શિવરાત્રિ પર્વ નિમિતે રાશિ પ્રમાણે કરો આવી રીતે મહાદેવની પુજા! આ રાશિના જાતકો સાથે થશે આવું …

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

દેવો ના દેવ મહાદેવ !  કહેવાય છે કે ભોળાનાથ દરેક વ્યક્તિઓની પીડાઓ દૂર કરે છે! આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મહાદેવની રીઝવવા આપણે તેમની આરાધના કરતાં હોઈએ છીએ, ત્યારે મહા વદ 13 શુક્રવાર 21 ફેબ્રુઆરી 2020ના રોજ દેવાધિદેવ ભગવાન શિવજીની જયંતિ મહાશિવરાત્રિનો પાવન પર્વ  આવી રહ્યો છે મહાદેવને શ્રાવણ મહીનો અને શિવરાત્રિ બહુ પ્રિય છે. ઋષિ-મુનિઓ આદિકાળથી ભગવાન શિવજીની વિવિધ પ્રકારે પુજા કરતાં આવ્યા છે. શાસ્ત્રોમાં શિવજીની પુજા માટે કોઈ ખાસ વિધિ-વિધાન બતાવ્યા નથી. માટે શુદ્ધ જળથી ભાવપૂર્વક ભગવાન દેવાધિદેવ મહાદેવ ઉપર અભિષેક કરવાથી પણ ભોળાનાથ પ્રસન્ન થાય છે. ચાલો ત્યારે જાણીએ કે શિવરાત્રિ પર્વ નિમિતે રાશિ પ્રમાણે કરવાના ઉપાય અંગેની તમામ માહિતી…

Image result for shivratri

શિવરાત્રિના દિવસે રાશિ પ્રમાણે આ ઉપાય કરી શકો છો

 1. મેષ

શેરડીના રસથી મહાદેવજી ઉપર અભિષેક કરવો. મધ અને ગોળથી બનેલી પ્રસાદી/નૈવેદ્ય ધરવાં. બીલીપત્ર ચઢાવવાં, લાલ ફૂલથી મહાદેવનો શ્રૃંગાર કરવો. ||ૐ શિવ વૈજનાથાય નમ:|| મંત્રની માળા કરવી. શિવ ચાલીસનો પાઠ કરવો.

 1. વૃષભ

ગાયના કાચા દૂધથી શિવલિંગ ઉપર અભિષેક કરવો. સાકર નાખેલું દહીં તથા સફેદ મીઠાઈનો પ્રસાદ/નૈવેદ્ય ધરવાં. બીલીપત્ર અને ચંપાના ફૂલથી ભગવાનનો શણગાર કરવો. તથા ||ૐ શિવ ધ્રુનેશ્વરય નમ:|| મંત્રનો જાપ કરવો. શિવ તાંડવ સ્ત્રોતનો પાઠ પણ કરવો.

 1. મિથુન

નારંગી અથવા સંતરાના રસથી ભોળાનાથજી ઉપર અભિષેક કરવો. કેળા, જામફળ, રાસબરી તથા દૂધીનો હલવો પ્રસાદ/નૈવેદ્ય રૂપે ધરવો. ||ૐ શિવ સેતુબંધ રામેશ્વરાય નમ:|| મંત્રની માળા કરવી તથા શિવ સહસ્ત્રનામનો પાઠ કરવો.

 1. કર્ક

ગાયના કાચા દૂધથી શિવલિંગ ઉપર અભિષેક કરવો. સાકર નાખેલું દહીં તથા સફેદ મીઠાઈનો પ્રસાદ/નૈવેદ્ય ધરવાં. બીલીપત્ર અને ચંપાના ફૂલથી ભગવાનનો શણગાર કરવો. ||ૐ શિવ ત્ર્યંબકેશ્વરાય નમ:|| મંત્રની માળા કરવી તથા દ્વાદશ જ્યોતિલિંગ સ્ત્રોતનો પાઠ કરવો.

 1. સિંહ

ગાયનું શુદ્ધ ઘી તથા મધથી ભગવાન ઉપર અભિષેક કરવો. કરેણના લાલ ફૂલથી ભગવાનના શ્રૃંગાર કરવો. મધ, ગોળ તથા ચૂરમાના લાડુનો પ્રસાદ/નૈવેદ્ય ધરવો. ||ૐ શિવ સોમનાથાય નમ:|| મંત્રની માળા કરવી. શિવ મહિમ્ન સ્ત્રોત્રનો પાઠ કરવો.

 1. કન્યા

નારંગી અથવા સંતરાના રસથી ભોળાનાથજી ઉપર અભિષેક કરવો. કેળા, જામફળ, રાસબરી તથા દૂધીનો હલવો પ્રસાદ/નૈવેદ્ય રૂપે ધરવો. ||ૐ શિવ કેદારનાથય નમ:|| મંત્રની માળા કરવી તથા શિવ સહસ્ત્રનામનો પાઠ કરવો.

 1. તુલા

ગાયના કાચા દૂધથી શિવલિંગ ઉપર અભિષેક કરવો. સાકર નાખેલું દહીં તથા સફેદ મીઠાઈનો પ્રસાદ/નૈવેદ્ય ધરવાં. બીલીપત્ર અને ચંપાના ફૂલથી ભગવાનનો શણગાર કરવો. ||ૐ શિવ કાશી વિશ્વનાથાય નમ:|| મંત્રનો જાપ કરવો. શિવ તાંડવ સ્ત્રોત્રનો પાઠ કરવો.

 1. વૃશ્ચિક

શેરડીના રસથી મહાદેવજી ઉપર અભિષેક કરવો. મધ અને ગોળથી બનેલી પ્રસાદી/નૈવેદ્ય ધરવાં. બીલીપત્ર ચઢાવવાં, લાલ ફૂલથી મહાદેવનો શ્રૃંગાર કરવો. ||ૐ શિવ નાગેશ્વરાય નમ:|| મંત્રની માળા કરવી. શિવ ચાલીસાના પાઠ કરવો.

 1. ધન

શુદ્ધ જળમાં કેસર મિક્સ કરી શિવલિંગ ઉપર અભિષેક કરવો. બદામ, કેરી, નારંગીના ફળ ધરવા, કેસરયુક્ત મીઠાઇ પ્રસાદ/નૈવેદ્ય રૂપે ધરવા. પીળા ફૂલથી ભગવાનનો શ્રૃંગાર કરવો. ||ૐ શિવ ૐકારેશ્વરાય નમ:|| મંત્રની માળા કરવી. શિવ લિંગાષ્ટક સ્ત્રોતનો પાઠ કરવો.

 1. મકર

તલનું તેલ તથા કાળા તલ મિશ્રિત શુદ્ધ જળથી ભગવાન ભોળાનાથ ઉપર અભિષેક કરવો. સાકર મિશ્રિત દૂધ, જાંબુ ફળ તથા દૂધપાકની મીઠાઇ પ્રસાદ/નૈવેદ્ય રૂપે ધરવા. વાદળી રંગના ફૂલોથી ભગવાનના શ્રૃંગાર કરવો. ||ૐ શિવ ભીમાશંકરાય નમ:|| મંત્રની માળા કરવી. શિવ સહસ્ત્રનામનો પાઠ કરવો.

 1. કુંભ

કાળા તલ મિશ્રિત ગાયનું દૂધ, સરસિયાના તેલ તથા ગંગાજળથી દેવાધિદેવ મહાદેવ ઉપર અભિષેક કરવો. સાકર મિશ્રિત દૂધ, જાંબુફળ તથા દૂધપાકની મીઠાઇ પ્રસાદ/ નૈવેદ્ય રૂપે ધરવા. વાદળી રંગના ફૂલથી તથા બીલીપત્રથી ભગવાનનો શ્રૃંગાર કરવો. ||ૐ શિવ મહાકાલેશ્વરાય નમ:|| મંત્રની માળા કરવી. પુરાણોક્ત રૂદ્રાભિષેકનો પાઠ કરવો.

 1. મીન

શુદ્ધ જળમાં કેસરનું મિશ્રણ કરી શિવલિંગ ઉપર અભિષેક કરવો. બદામ, કેરી, નારંગીના ફળ ધરવાં, કેસરયુક્ત મીઠાઇ પ્રસાદ/નૈવેદ્ય રૂપે ધરવા, પીળા ફૂલથી ભગવાનનો શ્રૃંગાર કરવો. ||ૐ શિવ ૐકારેશ્વર નમ:|| મંત્રની માળા કરવી. શિવ લિંગાષ્ટક સ્ત્રોતનો પાઠ કરવો.

Image result for shivratri

તપ, જપ અને દાન વડે શુદ્ધ બનેલાં મનુષ્ય શિવજીના દર્શન માત્રથી કૃતાર્થ બને છે. આ પાવન પર્વે ભગવાન શિવજીની ઉપાસના કરવા માટે બારેય રાશિના જાતકો માટે શાસ્ત્રોક્ત વિધાન નીચે મુજબ ઉલ્લેખવામાં આવ્યાં છે. કોઈપણ રાશિના જાતકો શિવ પંચાક્ષરી મંત્ર ||ૐ નમ : શિવાય|| ઉપરાંત નીચેના મંત્રોથી વિશેષ પુજા કરે તો સહસ્ત્રગણું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!