આજના દિવસે થયો હતો અનંતને જાણનારા મહાન વ્યક્તિત્વનો જન્મ

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

પ્રસિદ્ધ ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ થયો હતો. તેથી આ દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. વર્ષ 2012માં પ્રધાનમંત્રી મનમોહન સિંહે શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઘોષિત કર્યો.રામનુજનનો જન્મ ઇરોડ, મદ્રાસ(હાલનું તામિલનાડુ)માં થયો હતો. તેઓ જન્મજાત તમિલ બ્રાહ્મણ હતા. તેમના પિતા કે.અયંગર એક સાડીની દુકાનમાં કામ કરતા જ્યારે તેની માતા ઘર ચલાવતી. તેઓનું ઘર કુંભકોણકમાં સારંગપાની સંનિધિ સ્ટ્રીટમાં હતું. જ્યાં રામાનુજન મોટા થયા હતા. એ જગ્યાએ હાલમાં એક ગ્રહાલય બનાવવામાં આવ્યું છે.

શુદ્ધ ગણિતમાં કોઈ તાલીમ ન મળી હોવા છતાં તેઓએ ગણિત વિશ્લેષણ, સંખ્યા સિદ્ધાંત, અનંત શૃંખલા તથા ગણિતની અઘરી ગણાતી અનેક બાબતોનું સમાધાન પણ આપ્યું. 1917માં, રામનુજનને લંડન મેથેમેટિકલ સોસાયટીના સદસ્યના રૂપમાં ચૂંટવામાં આવ્યા. 1918માં રોયલ સોસાયટીની ફેલૌશિપ તેને પ્રદાન કરવામાં આવી. તેમણે તેને સૌથી નાની ઉંમરે આટલી મોટી પ્રસિદ્ધિ હાંસલ કરવાવાળી વ્યક્તિનું બહુમાન આપ્યું. દુઃખની વાત તો એ છે કે, તેમના સ્વાસ્થ્ય અંગેની સમસ્યાને કારણે 26, એપ્રિલ, 1920ના રોજ તેમનું નિધન થયું.તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક અસફળતા મળવા છતાં ગણિતને ખુબજ મહત્વ આપ્યું. તેઓ જે બતાવવા માંગતા હતા તે ખુબજ કઠિન અને સામાન્ય લોકો માટે અજાણ્યું હતું. છતાં તેઓએ કદી હાર ન માની.

Authore: Sumit Jani #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!