સરકાર હવેથી વેચશે સસ્તામાં સોનુ, સાથે સાથે સરકાર આપશે બીજા અનેક લાભ, વાંચો વધુ વિગત

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સ્થાનિક માર્કેટમાં સતત વધી રહેલા સોનાના ભાવ વચ્ચે હવે સરકારે રોકાણકારોને સસ્તા દરે સોનું ખરીદવાની તક આપી છે. ઇન્વેસ્ટરો સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ માર્કેટ ભાવથી ઘણું સસ્તું સોનું ખરીદી શકશે. આ ઉપરાંત સોનાના વેચાણ પર થતા લાભ ઉપર ઇન્કમટેક્સના નિયમો હેઠળ છૂટ પણ મળશે. ચાલો જાણીએ આ યોજના અને સોનાની કિંમત વિષે વધુ વિગતમાં.

આ છે રોકાણનો યોગ્ય સમયગાળો :

આ યોજના હેઠળ રોકાણ કરવાનો યોગ્ય સમયગાળો ૯ થી ૧૩ સપ્ટેમ્બર છે. એટલે કે આ પાંચ દિવસ સુધી તમે આ સરકારી યોજનામાં રોકાણ કરીને પૈસા કમાઈ શકો છો. હમણાં થોડા દિવસોથી સોનાના ભાવ ઉંચી સપાટી ઉપર પહોંચ્યા હતા. પરંતુ સોવરેન ગોલ્ડ બોન્ડ યોજન હેઠળ તમે સસ્તામાં સોનું ખરીદી શકો છો.

શું છે ભાવ :

ભારતીય રીઝર્વ બેંક(RBI) એ જણાવ્યું છે કે, આ યોજના હેઠળ તમે ૩૮૯૦ રૂપિયા પ્રતિ ગ્રામ સોનું ખરીદી શકો છો. જો ગોલ્ડ બોન્ડની ખરીદી ઓનલાઈન કરવામાં આવે છે તો સરકાર આવા રોકાણકારોને ૫૦ રૂપિયા પ્રતિ ગ્રામ વધારાની છૂટ આપે છે. માટે ઓનલાઈન સોનું ખરીદવા પર રોકાણકારોને ૩૮૪૦ રૂપિયા પ્રતિ ગ્રામ સોનું પડશે.

એ પણ જણાવી દઈએ કે આ ગોલ્ડ બોન્ડ તમે બેંક, પોસ્ટ ઓફીસ, NSE અને BSE ઉપરાંત સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લીમીટેડ દ્વારા પણ ખરીદી શકો છો.

ઇન્કમટેક્સ માંથી કઈ રીતે મળશે છૂટ :

ગોલ્ડ બોન્ડનો પાકવાનો સમયગાળો ૮ વર્ષનો હોય છે. તેની ઉપર વાર્ષિક ૨.૫ ટકા લેખે વ્યાજ મળે છે. બોન્ડ ઉપર મળતા વ્યાજ રોકાણકાર ના ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ને પાત્ર હોય છે. પરંતુ તેની ઉપર કપાત એટલે કે TDS લાગતું નથી. જો બોન્ડને ૩ વર્ષ પછી અને આઠ વર્ષના એના પાકવાના સમયગાળા પહેલા વહેંચી દેવામાં આવે છે તો તેની ઉપર ૨૦ ટકાના દરથી લોંગ ટર્મ કેપિટલ ગેન(એલટીસીજી) ટેક્સ લાગશે. પરંતુ પાકવાના સમયગાળા બાદ વેચવા પર મળતું વ્યાજ કરમુક્ત રહેશે.

થોડા સમયથી સતત વધી રહ્યા છે સોનાના ભાવ :

આમ તો સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનાના રોકાણકારોને એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ ૫૦૦ ગ્રામ સોનાની ખરીદી કરવાની જ મંજુરી છે જયારે ઓછામાં ઓછું રોકાણ ૧ ગ્રામનું હોવું પણ જરૂરી છે. સરકારે આ બજેટ માં સોના પર આવક વેરો ૧૦ ટકા થી વધારીને ૧૨.૫ ટકા કરી દીધો છે. સાથે જ વૈશ્વિક સ્તર પર વધી રહેલી ખરીદીથી સોનાની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!