આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શુભ કાર્યોમાં સૌથી પહેલાં ગણેશજીને યાદ કરવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય હોય એટલે ગણેશજીને યાદ કરવામાં આવે છે.ત્યારે આજે આપણે જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા અનુસાર વિઘ્નહર્તા શ્રી ગણેશજી ક્યાં પાંચ રાશીના જાતકો માટે શુભ છે જે તેમનાં જીવનના દુ:ખો અને વિઘ્નોને દૂર કરશે ચાલો ત્યારે જાણીએ આ પાંચ રાશિઓના જાતકોએ શું કરવાનું રહેશે જેનાં લીધે તેમનાં જીવનનાં દૂ:ખ દર્દ દૂર થઈ જશે.
વૃશ્ચિક રાશી
વિઘ્નહર્તા શ્રી ગણેશજીની કૃપાથી તમે શરૂ કરેલ વ્યવસાય મા તમને સફળતા મળશે. તમને તમારા દુશ્મનોથી છુટકારો પ્રાપ્ત થશે, તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. જે વ્યક્તિ વિદ્યાર્થી છે તેમણે પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થશે, તમારો પ્રતિસ્પર્ધી સ્વભાવ તમને વિજય અપાવવામાં મદદ કરશે, તમારું આરોગ્ય સારું રહેશે.આ સમય દરમ્યાન જે પણ જગ્યાએ રોકાણ કરવામાં આવશે ત્યાંથી ખૂબ સારો ધનલાભ થવાના યોગ બની રહ્યા છે.
વૃષભ રાશી
વિઘ્નહર્તા શ્રી ગણેશની કૃપાથી આ રાશિના જાતકો નો આવનારો સમય ખૂબ શુભ રહેવાન છે અચાનક ધન લાભ પ્રાપ્તિના યોગ ઉભા થઇ રહ્યા છે. ગણેશજીની કૃપાથી કાર્યક્ષેત્રમાં આવનારી તમામ અડચણો દુર થશે.આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમે કોઈ સારી જગ્યાએ ઈન્વેસ્ટ કરી શકો છો જ્યાંથી તમને ખૂબ સારો નફો થવા ના યોગ બની રહ્યા છે. તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. જે વ્યક્તિ વેપારી છે તેમના વેપારનો વિસ્તાર થઇ શકે છે. ઘર પરિવાર સાથે કોઈ ધાર્મિક પ્રવાસ ઉપર જવાનું આયોજન બનાવી શકો છો.
કર્ક રાશી
વિઘ્નહર્તા શ્રી ગણેશની કૃપાથી આ રાશિના જાતકોના અટકેલા દરેક કાર્યો સમયસર પૂરા થશે. આ બધા કરતા અલગ તરી આવવા ના કારણે તમે સફળ થઈ શકશો. મિત્રો તરફથી ખુશીના સમાચાર મળી શકે છે. અપરિણીત યુવતી યુવાનો માટે લગ્નજીવનમાં જોડાવાનો શુભ સમય છે. ધંધાની બાબતમાં કોઈ પ્રવાસ ઉપર જવું પડી શકે છે. તમારો સંપર્ક એક એવા વ્યક્તિ સાથે થઇ શકે છે જે તમારા માટે ઘણા મદદરૂપ સાબિત થશે.
મકર રાશી
મકર રાશિના જાતકોને શિવ પુત્ર શ્રી ગણેશની કૃપાથી માનસિક એવમ શારીરિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. . તમને આર્થિક નફો મળી શકે છે. ગણેશજીની કૃપાથી ધન સાથે સંબંધિત તમામ તકલીફો દુર થશે.હવે પછીના સમયમાં આવકનો કોઈ મોટો સ્ત્રોત મળી શકે છે. ઘર-પરિવારમાં આવી પડેલા સંકટમાંથી મુક્તિ મળશે. નોકરી સાથે જોડાયેલા લોકો માટે આવનારો સમય ખૂબ શુભ રહેશે. આ સમય દરમ્યાન તમને પ્રમોશન નો લાભ મળી શકે છે
કુંભ રાશી
ગોરી પુત્ર શ્રી ગણેશની કૃપાથી આ રાશિના જાતકો નું આવનારો સમય બદલાઈ જશે. ઘર પરિવારના સભ્યો માં રહેલો માનસિક તણાવ દૂર થશે. સ્વાસ્થ્યને લગતી દરેક સમસ્યામાંથી છુટકારો મળશે. જો તમે થોડો પ્રયાસ કરશો તો તમારા કાર્યક્ષેત્રમાં વધુ સફળ થઇ શકો છો. તમારા કિસ્મત પત્તુ ચમકવા લાગશે. તમે વિચારેલી દરેક ભૌતિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત થશે. તમને તમારા નસીબનો પૂરો સાથ મળશે, તમે કોઈ નવા કાર્ય પ્રત્યે ઉત્સાહિત રહેશો. પૂજા પાઠમાં તમારું મન લાગશે.
Comments
ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?
આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!