રાષ્ટ્રપતિ ભવનની ખાસ ડિશ- દાળ રાયસીના

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણાં ગુજરાતીઓની ભોજનની થાળીમાં દાળ ભાત ન હોય તો થાળી અધૂરી લાગે છે. વિવિધ પ્રકારની દાળ તો તમે ચાખી જ હશે, પરંતુ આજ તમને જે દાળની રેસીપી જણાવશું એ બધી દાળ કરતાં થોડી અલગ છે. જેનું નામ છે દાલ રાયસીના. નામ સાંભળીને ચોક્કસ તમને થોડુંક અટપટુ લાગ્યું હશે, પરંતુ આપણા રાષ્ટ્રપતિ ભવનની સ્પેશ્યલ ડીશ છે એટલે જ તેને દાલ રાયસિના નામથી ઓળખાય છે. રાષ્ટ્રપતિ ભવન જ્યાં છે તે વિસ્તાર રાયસીના હિલ્સ કહેવાય છે. તેની ઉપરથી આ દાળનું નામ રાયસીના દાળ રખાયું છે. આ દાળ એટલી ફેસમ છે કે, જ્યારે પણ રાષ્ટ્રપતિ ભવનમાં સમારોહ હોય ત્યારે તે મેનુમાં હોય જ છે. દાલ રાયસીના અડદની દાળ જેવી જ હોય છે, પણ તેને બનાવવામાં ઘણો સમય લાગે છે.

સામગ્રી:

1/2 કપ અડદની દાળ(બાફેલી), 1/2 નાની ચમચી જીરુ, 1 ડુંગળી (ઝીણી સમારેલી), 1 મોટી ચમચી આદુ (છીણેલું), 1 મોટી ચમચી લસણ (ઝીણું સમારેલું), 2-3 લીલા મરચા (ઝીણા સમારેલા), 1 ટામેટું (ઝીણું સમારેલું), 1 નાની વાડકી ટોમેટો પ્યુરી, 1 નાની ચમચી જીરા પાવડર, 1 નાની ચમચી ધાણાજીરું, 1 નાની ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી કસૂરી મેથી, 1 મોટી ચમચી ક્રીમ, 2 નાની ચમચી તેલ, 1 મોટી ચમચી માખણ, મીઠું સ્વાદમુજબ, પાણી જરૂરિયાત મુજબ, કોથમીર(સજાવટ માટે)

રીત:

1.મીડિયમ તાપ પર એક પેનમાં એક ચમચી તેલ અને એક ચમચી માખણ ગરમ કરવા માટે મુકો. તેલ અને માખણના ગરમ થતા જ જીરું નાખો, જીરુમાં ડુંગળી, લસણ અને આદુ નાખી દો.

2.ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાચા ટામેટા અને મીઠુ નાખીને મિક્સ કરી દો અને પછી થોડું પાણી પણ મિક્સ કરી દો. જેથી આ નીચેથી બળે નહી. જેવી પેસ્ટ તેલ છોડવા માંડે ટોમેટો પ્યુરી, હળદર, ધાણાજીરું, જીરા પાવડર, ગરમ મસાલો અને લીલા મરચા નાખીને ચમચીથી ચલાવતા લગભગ 5 મિનિટ સુધી ચડવા દો.

3.થોડા સમય પછી બાફેલી દાળ મિક્સ કરો અને સરસ રીતે મિક્સ કરી લો. હવે પાણી નાખીને લગભગ 10 મિનિટ સુધી ઢાંકીને પકાવો.

4.10 મિનિટ પછી કસૂરી મેથી, લીલા ધાણા અને થોડું આદુ અને ક્રીમ નાખીને એકવાર ફરી મિક્સ કરી લો. બધી વસ્તુઓ મિક્સ કરી તેને 2 મિનિટ સુધી વધુ પકાવો અને તાપ બંધ કરી દો. ઉપર કોથમીર ભભરાવો. તૈયાર છે દાલ રાયસીના…

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!