સરિતા જોશી જેને પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો! ચાલો જાણ્યો તેમના વિશે…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

મરાઠી કુળમાં જેનો જન્મ થયો, જેની રંગે રગમાં મરાઠી પણું વસ વસતું હોય, તેના દિલો અને દિમાગમાં ગુજરાતી પણું આવવુંએ કોઈ નાની વાત તો ન જ કહેવાય. આપણે એક રંગમચના એવા ચહેરાની વાત કરવા જઇ રહ્યાં છે, જેનું નામ તખ્તોની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. રંગમચ સાથે બાળપણ થી જ નાતો હતો. અભિનયની દુનિયામાં દર્શકોનું દિલ જીતવું એ સહેલી વાત ણ હતી.રમકડા રમવાની ઉંમરે તખ્તો પર બાઘોડીયા ભરતા ભરતા ક્યારે તેને પોતની કર્મ ભૂમિ બનાવી લેશે તે પણ જાણ નોહતી.

“આંખોથી બોલતી નવરસ ઘોળતી અભિનય છે એની વાણી, તખ્તો ગજાવતી તાળીઓ પડાવતી આપણી છે આ ‘નટરાણી’, છેલછબીલી સંતુરંગીલી ગજબ છે એની ત્વરા,આપણાં સહુની લાડકી છે પ્રવીણની આ સરા.”

મરાઠી પરિવારમાં જન્મ થયો , ત્યારે તેમનું નામ ઇન્દુમ ભોસલે હતું. રંગમચના જાણીતા દિર્ગદશીત પ્રવીણ જોશી સાથે તેમના લગ્ન થયા. આજે તેમની બંને દીકરીઓ કેતકી અને પૂર્વી અભિનેત્રીઓ તરીકે ખૂબ સફળ કારકિર્દી બનાવવામાં સફળ રહ્યાં છે.માત્ર સરિતા જોશી જ નહીં પરંતુ તેમના બહેન પદ્મારાણી રંગમચના જાણીતા નાટ્યકાર હતા. તેમણે ગુજરાતી અને હિન્દી ફિલ્મ જગતમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું. તેમના નાટકોના શો મહીનાઓ સુધી ચાલુ રહેતા. તેમના જીવનમાં બાએ મારી બ્રાઊંડી ખૂબ લોકપ્રિય નાટક રહ્યું હતુ જેના પર સુપર નાની નામની બોલીવૂડમાં ફિલ્મ પણ બની.

સરિતા જોશીના જિવનામાં સૌથી કોઈ યાદગાર પાત્ર હોય તો તે છે, સંતુ રંગીલીનું પાત્ર. તેમના થકી તેમને ઓળખ બની એવું તો ન કહી શકાય પરંતુ એક અભિનયની આત્માને તેનું શરીર મળ્યું. આજે પણ સરિતાની અંદર સંતુ નામનું પાત્ર જીવંત છે.જેમ પદ્મારાણીના જીવનમાં માત્ર તખ્તો જ તેમની દુનિયા હતી! આજે તે ભલે આ દુનિયામાં નથી પરંતુ આજે પણ તેમની અભિનયની આપેલી ભેટો થકી પડદા પર હંમેશા જીવંત રહે છે. સરિતા જોશી હાલ પણ ગુજરાતી ફિલ્મો અને ટેલિવૂડમાં જોવા મળે છે, તેમના ચહેરા પરનું સ્મિત તેમની ખૂબસુરતીમાં વધારો કરે છે. તેમની બોલવાની છટા પણ એવી છે કે બસ તમે તેને સાંભડયા જ કરો. આજે આપણે માત્ર સરિતાજીની અને તેમની બહેન પદ્મારાણીની વાતો કરી પરંતુ આગમી બોલ્ગમાં સરીતા જોશીના જીવનની સફર વિશે માણીશું.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!