સાઉથના આ લોકપ્રિય કિંગનું થયું અચાનક નિધન, ક્લીનર તરીકે કરી હતી કારકિર્દીની શરૂઆત…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ચેન્નઇના ઢોશા કિંગ જેને એક રેસ્ટરોંટમાં ક્લીનર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું અને તેમની મહેનતનો એવો રંગ આવ્યો કે આજે તેઓ સર્વણ ભવનના માલિક છે, માત્ર સાઉથમાં નહીં પરંતુ દેશ-વિદેશમાં તેમની બ્રાંચો છે, એક નાની એવી શરૂ કરેલી દુકાન આજે 27 હોટેલના માલિક છે, જેમાં 20 બ્રાન્ચતો માત્ર સાઉથમાં છે, જેમાંથી  7 બ્રાન્ચ તો વિદેશમાં છે. ચાલો આજે તેમની થ્રીલર લાઈફ સ્ટોરી વિશે જાણીશું કારણ કે ગુરુવારના દિવસે રાજગોપાલનું 72 વર્ષની ઉંમરે અવસાન થયું છે.

ઢોસા જો આજે ભારતના દક્ષિણથી નીકળીને નેશનલ ફૂડ બન્યા હોય તો તેની પાછળ કેટલોક શ્રેય પી. રાજગોપાલને પણ જાય છે કારણ કે  તેમના થકી આજે ઢોશાનું નામ  દેશના ખૂણે ખૂણે પોહચ્યું છે.  રાજ ગોપાલએ સ્કૂલનો અભ્યાસ નાની ઉંમરમાં જ અધવચ્ચે છોડીને એક રેસ્ટોરન્ટમાં ક્લીનર તરીકે પોતાની કારકિર્દી  કરી ત્યારબાદ મહેનત કરીને તેમણે સવર્ણ ભવન ઊભું  કર્યું જે બીજી રેસ્ટોરન્ટ ટક્કર આપી.

આ તેમના જીવનનો ભૂતકાળ હતો પરંતુ આજે તેઑ આપણી વચ્ચે નથી રહ્યા  ગુરુવારે પી. રાજગોપાલે ચેન્નઈની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધ. રાજગોપાલ એક સફળ બીઝનેસની સાથે એક ખૂની પણ રહી ચૂક્યા છે, આ ખૂન કેશમાં તેમણે આજીવન કારાવાસની સજા મળી હતી.કહે છે ને કે પ્રેમ આંધડો હોય છે અને પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી બસ આ કારણે   રાજગોપાલ એક વિવાહિત મહિલાના પ્રેમમાં પડ્યા અને પોતાનું  વ્ય પ્રોફેશનલ જીવનમાંબાગાડ્યું.

દરેકની લાઈફમાં એક વળાંક આવે છે. રાજગોપાલ સાથે પણ આવું થયું જ્યારે તેમણે ત્રીજા લગ્ન કરવાનું વિચાર્યું.  જે યુવતી સાથે લગ્ન કરવા માગતા હતા તે જીવનજ્યોતિ તેમના જ એક મેનેજરની દીકરી હતી. પહેલાથી જ રાજકુમાર શાંતાકુમાર સાથે તેના લગ્ન થઈ ગયા હતા આ બને ત્યાં કામ કરતાં હતા. કહેવાય છે ને હદથી વધુ કઈ સારું નથી હોતું. પ્રેમ પણ નહીં  !  જીવનજ્યોતિને પોતાની બનાવવા માગતા રાજગોપાલ કાળા જાદુનો સહારો પણ લેવા લાગ્યા. તેમને જીવનજ્યોતિ પર કાળો જાદુ કરાવ્યો જેથી તે તેના પતિથી નફરત કરવા લાગે. જીવનજ્યોતિને પોતાના તરફ લચાવવા માટે મોંઘી ગીફ્ટ્સથી લઈને અનેક પ્રકારની લાંચ અને છેલ્લે ધમકી સુદ્ધા આપી હતી.

પરંતુ વિવાહિત યુવતીને પામવાના તેમના તમામ પ્રયાસમાં તેઓ હાર્યા ત્યારે હાર્યો જુગારી બમણું રમે તે ન્યાયે પોતાના કેટલાક કર્મચારીઓ સાથે મળીને શાંતાકુમારનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું. જેના ગુનામાં 2009માં કોર્ટે રાજગોપાલને આજીવન કારાવાસની સજા સંભળાવી. જોકે 18 જુલાઈ 2019 સુધી ઢોસા કિંગે એકપણ રાત જેલમાં પસાર કરી નથી.

આ વર્ષે માર્ચ મહિના દરમિયાન જ દેશની સુપ્રીમ કોર્ટે તેમની અપીલ અરજીને ફગાવી દેતા 7 જુલાઈ સુધીમાં તેમને આત્મસમર્પણ કરવા આદેશ આપ્યો હતો. જેથી રાજગોપાલે 8 જુલાઈના રોજ ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતા પોતાની બીમારીનું કારણ આગળ ધર્યું હતું અને આત્મસમર્પણના આદેશને પાછો ખેંચવા માટે અપીલ કરી હતી. જોકે ફરી એકવાર જસ્ટિસ એન.વી. રમનાની અધ્યક્ષતાવાળી પીઠે તેમની અપીલને નકારી કાઢી હતી. અપીલ રદ થયા બાદ રાજગોપાલને 9 જુલાઈના રોજ સ્ટ્રેચર પર કોર્ટમાં લાવવામાં આવ્યા. જે બાદ આરોગ્યના આધારે તેમને અહીંથી જેલની જગ્યાએ સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યા.

ફરી એકવાર રાજગોપાલના દીકરાએ હાઈકોર્ટમાં અપીલ કરી કી તેમના પિતાને સરકારી હોસ્પિટલની જગ્યાએ પ્રાઇવેટ હોસ્પિટલમાં મોકલવામાં આવે. સરકારી હોસ્પિટલના ડોક્ટર યોગ્ય ઇલાજ ન કરતા હોવાનો દાવો તેમણે આ સાથે કર્યો હતો. જેથી તેમના પિતાનું આરોગ્ય વધુ ખરાબ થઈ રહ્યું છે. જેથી કોર્ટના આદેશ બાદ રાજગોપાલને વિજયા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા અને આ જ હોસ્પિટલમાં ગુરુવારે તેમણે અંતિમ શ્વાસ લીધો.

રાજગોપાલ એક ખેડૂતના દીકરા હતા. ખૂબ નાની ઉંમરમાં પોતાના પૈતૃક ગામ પુન્નૈયદીને છોડીને ને ચેન્નઈ આવ્યા. અહીં એક રેસ્ટોરન્ટમાં ક્લીનર તરીકે કામ કર્યું. ત્યારબાદ પોતાા એક સગાની દુકાન પર સહાયક તરીકે કામ કર્યું. બસ અહીંથી તેમણે વેપારમાં પોતાનું ભાગ્ય અજમાવવાનું નક્કી કર્યું. 70ના દાયકામાં તેમણે કિરાણાની એક નાનકડી દુકાન કરી અને પછી તેમાંથી ડિપાર્ટમેન્ટલ સ્ટોર બનાવ્યો. ચાર વર્ષ પછી નાદર સમાજમાંથી આવતા રાજગોપાલે બ્રાહ્મણો માટે ખાસ પોતાનું શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટ શરું કર્યું. સર્વણાનું પહેલું આઉટલેટ 1981મૈં ચેન્નઈના કે.કે. નગરમાં ખુલ્યું. આજે ભારતમાં તેની 27 જેટલી બ્રાન્ચ છે. જેમાંથી 20 તો એકલા ચેન્નઈમાં જ છે. આ ઉપરાંત અમેરિકા, બ્રિટેન અને ઓસ્ટ્રેલિયા સહિત 23 દેશોમાં સર્વણાના આઉટલેટ છે અને અહીં રહેતા ભારતીયોને શુદ્ધ ઘર જેવું દેશી ભોજન પીરસે છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!