પુલાવ તો અનેક પ્રકારના ખાધા’ને ખવડાવ્યા, પરંતુ તમે આપુલાવ ક્યારેય નહીં ખાધો હોય!!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

તમે અનેક પુલાવો વિશે તો ચોક્કસ જાણતા હશો,પણ સંભારિયા પુલાવ વિશે તો નહીં જ જાણતાહોય. આવો આજે તમને જાણવું એક નવી રેસીપી જેનું નામ છે સંભારિયો પુલાવ… sambhariya pulao

sambhariya pulao

સામગ્રી:

10 થી 12 નંગ બાફેલી બટેટી,દોઢ કપ છૂટાબાસમતી ભાત, ઘી, એક સમારેલી ડુંગળી,સમારેલું એક લીલુંમરચું,તજ,લવિંગ, મરીપાઉડર, એલચી પાઉડર, સમારેલી કોથમીર,મીઠું- સ્વાદ અનુસાર.

વાટવાનો મસાલો:

ત્રણ કળી લસણ, 3-4 સૂકાં લાલ મરચાં,તજના 2 નાના ટુકડા, એક સમારેલી ડુંગળી, 2નંગ લવિંગ, ધાણા, કોથમીર, ચપટી એકહળદર (આ તમામ વસ્તુઓ વાટીને મસાલોતૈયાર કરી લો.)

મસાલાવાળી બટેટી બનાવવાની રીત:

  1. કડાઈમાં ઘી મૂકી, મસાલો સાંતળી લો.
  2. ઘી ઉપર આવે એટ્લે તેમાં બાફેલી બટેટીઓઅને મીઠું ઉમેરી બરાબર હલાવી લો.

પુલાવ બનાવવાની રીત:

  1. સૌપ્રથમ એક કડાઈમાં ઘી મૂકી, લવિંગ,તજ, મરી પાઉડર, મરચાં અને એલચી પાઉડરશેકી લો.
  2. હવે સમારેલી ડુંગળી ઉમેરી દો, તે ગુલાબીરંગની થાય એટ્લે અગાઉ તૈયાર કરેલા ભાતભેળવી દો.
  3. ભાતને બરાબર હલાવી તેમાં મસાલાવાળીબટેટીઓ ઉમેરી દો.
  4. કુકરના ખાનામાં ઘી લગાવી તેમાં પહેલાભાત પાથરો, ત્યારબાદ તેના પર દહી, ટમેટાનાટુકડા, લીલા મરચાં, કોથમીર અને નાળિયેરખમણ વડે ગારનીશિંગ કરો.
  5. આ ખાનાને કુકરમાં મૂકી, સિટી કાઢીનેઢાંકણું ઢાંકી દો.
  6. પાંચ-દસ મિનિટ પછી ગેસ બંધ કરી કુકરનેનીચે ઉતારી લો.
  7. ગરમાગરમ સંભારિયા પુલાવને સૂપ સાથેસર્વ કરો…

સંભારિયો પુલાવ ખાઈને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો હો…

Author: Morvee Raval #TeamAapduJunagadh

 

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!