મહાભારત સમયકાળમાં આજનો માનવી! સ્ટાર પ્લસની નવી સિરિયલ

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

કોરોનાની અસર વિશ્વના તમામ લોકો પર પડી છે, ત્યારે તેમાં ટેલિવૂડ ઇન્ડસ્ટ્રીને પણ ભારે નુકસાન ભોગવું પડ્યું છે.ઘણા એપિસોડ ફરીથી આવી રહ્યા છે, તેવામાં હાલમાં જ સ્ટાર પ્લસ પર એક નવીન પ્રકારનો શો શરૂ થયો છે જે લોકોનું મનોરંજન પૂરું પાડી રહ્યો છે.

નવો શો લૉન્ચ થવાનો છે જેમાં કોઈ ફૅમિલી ડ્રામાને બદલે એક અલગ જ કન્સેપ્ટ જોવા મળશે. ‘મહારાજ કી જય હો’ નામનો આ સાયન્સ-ફિક્શન શો દર્શકોને મહાભારત કાળમાં લઈ જશે.

બે જુદા-જુદા કાળ ભેગા થઈ જાય એટલે કે આજના યુગનો માનવી પ્રાચીન સમયના હસ્તિનાપુરમાં પહોંચી જાય તો કેવી પરિસ્થિતિ સર્જાય! શોમાં ‘ઑલ્વેઝ કભી કભી’ ફેમ સત્યજિત દુબે સંજયના લીડ રોલમાં છે જે ટાઇમ-મશીન દ્વારા ધૃતરાષ્ટ્રની સભામાં જઈ પહોંચે .

સંજય અને ધૃતરાષ્ટનું મિલન કૉમેડીની કેવી હારમાળા સર્જે છે એ શોમાં જોવા મળશે. સત્યજિત દુબે ઉપરાંત અભિષેક અવસ્થી, રિયા શર્મા, મોનિકા કાસ્ટલિનો, રાજેશ કુમાર, અશ્વિન મુશરન, નીતેશ પાંડે, આકાશ દાભાડે સહિતના કલાકારો પણ મહત્વના રોલમાં છે.

સ્ટાર પ્લસ પર ‘કહાં હમ કહાં તુમ’નો શો સમાપ્ત થયા બાદ રાતે ૯ વાગ્યે રાજન શાહીનો શો ‘અનુપમા’ શરૂ થવાનો હતો, પણ કોરોનાને પગલે એ રિલીઝ ન થઈ શક્યો. એની જગ્યાએ કોઈ અન્ય શો તૈયાર ન હોવાથી ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ને ૯થી ૧૦ વાગ્યાનો ટાઇમ-સ્લૉટ મળ્યો અને હવે ૨૩ માર્ચથી રાતે ૯ વાગ્યે ‘મહારાજ કી જય હો’ શરૂ થવાનો છે.

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!