સિંધુતાઈ જે હજારો બાળકો માટે બન્યા મસીહા, એક સમયે તેમનું જીવન રેલ્વેના પ્લેટફ્રોમ પર વીત્યું હતું એ મહિલા આજે લોકોનો સહારો બની છે…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ  શુક્રવારે કેબીસીમાં કર્મવિર એપીસોડ માટે સમાજસેવિક સિંધુતાઈ સપકાલ પોહચ્યા હતા. આ શોમાં  સિંધુતાઈ તેની દીકરી મમતા સાથે જોવા મળ્યા હતા. બિગ. બી સિંધૂ તાઈને પગે લાગીને તેના આશીવાર્દ લીધા હતા. મહાનાયક અમિતાબ બચ્ચ્નએ તેમનો પરિચય બધા સમક્ષ આપ્યો હતો. સાસ-મા અને દાદી, નાની જે કહો એ બધુ સિંધુ તાઈમાં છે. સાથો સાથ સિંધુ તાઈએ પણ કવિતાઑથી પોતાની ભાવના  વ્યકત કરી હતી.

બિગબી એ તાઈને પૂછ્યું કે તમે  હજારો લોકોના મા કેવી રીતે બન્યા ? આ સવાલ પર તાઈ તેમના જીવનની તમામ વાતો અમિતાબ સાથે કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે મે મારી  દીકરીને જન્મ આપ્યો ત્યારે મને ઘરથી બહાર કાઢી મૂકવામાં આવી. એ  સમય હાલત એવી હતી હું મારા માવતરના ઘરે પણ ના જઇ શકું. મે મારુ જીવન રેલ્વે સ્ટેશન પર વિતાવ્યું.  હું સ્ટેશન પર ગીત ગાઈને મારુ અને મારી દીકરીનું પેટ ભરતી હતી. જ્યારે મને ઘરથી કાઢી મૂકવામાં આવી ત્યારે મારી દીકરી મમતા માત્ર 10 દિવસની હતી.

સિંધુતાઈ એ કહ્યું કે મારા પાસે રહેવા માટે ઘર પણ ન હતું. પ્લેટફ્રોમ  પર હું સૂતી-ભિખારીઓ સાથે જમતી અને રાત્રે હું શમશાનમાં સુવા જતી રહેતી કારણ કે મને ખબર હતી કે આ એક એવી જગ્યા છે જ્યાં કોઈ પણ પુરષ નહીં આવે. બેઘર અને નિરાધાર મહિલા પણ કોઈ પણ પૂરષની ખરાબ નજર લાગી શકે છે.

સિંધુ તાઈ  એ પણ કહ્યું કે જ્યારે હું ઘર વીનાની અને ભૂખી તરસી હતી ત્યારે મને બીજા ભૂખ્યા લોકોનું દુખ દર્દ પણ સમજાયુ. 20 વર્ષની  ઉંમરે મે મારા જિવનમાં ઘણું બધુ જોયું.  સિંધુ તાઈએ આજે 1200થી પણ વધુ  બાળકોની તે મા છે અને તેનું  ધ્યાન રાખે છે. આજે સિંધુતાઈ સૌની મા છે. ઘર નથી તેને રહેવા માટે છત આપ જેની માં નથી તેના તે માં બન્યા. આવા કામ કરનાર સિંધુ તાઈને ઘણા  બધા એવોર્ડ પણ મળી ચૂક્યા છે.સિંધુ તાઈ જ્યારે પણ ભાષણ દેવા માટે જતી ત્યારે તેના બદલામાં તે  અનાજ લઈને આવતી તેના બધા બાળકો માટે અને સમય જતાં તે  અનાથ બાળકો માટે એક મિશાલ બની ગયા અને આજે સૌ કોઈ તેને તાઈ કહીને બોલાવે છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!