અંબાણી પરિવારે વહુ શ્લોકાનો બર્થ ડે ખાસ રીતે ઉજવ્યો, નીતા અંબાણીએ વહુ પાસે માંગ્યું કઈક આવું , જુઓ બ્રથ ડે નો આ ખાસ વિડીયો…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

અંબાણી પરિવાર હાલમાં ખૂબ ચર્ચામાં છે, બીઝનેસની  વાત  હોય કે પર્સનલ વાત  છ્તાં  પણ અંબાણી પરિવાર પર મીડિયાની ખબર હોય છે. હાલમાં થોડાં દિવસો પહેલા જાણવા મળ્યું હતું કે   સ્લોકા અને  આકાશએ 200થી વધુ  ગરીબ લોકોને ભોજન કારાવ્યું હતુ. ત્યારે ફરીથી જાણવા મળ્યું છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ આખા પરિવાર સાથે મળીને વહુ શ્લોકા આકાશ અંબાણીનો બર્થ ડે ખાસ બનાવ્યો. શ્લોકા અંબાણી તરીકે પહેલો બર્થ ડે  હતો એટેલ કોઈ સામાન્ય  રીતે તો સેલિબ્રેટ  ના કરે. હાલમાં સોશિયલ મીડિયા પર  આ બર્થડે ખૂબ ચર્ચામાં રહ્યો છે.

અંબાણી પરિવાર મોટી વહુના બર્થ ડે પર ખાસ વીડિયો બનાવ્યો છે. જેમાં શ્લોકાના બાળપણથી લઈને આકાશ સાથે લગ્ન સુધીની સફર જોવા મળશે.ધ લિટલ પ્રિન્સેસ’ શ્લોકાને અંબાણી પરિવાર લોકો બર્થ ડે  વિશ  કરે છે, જેમાં સૌથી પહેલ મુકેશ અંબાણી શ્લોકાને જન્મદિવસની શુભેચ્છા આપે છે. સાથે જ તેમણે શ્લોકા પાસે ગિફ્ટ પણ માગી છે. મુકેશ અંબાણીએ શ્લોકાને કહ્યું કે, તે જલદી જ ગુડ ન્યૂઝ સંભળાવે.

આ બાદ બીજા નંબરે તેમની સાસુ એટેલ કે  નીતા અંબાણીએ  સ્લોકાની ખાસ વાતો શેર કરી હતી જેમાં  પુસ્તકો, કપ કેક અને વિવિધ પ્રકારની ચા સાથે શ્લોકાને બર્થ ડે વિશ કર્યું. પુસ્તકો શ્લોકાના બેસ્ટફ્રેન્ડ છે તે વિશે નીતા અંબાણીએ વાત કરી. સાથે જ તેમણે કહ્યું- “તારા ઘરમાં આવવાથી મને અને આકાશને બીજું એક ક્રિકેટ ફેન મળ્યું, જે અમારી જેમ જ ક્રિકેટ માટે ક્રેઝી છે.” ક્રિકેટ સિવાય નીતા અંબાણીએ કહ્યું કે, શ્લોકાના ઘરમાં આવ્યા પછી તેમણે જુદા-જુદા પ્રકારની ચા ચાખી છે. અમુકના નામ પણ પહેલીવાર સાંભળ્યા.નીતા ખૂબ ખુશ છે શ્લોકાના આવાથી..

આ બાદ તેમના માતાપિતા  પણ દીકરીના જન્મદિવસ પર ભાવુક થઈ ગયા એને કહ્યું કે પપ્પા અને મમ્મી  તેના સારા સ્વાસ્થ્યની કામના કરી અને તેને ખૂબ યાદ કરે છે તેમ કહ્યું.

ઈશા અંબાણીએ તેની સ્કૂલ ફ્રેન્ડને બ્રથ ડે  વિશ કરતાં કહ્યું કે  કહ્યું, “શ્લોકા તું ઈચ્છતી હતી કે આપણે એક પરિવારના સભ્ય બનીએ. જો તારું સપનું સાકાર થયું છે. તું મારી બહેન જ નહીં બેસ્ટફ્રેન્ડ પણ છે. તું ખૂબ સારી વ્યક્તિ છે અને હંમેશા પોઝિટિવિટી ફેલાવે છે. તું મને સારું જીવન જીવવાની પ્રેરણા આપે છે.” તો ઈશા અંબાણીએ કહ્યું, “સ્કૂલમાં મારી બેસ્ટફ્રેન્ડથી શરૂ થયેલી આપણી સફર ભાભી સુધી આવી છે. હંમેશા ઉદાર, સકારાત્મક અને અમારા પડખે રહેવા માટે આભાર.”આ બાદ રાધિકા  અને આકાશ પણ જન્મ દિવસ પર ખાસ વાત કહી.

સૌ  કોઈને વિચાર આવતો હશે કે બધાંએ જન્મ દિવસની  શુભેચ્છાઓ પાઠવી પરંતુ તેના પતિ કેમ નહીં ? આપણે જણાવી કે આકાશએ  વીડિયોમાં સૌથી છેલ્લે આકાશે પોતાની ‘શ્લોકુ’ને બર્થ ડે વિશ કરી. આકાશે કહ્યું, “હેપ્પી બર્થ ડે શ્લોકુ. તારો જન્મદિવસ મારા માટે વર્ષનો સૌથી ખાસ દિવસ છે. કારણકે આ દિવસે તારો જન્મ થયો. ભગવાનનો આભાર માનું તેટલો ઓછો છે કે તેમણે તને મારી જિંદગીમાં મોકલી. છેલ્લા 11 વર્ષ ખૂબ સારા રહ્યા. સુખ-દુઃખની દરેક ક્ષણે આપણે સાથે રહ્યા. આપણા લગ્નના ચાર મહિના થયા છે અને આ સમય અદ્ભૂત છે. હું આખી દુનિયામાં સૌથી વધારે પ્રેમ તને કરું છું.”

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!