શું તમે પણ હોટલમાં જાવ છો, તો જાણી લો આ સીક્રેટ જે માત્ર ત્યાં કામ કરતા માણસો ને જ ખબર હોય છે

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજે કોઈ પણ ધંધો હોય પણ લોકો પૈસા કમાવા માટે ગ્રાહકને મુર્ખ બનાવે છે. અને ખુબ જ સરળતાથી ગ્રાહક મૂર્ખ પણ બની જતાં હોય છે. આ દુનિયામાં એવા ઘણા માણસો છે જેનું કામ ગ્રાહકને ઠગવા અને મુર્ખ બનાવવાનું છે. નબળો અને નકલી માલ વહેંચવો, જરૂરથી વધારે ચાર્જ લેવો, એડવાન્સ લીધા પછી સર્વિસ બરાબર ન આપવી. આ રીતે ઘણા બધા પેંતરાઓ થી ગ્રાહકોને છેતરવામાં આવે છે. અને પોતે પૈસા વધારે કમાય છે.

જો આ વાત ઉદાહરણ સાથે સમજવામાં આવે તો વધારે આઇડિયા આવશે. આપણે આજે લોકો ને ઠગતા હોટલ વાળની વાત કરવાની છે જ્યાં હોટેલના બનતું જમવાનું કંઈ રીતે બનતું હશે? વાસી ભોજનનું હોટેલ વાળા શું કરતા હશે? બીલમાં વધારાના ટેક્સ લગાવતા હોય, હોટેલમાં સાફ દેખાતા રૂમ ખરેખર સાફ હોય છે ?, એવું પણ બનતું હોય છે કે હોટેલના બંધ રૂમમાં આપણી પર્સનલ એક્ટીવીટી પર નજર રાખવામાં આવતી હોય. અને એવી ઘણી બધી વાતો હોય છે જે ગ્રાહકની સામે નથી આવતી. તો મે તમને અવાજ હોટેલો કે રેસ્ટોરન્ટના ઘણા એવા એવા રાજો જણાવીશું જે ત્યાં કામ કરતા લોકોને જ ખબર હોય છે.

સુપ સ્ટોક

લગભગ લોકો જમવાની શરૂઆત સૂપ થી કરે છે. જેમાં મોટેભાગે લોકો વેજીટેબલ સૂપ પસંદ કરતાં હોય છે. પણ શું તમે જાણો કે તે સૂપ ખરેખર વેજીટેબલ છે કે નહીં ? રસોઈ ના નિષ્ણાંતો કહે છે કે વેજ કે નોન વેજ સૂપ સ્ટોક હોટેલો દ્વારા બનાવવામાં આવે છે જેની રેસીપી એક છે. વેજ સૂપ બનાવવા માટે વેજીટેબલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી ઘણા બધા એક્ઝોટીવ વેજીટેબલ પણ હોય છે. તે ખુબ જ મોંઘા હોય છે. હોટેલ્સ તેમાં પૈસા બચાવવા માટે સૂપમાં વેજીટેબલમાં વેજીતેબલની જગ્યા પર પ્રાણીઓના માંસના વધેલા ટુકડાનો ઉપયોગ કરતા હોય છે. કેમ કે નોન વેજ સૂપમાં પણ તેનો જ ઉપયોગ કરવામાં આવે છે.

વેલકમ ડ્રીન્કસ

જો તમે કોઈ સારી હોટેલ્સ માં જશો તો ત્યાં મોટેભાગે વેલકોમ કોલ્ડ્રીંક આપવામાં આવે છે. તમને જાણીને આચકો લાગશે કે આ માટે વપરાતા ગ્લાસ સાફ તો ઠીક છે પણ ધોયેલા પણ નથી હોતા અને માત્ર કોરા કપડા દ્વારા સાફ કરીને તેમાં જ્યુસ અથવા કોલ્ડ્રીંક આપી દેવામાં આવે છે. તે ગ્લાસને સાબુ વગર માત્ર પાણીથી સાફ કરીને મૂકી દેવામાં આવે છે. અને જો આપણે કોઈ બીમાર વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલો ગ્લાસ ફરી કોઈ વ્યક્તિને આપવામાં આવે તો તેના બેક્ટેરિયા તે વ્યક્તિની અંદર જાય છે. આ ખુબ જ ગંભીર મુદ્દો છે.

ટોવેલ્સ

મોટેભાગે જોવા મળ્યું છે કે કોઈ પણ હોટેલ્સ ગ્રાહક ને જે રૂમાલ આપવામાં આવે છે તે જ રૂમાલ દ્વારા હોટેલ સ્ટાફ ના માણસો વોશરૂમની સાફસફાઈ કરતા હોય છે. ત્યાર પછી તેને ધોઈને પાછા રૂમમાં પહોંચાડી દેવામાં આવતા હોય છે.

કિચનની અંદર ની હાલત

નામચીન અને 5 સ્ટાર હોટેલ માં તમે જશો તો તમને કિચનમાં અલગ અલગ રંગના કટિંગ બોર્ડ દેખાશે. જેમાં રેડ કલર માં નોનવેજ માંસ માછલી વગેરેને કાપવામાં આવે છે. અને સફેદ કટિંગ બોર્ડ પર બ્રેડ કેક જેવી વસ્તુ કાપવામાં આવતું હોય છે દરેક કટિંગ બોર્ડ પર લીલા શાકભાજી જેમ કે ડુંગળી, બટેટા, ટમેટા અને ઘણા બધા શાકભાજી કાપવામાં આવે છે. અને લાલ બોર્ડ પર માંસ માછલી કાપવામાં આવે છે. પરંતુ ઘણી હોટેલોમાં તે બોર્ડ માત્ર દેખાવના જ હોય છે. અને બધા કામ એક જ બોર્ડ પર કરવામાં આવતા હોય છે. તેમાં વધેલું ખાવાનું પણ ભરીને નાખવામાં આવે છે.

એઠી ખાણી પીણી

તમે કોઈ હોટેલ માં જઈને મેનૂ ચેક કરીને ઓડર આપશો ત્યા સુધીમાં વેઈટરથી લઈને શેફ સુધી બધા એઠું કરી નાખે છે. આપણી પાસે જમવાનું પહોંચે તે પહેલા ત્રણથી ચાર વાર ચાખી લેવામાં આવે છે. આ વાત હોટેલના મેનેજરને પણ ખબર હોય છે પરંતુ આ હરકત પર રોક લગાવ્યા પછી પણ આ કામ થતું જ હોય છે.

ડિશ સિસ્ટમ પ્રાઇસ

જ્યારે લોકો પાર્ટી કે ફંકશન નું આયોજન કરે છે ત્યારે ભાવ એક પ્લેટ પર નક્કી કરવામાં આવતા હોય છે. ૫ સ્ટાર હોટેલમાં એક પ્લેટની કિંમત મિનિમમ ૮૦૦-૧૫૦૦ રૂપિયા સુધી હોય છે. ત્યાં પણ આપણે હોટેલના સ્ટાફના ગોટાળાનો સામનો કરવો પડતો હોય છે. જેટલી પ્લેટ આપણે નક્કી કરીએ છીએ તેમાં પણ આપણને ૧૫ % પ્લેટનો ગોટાળો કરી નાખતા હોય છે. તેમાં થાય છે એવું કે આપણે ત્યાં કંઈ પણ ગણાતા નથી હોતા કે કેટલા મહેમાન આવ્યા અને કેટલી પ્લેટ થઇ. ખુબ જ આસાનીથી મેનેજર તેમાં ગોટાળો કરી નાખે છે. પછી આપણા વધી ગયેલા બીલની રકમ વસુલી છે.

બિલ માં ઠગાઇ

મારા ઘણી વારના અનુભવ પ્રમાણે બીલ ચૂકવતી વખતે બીલની સાચી કિંમત માં ટેક્સના નામે એક એક્સ્ટ્રા ચાર્જ જોડી દેવામાં આવે છે. કોઈ સમજદાર વ્યક્તિ દ્વારા આ મુદ્દો પકડાય જાય તો હોટેલનો સ્ટાફ સોરી બોલીને પોતાની ભૂલ માંથી છટકી જાય છે. અને વાત ત્યાં જ અટકી જાય છે.

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!