શાકા લાકા બૂમ બૂમ સિરિયલના કિરદારો કરી રહ્યાં છે આ કામ ! આ કલાકારોને ઓળખી પણ નહીં શકો, જુઓ તસવીરો…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

જ્યારે નાના હતા ત્યારે બસ એક જ તમ્મના હતી કે સંજુ પાસે જે પેન્સિલ છે તે મને પણ મળી જાય તો કેવી મજા પડી જાય ! આ સપનું માત્ર સપનું બનીને રહી ગયું પરંતુ આજે પણ એ પેન્સિલની યાદ આવે છે. 90 દાયકાના બાળકો માટે કેટલાંય એવા ટીવી શો આવતા હતા જે આજે પણ હૃદયમાં ખાસ જગ્યા ધરાવે છે. 2000માં ટીવી પર બાળકો માટે આવો એક શો ખૂબ જ પોપ્યુલર હતો. તેનું નામ છે શાકા લાકા બૂમ બૂમ. દૂરદર્શન પર આ શોના શરૂઆતના 30 એપિસોડ દર્શાવાયા હતા. ત્યાર પછી વર્ષ 2000થી આ સીરિયલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી હતી. સંજુનું પાત્ર અને જાદુઈ પેન્સિલ આજે પણ કોઈ જોઈ લે તો બાળપણના દિવસોમાં પાછો ફરી જાય. તો ચાલો આજે આપણે જાણીએ કે આજે વર્ષો પછી એ કલાકાર કેવા લાગે છે અને શું કરી રહ્યાં છે.

સંજૂઃ એટલે રિલય લાઈફમાં કિંશુક વૈદ્ય નામનો આ અભિનેતા 28 વર્ષનો થઈ ગયો છે. તે હિન્દી સીરિયલોમાં કામ કરે છે.આજે ઘણા લોકો તેને ભાગ્યે જ ઓળખી શકતાં હશે.

હંસિકાઃ સીરિયલની કરૂણા એટલે કે હંસિકા મોટવાનીને તો તમે હવે સારી રીતે ઓળખતા હશો. તે હિંદીની સાથે સાથે તેલુગુ ફિલ્મોમાં પણ જાણીતું નામ છે. બાળપણમાં તે ફિલ્મ કોઈ મિલ ગયા ઉપરાંત ઘણી સીરિયલોમાં કામ કરી ચૂકી છે. તે હજુ પણ ફિલ્મોમાં એક્ટિવ છે.

ટીટોઃ સીરિયલના કોમેડી એક્ટર મનાતો ટીટો એટલે મધુર મિત્તલ. તે સ્લમ ડોગ મિલિયોનેર, વન ટુ કા ફોર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

સંજનાઃ સંજનાનું પાત્ર ભજવનાર રીમા વોહરાને સીરિયલની સ્ટાઈલિશ છોકરી માનવામાં આવતી હતી. તેણે મોટી થઈને સીરિયલમાં કામ ચાલુ રાખ્યું. તેણે ન આના ઈસ દેસ લાડો, ભારત કા વીર પુત્ર- મહારાણા પ્રતાપ, યમ હૈ હમમાં કામ કર્યું છે.

જગ્ગુ: શાકા લાકા બૂમ બૂમમાં સૌથી ડરપોક છોકરાનો રોલ કરનાર જગ્ગુ એટલે કે અદનાન જેપી મોટો થઈને આવો દેખાય છે.

ઝૂમરૂઃ તમને સંજૂનો મિત્ર ઝૂમરૂ યાદ જ હશે. આદિત્ય કાપડિયાએ આ રોલ ભજવ્યો હતો. મોટા થઈને તેણે પણ એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ, અદાલત, બડે અચ્છે લગતે હૈ, સૂર્ય પુત્ર કર્ણ જેવી સીરિયલોમાં કામ કર્યું છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!