શું તમારી આંગળીઓ પણ પાણી માં પલળવાથી આવી થઇ જાય છે? તો આ અચૂક વાચો

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણા શરીર માં ઘણા એવા લક્ષણો કે મુવમેન્ટ થતા હશે જેના વિષે આપણને બધી માહિતી હોતી નથી. અમુક લક્ષણો જોઈ અને આપણે ચિંતા પણ થાય છે. આજે અમે તમને એવા જ એક લક્ષણ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. આજે જે વિશે વાત કરવાની છે તે છે આંગળીઓ જયારે થોડો સમય પાણી માં રહે ત્યારે તેમાં કરચલીઓ પડી જાય છે.

ઘણી વાર તમેં એવું જોયું હશે કે જયારે તમે પાણી ની બહાર આવો ત્યારે  તમારા હાથ અથવા પગ ની આંગળીઓ સંકોચાય જાય છે. મતલબ કે તેમાં કરચલીઓ પડી જાય છે. આવું જયારે થાય ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે થતું હશે? જો કે આ વસ્તુ હમેશા નથી રહેતી થોડી વાર માં આંગળીઓ હતી એવી થઇ જાય છે. પણ ફક્ત થોડી વાર માટે આંગળીઓ માં આ અસર થાય છે. આજે અમે તમને જણાવીશું કે શા માટે આંગળીઓ માં આવું થાય છે. આ કારણ દરેક વ્યક્તિ ને ખબર નથી હોતી.

પાણી માં વધુ પડતો હાથ રહે તો આપણી આંગળીઓ આ રીતે કરચલી વાડી થઇ જાય છે. હાથ ની કરચલી નું કારણ છે ઓટોનોમસ નર્વસ સીસ્ટમ. જયારે આપણે વધુ સમય પાણી માં રહીએ છીએ ત્યારે વેસટ્રોકન્ટ્રીકશન ના લીધે આવું થાય છે. આ માં હોય છે એવું કે પાણી માં માસ તે જગ્યા એ થી બીજી જગ્યા એ ખસી જાય છે. અને તે સમયે જ આપણી આંગળીઓ માં કરચલી પડી જતી હોય છે. અને આપણે ચિંતા માં પડી જઈએ છીએ કે આ કેમ થયું હશે.

વધુ પડતા લોકો આ વાત ને લઇ અને ચિંતા કરતા  હોય છે. તેઓ ને એવું લાગે છે કે આ કોઈ બીમારી હશે કે પછી નબળાઈ ના લીધે આવું થતું હશે. પણ હવે આવું થાય તો બિલકુલ ચિંતા ન કરશો. કારણકે જયારે આંગળીઓ માં આવી કરચલીઓ પડી જાય છે તે એક સારો સંકેત છે. આ દ્વારા એ ખબર પડી જાય છે કે આપણા શરીર માં રહેલું ઓટોનોમસ નર્વસ સીસ્ટમ બરાબર રીતે કામ કરે છે. માટે ચિંતા કરવાની જરા પણ જરૂર નથી.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!