જાણો શા માટે લોકો એકલતાથી પીડાઈ છે! જાણો એકલતાના લક્ષણો વિશે.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણાં જીવનમાં કોઈનું આવવું એટલે તેની પાછળ ઘણાં કારણો હોય શકે છે!  ક્યારેય કોઈ કારણ વિના આ જિંદગીમાં નથી મળતા! સંબંધો આપણે જાતે નક્કી નથી કરી શકતા! એક જ એવો સંબંધ છે જે આપણે ખુદ નક્કી કરી શકિએ છીએ. તે સંબંધ એટલે મિત્રતાનો સંબધ! આ જીવનમાં આપણી સાથે ઘણાં લોકો હોય છે, છતાં પણ એકલતા અનુભવીએ છીએ તેનું કારણ શું હોય શકે તે ક્યારેય વિચાર્યું ? કદાચ તેનો જવાબ નહીં જ મળે,માણસ તેના સ્વભાવથી ઓળખાય છે.દરેક માણસનો સ્વભાવ અલગ અલગ હોય છે, અને માણસ તેના સ્વભાવથી જ ઓળખાય છે! બે પ્રકારના વ્યક્તિઓ હોય છે, જેમાં એક ન બોલવા વાળા અને બીજા બહુ બોલવાવાળા. ક્યારેયક  કોઈ વ્યક્તિ જેવો હોય છે, તેવો દેખાતો પણ નથી. તેનું કારણ શું હોય શકે, તેનો જવાબ સ્વભાવ છે. એવો હુન્નર માત્ર થોડા લોકો પાસે જ હોય છે , આ કલા જે વ્યક્તિને આવડતી હોય તે જીવનમાં ક્યારેય દૂ:ખી નથી થતો.

Image result for alone boy"

હા બીજાને દૂ:ખી જરૂર કરી શકે છે. કેટલું અજીબ કહેવાય નહીં કે જે વ્યક્તિને આપણે જેવો માન્યો હોય તેનાથી અલગ તરી આવે.  સુખ અને દૂ:ખ એ આપણાં હાથમાં તો નથી પરંતુ આપણાં કર્મને આધીન હોય છે. આજે આપણે એક એવું જ દુખ એટલે કે  એકલતા વિશે જાણીશું! દરેક વ્યક્તિ એકલતાથી પીડાય છે, પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે શા માટે લોકો એકલાતાથી પીડાય છે.

Image result for alone boy"

જેમાં અમેરિકામાં એક સંસોધન કરવામાં આવ્યું હતું! આપણે  સૌ કોઈ જાણીએ છીએ કે અમેરિકાની વસ્તી અંદાજે 33 કરોડ છે, તેમ છતાં ત્યાં 61 ટકા એટલે કે દર 10માંથી 6 લોકો એકલતાથી પીડાઇ રહ્યા છે. નિરાશાજનક વાત એ છે કે તેમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં તો આવા લોકાની સંખ્યા 13 ટકા વધી ગઇ છે. બીજી ચોંકાવનારી વાત એ છે કે, જે યુવાનો સૌથી વધુ સોશિયલ મીડિયા પર સક્રિય હોય છે તેઓ પણ એકલતાથી પીડાય છે.

Image result for alone boy"

જેમની ઉંમર 30 કરતા પણ ઓછી છે અને એવા યુવાનો પણ છે જેમણે નોકરી કરતા માત્ર 6 મહિના જ થયા છે. આ ખુલાસો અમેરિકી ઇન્શ્યોરન્સ એજન્સી સિગ્નાના શુક્રવારે જારી કરાયેલા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. સિગ્નાએ 2018થી આ રિપોર્ટ તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ બીજો રિપોર્ટ છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ અમેરિકામાં એકલતા મહામારી બની રહી છે.

Image result for alone boy"

18-22 વર્ષના યુવાઓ વધુ એકલતાનો શિકાર: સામાન્ય રીતે માનવામાં આવે છે કે વૃદ્ધોને એકલતા વધુ સતાવે છે, પરંતુ સર્વેનું પરિણામ તેનાથી વિપરીત અને ચિંતાજનક છે. સર્વેમાં જણાવ્યા મુજબ 18થી 22 વર્ષના 50 ટકા યુવાનોના જણાવ્યા પ્રમાણે, તેઓ એકલતાનો અનુભવ કરી રહ્યા છે. તેમાં પણ એમની સંખ્યા વધુ છે, જે સોશિયલ મીડિયા પર વધુ સક્રિય છે. જ્યારે 58 ટકા મહિલાઓ અને 64 ટકા પુરુષોના જણાવ્યા પ્રમાણે, તમામ સુવિધાઓ છતાં તેઓ એકલતા અનુભવી રહ્યા છે.

જો તમારામાં  લક્ષણ હોય તો તમે એકલતાનો શિકાર બની શકો છો-

  • લોકો સુધી તમારી વાત પહોંચાડી નથી શકતા.
  • લોકો સાથે નજીકથી જોડાવામાં મુશ્કેલી.
  • ઘણા ઓળખીતા છતાં નજીકનો મિત્ર નથી.
  • એવું લાગે છે કે લોકો તમને સમજતા નથી.
  • લોકોની હાજરી હોવા છતાં એકલા રહેવાનું પસંદ કરો છો.
  • પોતાના અંગે નકારાત્મક ભાવના આવે છે.
  • સામાજિક ગતિવિધિઓ સાથે જોડાવાના પ્રયત્ન વખતે થાક અને કંટાળો આવતો હો

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!