો આ રમતો દોસ્તો સાથે રમવાની મોજ આવે એ આજની પબજી ગેમમાં પણ નો આવે… આ વેકેશમાં એ જૂની રામતોને યાદ કરી ફરી એકવાર બાળપણની યાદોમાં જઇ.

પહેલા ની જૂની રમતો રમવામાં મજા કઈક અલગ હતી.  ગિલ્લીડાડી, ક્રિકેટ, નગોલ, થથ્પો દા,ડબો ડૂલ, લખોટી , નદી –પર્વત,ઈંડાકૂકડી ,ગબી ખાડો , ભીતિયો , કલરે કલર કેવો કલર , સાક્ડ , શૉટ-ગો , એક પકડાતાં બે, ચોર પૉલિશ, અને એમાં પણ એ બાડપણની સૌથી મજેદાર રમત એટલે “ ઘર-ઘર”  આ રમત એવિ હતી કે દરેક રમી જ હોય. આ વેકેશનમાં આપણે આ બધી રમતો રમીને આપણે એ જૂના દિવસોને યાદ કરીએ.

તમે આ બાધી રમતો રમી જ હશે, ત્યારે હવે આ વેકેશનનાં સમયમાં આ રમતો તમે રમીને જૂના દીવસોને યાદ કરો. હું જાણું છું તમે આ રમતો નામ વાચીને તમને તમારા જૂના દિવસો યાદ આવી જ ગયાં હશે કારણ કે બધાં લોકોએ પોતાના સમયમાં આ રમતો રમી જ હશે. આજે આ રમતો ગામડાં હજુ રમતાં જોવા મળે તમને પણ શહેરમાં તો બસ ગલીમાં નિકડોતો ભાઈબંધોનું ટોડુ બેઠું હશે પણ ફોનમાં ખોવાયેલા હશે, હા બધાં સાથે પણ હશે પણ ખુદમાં ખોવાયેલા હશે.

આ આટલું વાચીને તમે સમજી ગયાં હશો કે આજે ઘણુંબધુ બદલાઈ ગયું છે , પણ ખોવાઈયું નથી બસ એ જૂની યાદો, જૂની રમતો, જૂના દિવસોને આપણે એક પેટીમાં પૂરીને રાખ્યા છે ત્યારે ચાલો એ બોક્સને  અનબોક્સ  કરીને લાઈફને એન્જોય કરીએ..

“ હું ફરી આ લાકડાનો ભમરડો ફેરવા માગું છું, જેમાં મારૂ બાળપણ ફર્યું હતું…….

જો તમે પણ જણાવો તમાર વેકેશનનાં સમયમાં શું કરતાં ?  શું તમે પણ આ જૂની રમતો રમી છે, આજે પણ આ રમતો યાદ કરો છો ?

#TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!