રોહિત શર્માએ આગામી વિશ્વકપની મેચ રમનારા આ ખેલાડીઓ વિશે આપ્યું કઇંક આવું નિવેદન!!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે સિરીઝ પહેલા 2019માં વિશ્વકપને લઈને મહત્વ સંકેત આપ્યા છે. તે સાથે ધ હિટમેનએ કહ્યુ હતુ કે, ટીમ ઈન્ડિયામાં એમ.એસ.ધોનીનું કેટલું મહત્વ છે. હિટમેનના નામથી ફેમસ ભારતીય ટીમના ઑપનર રોહતિ શર્મા પોતાની શાનદાર બેટિંગને કારણે જાણીતો છે. રોહિત શર્મા આજે દુનિયાના સૌથી શાનદાર બેટ્સમેન માટે જાણીતો છે. રોહિત શર્મા એવા કેટલાય રેકોર્ડ્સ પોતાના નામે કરી ચૂક્યો છે, જેને બનાવવાની ઇચ્છા દરેક બેટ્સમેનને હોય છે. હાલમાં તે સારા ફૉર્મમાં છે અને તે તેનો ફાયદો હંમેશા લે છે.rohit sharma

rohit sharma

ધોનીને કારણે ટીમ અને કપ્તાનને મદદ મળવા વિશે રોહીતે કહ્યુ કે, આટલા વર્ષોમાં અમે જોતા આવ્યા છીએ કે મેદાનની અંદર અને ડ્રેસિંગ રૂમમાં ધોનીની ઉપસ્થિતિ કેટલી અગત્યની છે. તેઓ હાજર હોય છે તો ટીમમાં શાંતિનું વાતાવરણ બની રહે છે. ધોનીની ઉપસ્થિતિને કારણે કપ્તાનને મદદ મળી રહે છે, અને પછી બેટિંગના સમયે તે ફિનિશિંગ ટચ ખૂબ જરૂરી છે.

આ સિવાય રોહિત શર્માએ 2019ના વિશ્વકપને લઈને વાત કરી હતી તેઓએ કહ્યું હતું કે વિશ્વકપમાં પણ તે જ ટીમ હશે કે જે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમશે. તેનો અર્થ છે કે એમ.એસ.ધોનીનું 2019ના વિશ્વકપમાં રમવાનું લગભગ નક્કી છે. ટીમમાં એક બે ફેરફાર થઈ શકે છે, તે પણ પર્ફોર્મન્સને આધારે અથવા કોઈ ખેલાડીને ઈજા થવા પર થઈ શકે છે.

રોહિત શર્મા પાસે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે સિરીઝમાં મહાન વિવ રિચર્ડને પાછળ છોડવાનો જોરદાર તક છે. રોહિત અને વિવ બંનેએ ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ-ત્રણ સદી કરી છે. રોહીતે આ કમાલ માત્ર 16 વન-ડેમાં કરી છે, જ્યારે વિવે 40 મેચોમાં ત્રણ સદી મારી છે. તેવામાં રોહીત પાસે કાંગારૂઓ સામે તેના જ ઘરઆંગણે સૌથી વધારે સદી બનાવવાનો રેકોર્ડ તેમના નામે કરવાની જબરદસ્ત તક હશે.

#TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!