આજના ટિનેજરોની સમસ્યાઓનો ઉકેલ અટેલે નેટફિલ્ક્સની આ વેબ સિરીઝ જરૂર જોવી જોઈએ….

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય છે, આ વાતથી કોઈ અજાણ નથી! જેમ હાથોની પાંચ આંગડીઓ સરખી નથી હોતી તેવી જ રીતે માણસના વિચારો પણ સરખા નથી હોતા. તેમજ વિચારોના બે પ્રકાર છે સારા વિચારો અને ખરાબ વિચારો. આજે આપણે આ જ મુદ્રા પર વાત કરીશું.

વર્ષ 2019માં જાન્યુઆરીમાં જ નેટફિલ્કસ પર એક વેબ સિરીઝ આવી હતી જે ખૂબ જ ચર્ચામાં રહી હતી. ત્યારે આ વર્ષે પણ આ સિરીઝની સેકન્ડ પાર્ટ આવી ચૂક્યો છે. ત્યારે ખાસ કરીને આજના યુવાનો માટે આ વેબ સિરીઝ લોકપ્રિય રહી છે. આ એક બ્રિટિશ ટીન કોમેડી ડ્રામા છે. હા એ વાત અલગ છે કે આ સીરઝમાં સેક્સ સીન વધારે છે, પરંતુ તેનું પોઝીટિવ રિઝલ્ટ એ છે કે આ વેબ સિરીઝ માત્ર એક સેક્સ સીન જોવા માટે નથી પરંતુ તેમાં જે સેક્સ એજ્યુકેશન આપવામાં આવ્યું છે તે મહત્વનું છે.

 

View this post on Instagram

 

the heart wants what it wants. are you ready? like *really* ready?

A post shared by Sex Education (@sexeducation) on

આપણાં પુરાણોમાં પણ એક પુરાણા છે, જેમાં સેક્સ વિશે ઘણું બધુ લખાયું છે.તેનું ઉદાહરણ એટલે કામાસૂત્ર! દરેક સવાલનો જવાબ કામસૂત્રમાં છે. જેમાં સેક્સ સમસ્યાનો ઉકેલ આપવામાં આવ્યો છે. આમ પણ આજે સેક્સ એજયુકેશન આપવું જરૂરી છે. કહેવાય છે ને કે સેક્સ કરવું તો કોઈને પણ ગમે પરંતુ જાહેરમાં તેનાં વિશે કોઈ પણ વાત કરવાનુ પસંદ નથી કરતું. માત્ર સેક્સ નહીં પરતું અંગત સમસ્યાઓ વિશે પણ લોકો ચર્ચા નથી કરી શકતા.

 

View this post on Instagram

 

the birth of penus ?

A post shared by Sex Education (@sexeducation) on


દરેક વ્યક્તિએ પોતાના વિચારો બદલવવા જોઈએ. સેક્સ વિશે વિચારો આવવા એ કોઈ ખરાબ બાબત નથી કારણ કે તે એક કુદરતએ આપેલી એક ભેટ છે. કામની ઈચ્છા કોને ન થાય! આમ પણ આજના ટીનેજરોને સેક્સ એડજ્યુકેશન આપવું જોઈએ. ખુદ માતા પિતાઓ તેમના સંતાનોને બાળપણ થી એટલે કે જ્યારથી તેઓ સમજદાર થાય ત્યારથી જ તેમને સેક્સ વિશે માહતીગાર કરવા જોઈએ.

ચાલો ત્યારે આપણે સેક્સ એજ્યુકેશન વેબ સિરીઝ વિશે સમજીએ…
16 વર્ષના ઓટિસની મોમ એક સેક્સ ગુરુ છે! ટૂંકમાં થેરાપીસ્ટ છે, જે લોકોની અંગત સમસ્યાઓનું નિવારણ કરે છે! જીવનમાં આ એક જ એવું સુખ છે, જે દરેક વ્યક્તિઓને મળી શકે છે. સેક્સ એ પવિત્ર કાર્ય છે, કારણ કે જ્યારે બે પવિત્ર આત્માનું ઈચ્છાથી મિલન થાય ત્યારે જે અનુભૂતિની પ્રાપ્તિ થાય ત્યારે જે સુખ પ્રાપ્ત થાય છે, તેનાંથી વિશેષ બીજું શું હોય શકે. આજ વાક્યને સાર્થક કરે છે સેક્સ એજ્યુકેશનની વેબ સિરીઝ જે દરેક ટીનજરે જોવી જોઈએ. માત્રને માત્ર મનોરંજન માટે નહીં પરંતુ સેક્સ માટે અપાતું જ્ઞાન સમજવા જેવુ છે.

 

View this post on Instagram

 

(s)expressionism ?

A post shared by Sex Education (@sexeducation) on

16 વર્ષની ઉંમરે શારીરિક ફેરફરો આવી જ ચૂક્યા હોય છે, જે કાબૂમાં નથી રહી શકતા. ત્યારે ઓટિસની વાત અલગ છે. જેને માસ્ટરબેશન નામથી જ ચીતરી ચડે છે. હા એ વાત અલગ છે કે તેને પણ માસ્ટરબેશન કરવાનું મન તો થાય છે પરંતુ તે કરી નથી શકતો. આ વાત જ્યારે તેની મોમ ને ખબર પડે છે. ત્યારે તેને પોતાની સમસ્યા વિશે પૂછવાનું કહે છે પરંતુ ઓટિસ કોઈ પણ વાત કરવા નથી માંગતો. કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જયારે તે એક સ્ટુડન્ટની સેક્સ સમસ્યાનો ઉકેલ આપે છે, અને ત્યાર પછી ઓટીસને સમજાય છે કે તેનામાં પણ એજ ખૂબી છે જે તેની મોમમાં છે.

 

View this post on Instagram

 

look all we’re saying is that @gilliana could slam a door in our face and we’d say thank you

A post shared by Sex Education (@sexeducation) on

જ્યારે ઓટિસની ક્લાસમેટને આ વાતની જાણ થાય છે. ત્યારે તે એક સેક્સ ક્લિનિક ખોલવાનું વિચારે છે,જેથી કોલેજના દરેક યુવાનો અને યુવતીઓ પોતાની સમસ્યાનો ઉકેલ ઓટિસ કરી આપે છે. થોડા સમયમાં ઓટીસ સેક્સ ગુરુ બની જાય છે. આ વેબ સિરીઝમાં તમને માત્ર સેક્સ નહીં પરંતુ રિલેશનશીપ, ફ્રેન્ડશિપ, હોમોંસેક્સ્યુલીટી, રેસીઝમ જેવા મુદ્દાઓને સેંસ્ટિવ રીતે બતાવવામાં આવ્યા છે. સેક્સ વિશે જો જ્ઞાન મેળવવું હોય સેક્સ એજયુકેશન બેસ્ટ…. sex education 2 વિશે આપણે બીજા બ્લોગમાં વાંચીશું… to be continue

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!