શું તમને સાંધાના દુ:ખાવાની તફલિક છે? તો આ ઘરગથ્ત્થુ ઉપચાર અપનાવો અને તમારી આ બીમારીથી છૂટકારો મેળવો .

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજે દરેક વ્યક્તિને અમુક સમય વીતતાં આ સમસ્યાઑ થતી હોય છે. જેમાં ઘણી વાર ઘૂંટણ , ખભ્ભા તથા કાંડા માં અસહ્ય પીડાઑ થતી હોય છે આ પીડા ના કારણે તમે તમારુ ધાર્યા મુજબ નુ કાર્ય ના કરી શકો. આ પીડા ને દૂર કરવા માટે આપણે અનેક પ્રકાર ની એલોપેથી દવાઓ નુ સેવન કરીએ છીએ પરંતુ , આ દવાઓના સેવન થી ફકત થોડા સમય માટે પીડા દૂર થાય છે તદુપરાંત આ દવા ના સેવન થી તમારા શરીર ને અનેક પ્રકાર ની આડઅસરો પણ પહોંચી શકે. જેમ-જેમ ઉંમર વધતી જાય છે તેમ-તેમ અનેક પ્રકાર ની સમસ્યાઓ આપણાં શરીર ને જકડી લે છે.

Related image

આમ જોઈએ તો એ સામાન્ય બીમારી છે પરંતુ , જો તેનુ યોગ્ય સમયે નિદાન કરવામાં ના આવે તો તે ભયાનક સ્વરૂપ ધારણ કરી લે છે. આ કારણે આપણે આ દર્દથી રાહત મેળવવા માટે લેપ કે મલમ લગાવતા હોઈએ છીએ. સાંધા નો દુ:ખાવો તથા સાંધા પર સોજો તે સમયે ચડે છે જયારે સાંધા માં કોઈ પ્રકાર ની અડચણ ઉભી થાય.

Related image

આ આડચણ અનેક કારણોસર ઉદભવી શકે.આ સમસ્યા ઉદભવવા પાછળ ના મુખ્ય કારણો સંક્રમણ , એલર્જી , સાંધા માં ઘસારો લાગવો , રહ્યુમેટોઈડ ઓર્થોરાઈટીસ , ઓસ્ટિઓર્થોરાઈટીસ , ગાઉટ , વાયરલ ઓર્થોરાઈટીસ , રહ્યુમેટીક લાઈમ ડિસિઝ , ડ્રગ-ઈડ્યુસ્ડ ઓર્થોરાઈટીસ , બર્સાઈટીસ જેવા અનેકવિધ કારણો હોય શકે. તો ચાલો આજે આપણે ઘરગથ્થુ ઉપચાર વિશે જાણીશું જેના લીધે સાંધાનો દુખાવો દૂર થશે.

Image result for sandha dukhavo

ઘરગથ્થુ નૂસ્ખો તૈયાર કરવા માટે ની આવશ્યક સાધન-સામગ્રી :-
મધ : ૧ કિલો , અળસી ના બીજ : ૧૦૦ ગ્રામ , કોળુંના બીજ : ૫૦ ગ્રામ , તલ ના બીજ : ૫૦ ગ્રામ , સૂકી દ્રાક્ષ : ૫૦ ગ્રામ , સૂરજમુખી ના બીજ : ૫૦ ગ્રામ , ઘઉં : ૫૦ ગ્રામ

Related image

બનાવવાની રીત : આ નૂસ્ખો તૈયાર કરવો અત્યંત સરળ છે. ઉપરોકત દર્શાવેલી સામગ્રીઓ માંથી મધ ને બાદ કરતાં બધી જ સામગ્રીઓ ને મિકસર માં નાખી ને ક્રશ કરી નાખો. ત્યાર બાદ આ ક્રશ કરેલા મિશ્રણ ને એક પાત્રમાં બહાર કાઢી લો. ત્યાર બાદ આ મિશ્રણમાં મધ ઉમેરી તેને વ્યવસ્થિત રીતે મિકસ કરો અને ત્યાર બાદ આ મિશ્રણ ને કાચની બરણીમાં સંગ્રહ કરી લ્યો અને નિયમિત સવારે તથા સાંજે ભોજન ગ્રહણ કર્યા ના ૧ કલાક પૂર્વે ૧ ચમચી જેટલું આ મિશ્રણ નું સેવન કરવું. જેથી તમારી આ સાંધા ની સમસ્યા જડમૂળ થી દૂર થઈ જશે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!