આજે જાણો છે રાંધણ છઠ, તો ચાલો જોઈએ છઠનો પૌરાણિક મહિમા , સાથે જોઈએ હળ છઠનું મહત્વ !!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આમ જોઈએ તો આખી શ્રાવણ મહિનો તહેવાર જ હોય છે.  શ્રાવણ માસમાં આવતા પવિત્ર સોમવારનું મહત્વ પણ ત્યોહારથી ઓછું તો નથી જ. સાથે સાથે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન, રાંધણછઠ, સાતમ-આઠમ ત્રીજ વ્રત આમ આ પવિત્ર માસમાં દરેક દિવસ તહેવાર જેવો જ હોય છે. ઘણી જગ્યાએ તો આખો શ્રાવણ માસ મેળા લાગ્યા હોય છે. સાથે સાથે દરેક શિવ મંદિરે ભકતોના ટોળે ટોળાં તો જોવા મળશે જ. ટૂંકમાં આ આખો મહિનો ત્યોહારનો અને ખુશીનો મહિનો છે. તો ચાલો આજે આ લેખમાં આજે રાંધણછઠ હોવાથી આપણે છઠનું મહત્વ જોઈએ અને સાથે સાથે આ દિવસે ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલરામનો પણ જન્મદિવસ  હોવાથી આ દિવસને હળ છઠ પણ કહેવામા આવે છે. તો ચાલો બંનેનું જોઈએ પૌરાણિક મહત્વ.

રાંધણ છઠનું મહત્વ :

રાંધણ છઠના દિવસે લોકો ઘરે ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે. આ દિવસે આખો દિવસ દરેક સ્ત્રી નવી નવી વાનગી બનાવશે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે  બનાવેલ ભોજન અને પકવાન ખાવાનો મહિમા રહેલો છે. જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ને પ્રાર્થના કરવામાં આવે છે સુખી જીવન માટે અને પછી જ બનાવેલ ભોજન જમવામાં આવે છે. અને ત્યારબાદ જન્માષ્ટમીને દિવસે ઉપવાસ કરી આમ સાતમ આઠમની ઉજવણી કરવામાં આવે છે.

રાંધણ છઠના દિવસે લોક વાયકા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે. અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધી પૂર્વક ઠારી દેવામાં આવે છે. જો માતા શીતળા ને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે, માટે રાંધણછઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે. આધુનિક જમાનમાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે. એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપના શરીરમાં થતાંઅન્ય વિકાર પણ શાંત થઈ જાય છે.અને શરીર એકદમ  નીરોગી બની રહે છે.

તો ચાલો હવે જોઈએ હળ છઠનું મહત્વ :

શ્રાવણ મહિનામાં  કૃષ્ણ પક્ષની છઠનો  તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઈ શ્રી બલરામજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રી બલારામજીનો જન્મ થયો હતો. શ્રી બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ  છે. આ કારણોસર તેમને હલાધર પણ કહેવામાં આવે છે. આ ઉત્સવનું નામ શસ્ત્રના નામ  ‘હળ” પરથી રાખવામા આવ્યું છે. ભારતના કેટલાક પૂર્વી ભાગોમાં તેને ‘લાલાય છઠ’ પણ કહેવામાં આવે છે.

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!