સિંદુર કરવાથી થતાં આ ફાયદાઓ જાણી, તમે સિંદૂરનો નિયમિતપણે ઉપયોગ અવશ્ય કરશો!!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

હિન્દુ ધર્મમાં સિંદૂરને ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.પરણિત સ્ત્રીઓ માટે સિંદુરએ સોળ શણગારમાનું એક છે.સિંદુર એ અખંડસૌભાગ્યનું પ્રતિક છે.સિંદુર વડે સેથો પૂરવાથી પતિના આયુષ્યમાં વધારો થાય છે.આજે તમને જણાવીશું સિંદુર લગાવવા પાછળનાધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો વિશે…Sindur

સુખી લગ્ન જીવન માટે:

Sindur

વાસ્તુશાસ્ત્રથી ફેંગસૂઈ સુધી એક સ્ત્રી પોતાના ઘરની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે ઘણું બધું કરતી હોય છે.હિન્દુ શાસ્ત્રો મુજબસેથામાં સિંદુર લગાવવાથી કપાળ પર રહેલા ચક્રો સક્રિય થાય છે.છઠું ચક્ર જે કપાળના મધ્ય ભાગમાં આવેલું છે ત્યાં સિંદુર લગાવવુંશુભફળદાયી છે.જે દંપતીના સ્વાસ્થ્યને સારું રાખે છે.તેમના લગ્ન જીવનને સમૃદ્ધ બનાવે છે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મહત્વ:

Related image

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિએ માનવ શરીરના કપાળ પર હોય છે.મેષ રાશિના અધિષ્ઠાતા દેવ મંગળ છે જેનો રંગલાલ છે.લાલ સિંદુર મસ્તક પર લગાવવું હિન્દુ ધર્મમાં ખૂબજ મહત્વ ધરાવે છે.સિંદુર લગાવવુએ માત્ર પરણિત સ્ત્રીઓ માટેજ નહીંપણ એમના પતિઓ માટે પણ ખૂબજ શુભ છે.

ધાર્મિક મહત્વ:

Related image

સિંદુર લગાવવાની પ્રથા હિન્દુ ધર્મમાં વેદકાળથી ચાલી આવે છે.પુરાણો મુજબ જે સ્ત્રી સેથામાં સિંદુર લગાવે છે તેમના પતિને દીર્ઘાયુપ્રાપ્ત થાય છે.પતિ પત્ની વચ્ચેના સંબંધો ગાઢ બને છે.આપણે ત્યાં દેવીમાતાઓના મંદિરમાં સિંદુર ચડાવવામાં આવે છે.લાલ સિંદુરદેવીઓના આશીર્વાદ સમાન માનવામાં આવે છે.

વૈજ્ઞાનિક કારણ:

એક રિસર્ચ મુજબ પુરુષોની સરખામણીમાં મહિલાઓનો મસ્તિષ્ક ભાગ વધારે કોમળ અને સંવેદનશીલ હોય છે.સિંદુર લગાવવાથીનકારાત્મક ઉર્જા દૂર થાય છે.સકારાત્મક ઉર્જા વધે છે.સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સારું રહે છે.તેમગજને સક્રિય અને સચેત રાખે છે.સ્ટ્રેસને દૂરકરે છે.

Author: Urvashi Deshani  #TeamAapduJunagadh

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!