ગર્ભવતી મહિલાઓએ કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા આ બાબતોનું ધ્યાન રાખો.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજે તમામ લોકો કોરોના વાયસર સામે લડી રહ્યા છે, આ વાયરસ સામે સુરક્ષિત રહેવા આપણે જ સાવચેત રહેવું. WHO દ્વારા અનેક સૂચનો આપવામાં આવેલ છે. ત્યારે હાલમાં જે રીતે કોરોના નો કહે વધી રહ્યો છે.

કોરાનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં 408 કેસ નોંધાયા છે. કોરોના વાઈરસનું વૃદ્ધ અને ગર્ભવતી મહિલાઓને વધારે જોખમ રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ગર્ભવતી મહિલાઓને કોરોના વાઈરસથી બચાવવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે.

WHOના જણાવ્યા અનુસાર, ગર્ભવતી મહિલાને કોરોના વાઈરસના પ્રકોપથી બચાવવા માટે અમુક બાબતોની કાળજી લેવી જરૂરી છે. આવું કરવાથી ન માત્ર તમે સુરક્ષિત રહેશો પરંતુ તમારા ગર્ભમાં ઉછરી રહેલ બાળકના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર નહીં પડે

ગભવર્તી મહિલાઓ આ ચાર બાબતનું ધ્યાન રાખવું.

1.સાબુ અથવા સેનિટાઈઝરથી નિયમિતપણે હાથ ધોવા.
2.તમારી આંખ કે નાક પર હાથ ના અડાવો.
3. બે વ્યક્તિઓ થી ચોક્કસ અંતર રાખો
4.ખાંસી અથવા છીંક આવે તે પહેલાં મોં ઉપર હાથ, ટિશ્યૂ અથવા રૂમાલ રાખવો

WHOએ ગર્ભવતી મહિલાઓને સલાહ આપી છે કે, તાવ, ઉધરસ, શરદી અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત મેડિકલ તપાસ કરાવવી. કોરોના વાઈરસના લક્ષણ દેખાય તો તમારી જાતને 2 અઠવાડિયા માટે આઇસોલેટમા રાખો. તેનાથી તમે, તમારું બાળક અને તમારી આસપાસના લોકો સુરક્ષિત રહેશે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!