આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સરદાર સરોવર ડેમની મુલાકાતે આવ્યા છે. 70 વર્ષ બાદ પહેલી વાર નર્મદાનદીના નીર 138.મીટરની સપાટીએ પોહચ્યાં છે, ત્યારે આજે ખાસ નમામી દેવી નર્મદે કાર્યક્મનું પણ આ આયોજન કરવામાં આવ્યું છે. ચાલો ત્યારે આજે આપણે આ ભારતનો સૌથી મોટો ડેમ સરદાર ડેમ વિશે ખાસ વાત જાણીશું. આ ડેમ બનાવવાની પહેલ આઝાદી પહેલા થઈ હતી પરંતુ તેનું સપનુ પૂરુ વર્ષ 2017માં થયુ. ભારતના વડા પ્રધાન નરેંદ્રમોદીજી આ ડેમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બાદ આ ડેમ પાસે વિશ્વની સૌથી ઊચી પ્રતિમા સરદારભાઈની સ્ટેચું ઓફ યુનિટી બનાવામાં આવી. આજે દેશ વિદેશથી લોકો અહિયાં મુલાકાત લઈ છે.
નર્મદા માત્ર એક નદી નથી પરંતુ ગુજરાતની જીવાદોરી છે. નર્મદા સ્થિર નથી પરંતુ એ તેની ધૂનમાં ખણ ખણ વહેતી જાય છે. લાખો લોકોની તે રખેવાડ છે, લોકો નર્મદાને માં માંની પૂજે છે, દિવસે નર્મદા રાતે સાંજ ના સમયે માં રેવા. નર્મદા ઉપર ગુજરાતી લેખક એક પુસ્કત પણ લખ્યું છે અને આ શિવાય તેના પર હાલમાં એક ફિલ્મ પણ બનાવામાં આવી રેવા જેને હાલમાં નેશનલ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો.
નદી ડુબાવે કે રક્ષા કરે ? આ સવાલ દરેક મનમાં થાય, પરંતુ કહેવાય છે ને કે એ જેવી જેની ભાવના. આજે જ્યારે નર્મદા નદી પહેલી વાર આટલી જળ સપાટી પોહચી છે, ત્યારે આજે મોદીજી નીરના વધામણા કરશે,તમને જાણીને નવાઈ લાગશે કે સરદાર સરોવર ડેમ એ દેશનો સૌથી મોટો અને સૌથી વિવાદાસ્પદ ડેમ છે. તે કેવી રીતે બન્યો તે જાણીને તમને નવાઈ ચોક્કસ લાગશે.
દેશનો સૌથી મોટો બંધ, 65,000 કરોડનો ખર્ચઃ સરદાર સરોવર ડેમની ઊંચાઈ 138 મીટર છે જે દેશમાં સૌથી ઊંચો બંધ છે. તેનું શરૂઆતનું બજેટ 93 કરોડ રૂપિયા હતુ પરંતુ તેને બાંધવામાં 65,000 કરોડ રૂપિયા ખર્ચ થયો. તે બનાવવામાં 86.20 લાખ ક્યુબિક મીટર કોંક્રિટનો ઉપયોગ થયો છે. બંધમાં કુલ 30 દરવાજા છે અને બધા જ દરવાજાનું વજન 450 ટન છે. ડેમની વોટર સ્ટોરેજ કેપેસિટી 47.3 લાખ ક્યુબિક લિટર છે.
આઝાદી પહેલા થઈ હતી પહેલઃ સરદાર સરોવર ડેમ બનાવવાની પહેલ આઝાદી પહેલા થઈ હતી. 1945માં સરદાર પટેલે બંધ માટે પહેલ કરી હતી. 5 એપ્રિલ 1961માં દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેનો પાયો નાંખ્યો હતો પરંતુ અનેક કારણોસર આ પ્રોજેક્ટ લટકેલો રહ્યો હતો. પરંતુ 2006માં ડેમની ઊંચાઈ વધારીને 121.92 અને 138.90 મીટર કરવાની પરવાનગી આપી દેવાઈ હતી. આ રીતે સરદાર સરોવર ડેમ બંધાતા 56 વર્ષનો સમય લાગી ગયો હતો. 17 સપ્ટેમ્બર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધને ગુજરાત રાજયને સમર્પિત કર્યો હતો.
આ ડેમથી 4 રાજ્યોને ફાયદો થાય છે જેમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને ફાયદો પહોંચે છે. તેનાથી 18.45 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે. સિંચાઈની વાત કરીએ તો સૌથી વધુ ફાયદો ગુજરાતને મળે છે. અહીંના 15 જિલ્લાના 3137 ગામના 18.45 લાખ હેક્ટર જમીનની સિંચાઈ થઈ શકે છે. વીજળીનો સૌથી મોટો 57 ટકા હિસ્સો મધ્ય પ્રદેશને મળ્યો છે. મહારાષ્ટ્રને 27 ટકા, જ્યારે ગુજરાતને 16 ટકા વીજળી મળી રહી છે. રાજસ્થાનને ફક્ત પાણી મળે છે.આમ ભારતના વડાપ્રધાન મોદીજી આજે આ નર્મદાની નીર વધમણા કરશે સાથો સાથ ગુજરાતના દરેક જિલ્લાઑમાં પણ મોદીજીનો જન્મ દિવસ અને નર્મદા મહોત્સવ ઉજવાશે.
Comments
ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?
આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!