રોમા માણેક જેવી લાગતી આ અભિનેત્રી કરી રહી છે ગુજરાતી ફિલ્મમાં ડેબ્યું ! તેને જોઈને રોમા માણેકની યાદ આવી જશે.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ગુજરાતી ફિલ્મની લોકપ્રિય અભિનેત્રીનું નામ જો આવે તો સૌથી પહેલા નામ આવે ‘સ્નેહલતા’ આજની પેઢી આ અભિનેત્રી વિશે અજાણ હશે. વર્ષો પછી ગુજરાતી ફિલ્મોમાં રોમા માણેકનું નામ સૌથી વધુ લોકપ્રિય હતું. જ્યાં સુધી યાદ છે તો રોમા માણેકની લોકપ્રિયતા કોઈ પણ અભીનેત્રી નથી છીનવી શક્યું. આનંદી ત્રિપાઠીએ ઢોલીવૂડમાં ફિલ્મો કરી પરંતુ રોમા માણેક જેવી લોકપ્રિયતા નથી મેળવી. આજના યુગમાં આરોહી, શ્રદ્ધા, જાનકી વગેરે અભિનેત્રીઓ લોકપ્રિય છે પરંતુ રાવમાં માણેક જેવી લોકપ્રિયતા નથી મેળવી શકી ત્યારે હવે ઢોલીવૂડમાં એક નવી અભિનેત્રીનું આગમન થઈ રહ્યું છે આ અભિનેત્રીને જોઈને તમને રોમા માણેકની યાદ આવી જશે. શું ખરેખર વર્ષો પછી રોમામાણેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વાપસી કરી રહી છે

અન્વેષી જૈનનું નામ ગુજરાતના ઓછા લોકો જાણતા હશે પરંતુ તેણે એકતા કપૂરની ગંદી બાત 2’માં પોતાની અદાઓ થી લોકોનું દિલ જીત્યું હતું, ત્યારે હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક નવી ઇમેજ બનાવવા આવી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે દર્શકોના દિલો પર રાજ કરી શકે છે.

ટીવી સીરિઝ ગંદી બાતથી મોટી ફેન ફોલોઈંગ મેળવી હતી, એક્ટ્રેસ અન્વેષી જૈન પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. અન્વેષી ફિલ્મ ‘જી’માં જોવા મળશે. આ ફિલ્મમાં અન્વેષી લીડ રોલ કરી રહી છે. મોડલિંગમાં સફળતા મેળવીને હવે અન્વેષી જૈન એક્ટિંગમાં હાથ અજમાવ્યો છે. આ પહેલા અન્વેષી 2018માં આવેલી ‘ગંદી બાત’ સીઝન 2 અને બોસઃ બાપ ઓફ સ્પેશ્યિલ સર્વિસમાં પણ જોવા મળી છે. એક્ટ્રેસ હોવા ઉપરાંત અન્વેષી સિંગર અને ડેટિંગ કોચ તેમજ મોટિવેશનલ સ્પિકર પણ છે.અન્વેષીના ફેન ફોલોઈંગની તો 2019માં અન્વેષી ગૂગલમાં સૌથી વધુ સર્ચ થયેલી સેલેબ્રિટી બની હતી. અન્વેષી જૈનના ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયન કરતાં પણ વધુ ફોલોઅર્સ છે.

આ અભિનેત્રીને જોતા જ સૌથી પહેલા તમને ગુજરાતી ફિલ્મની સૌથી લોકપ્રિય અભિનેત્રી જેને આપણે સૌ કોઈ રાધાના પાત્રથી ઓળખીએ છે. આજે તે ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રી દૂર હોય પરંતુ તેની લોકપ્રિયતા આજે પણ છે. 1998માં ગોવિંદ પટેલ દ્વારા નિમાર્ત પામેલી ફિલ્મ “ દેશ રે જોયા દાદા પરદેશ “ ફિલ્મે ગુજરાતી ફિલ્મની કમાણીમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની, એ સમયમાં જ્યારે માત્ર 5 રૂપિયા જેટલી ફી હતી ત્યારે તેનું કલેક્શન 22 કરોડ રૂપિયા થયું હતું. ત્યારે હવે જોવાનું રહ્યું કે રોમા માણેક જેવી લાગતી આ અભિનેત્રી તેની આગમી ફિલ્મ “ જી “ દ્વારા ગુજરાતી દર્શકોનું દિલ જીતી શકે છે કે નહીં !

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!