કુંડળીમાં રાહુ-કેતુ અને શનિની દશા બગાડવા પર મળે છે આ સંકેત, જાણો એની મુક્તિના ઉપાય !!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ-કેતુ અને શનિને સૌથી પાપી ગ્રહ માનવામાં આવે છે, જો વ્યક્તિની કુંડળીમાં તેનો ખરાબ પ્રભાવ હોય છે, તો તે વ્યક્તિને ઘણી મુશ્કેલીઓમાંથી પસાર કરે છે, તેના કામમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. એવું લાગે છે કે, જો કુંડળીમાં રાહુ કેતુ અને શનિની સ્થિતિ વધુ ખરાબ થાય છે, તો પછી વ્યક્તિ અને વ્યક્તિના જીવનમાં હંમેશાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે સાથે તે કંઇક બાબતે હંમેશા નિરાશ રહ્યા કરે છે.

આજે અમે તમને રાહુ કેતુ અને શનિના સંકેતો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં આવી દશા ચાલતી હોય તો તેના પણ ઉપાયો અમે આપવાના છીએ જેના કારણે તમને જરૂર રાહત મળશે.

રાહુની ખરાબ અસર અને તેનાથી બચવાના ઉપાય : જો રાહુ કોઈ વ્યક્તિની કુંડળીમાં ખરાબ દશામાં બેઠો હોય, તો તેના જીવનમાં અચાનક ઘટનાઓ બનવા લાગે છે, તેના મનમાં એક પ્રકારનો ભય રહે છે, રાહુના દુષ્પ્રભાવોને લીધે વ્યક્તિ કપટી અથવા બેઇમાન બની શકે છે. એટલે કે, વ્યક્તિની પ્રગતિમાં અવરોધો આવવાનું શરૂ થાય છે, રાહુની કુંડળીમાં જેવી ખરાબ દશા બેસે કે વ્યક્તિને માનસિક પરેશાની થવા લાગે છે અને એ કારણે જ તેના દુશ્મન વધવા લાગે છે. જો તમે રાહુના દુષ્પ્રભાવોથી બચવા માંગો છો, તો આ માટે તમે તમારા માથા પર એક છોટી રાખો, પરંતુ જો તમે કોઈ નિષ્ણાતને આ વિશે પૂછો, તો તે તમારા માટે ખૂબ સારું રહેશે, જો તમે ભોજન કરી રહ્યા હોય હંમેશાં જમવાના ઓરડામાં જમવાનું રાખો. કરો, તમારા સાસુ-સસરા સાથે સારા સંબંધ રાખો, આ ઉપરાંત તમે ચાંદીના હાથી બનાવી એ હાથીને તમારા ગહરમાં જરૂર રાખો.

કેતુની ખરાબ અસરો અને તેનાથી બચવાના ઉપાયો : જો કેતુ કોઈની કુંડળીમાં ખરાબ સ્થિતિમાં હોય, તો તેનાથી સાંધાનો દુખાવો થાય છે, સાથે સંતાન પ્રાપ્તિમાં અડચણ આવે છે અથવા ઘરના પરિવારમાં કોઈ પ્રકારનો વાદ વિવાદ થયા કરે છે. ઉપરાંત કેતુ કોઈની કુંડળીમાં છે તો જો તે શુભ છે, તો આને લીધે, વ્યક્તિને બાળકની પ્રતિષ્ઠાનું સુખ મળે છે અને તેને રાત્રે સારી ઊંઘ આવે છે, પરંતુ કેતુની ખરાબ સ્થિતિને કારણે વ્યક્તિ રાત્રે સૂઈ નથી શકતો. અને તેના જીવનમાં પ્રગતિ અટકી જાય છે. જો તમે કેતુના દુષ્પ્રભાવોથી બચવા માંગો છો, તો આ માટે તમારે બાળકો સાથે સારા સંબંધો રાખવા જોઈએ, કારણ કે બાળકો કેતુનું જ સ્વરૂપ હોય છે, તમે ભગવાન ગણેશની ઉપાસના કરો , તમારા કાનને વીંધેલા રાખો, કોઈ મંદિરમાં સફેદ અને કાળા રંગના બે કંબલનું દાન કરો. આ ઉપરાંત તમે દ્રી રંગી કૂતરાને રોટી ખવડાવો અથવા પાળો.

શનિના દુષ્ટ પ્રભાવના સંકેતો અને તેનાથી બચવા માટેના ઉપાય : જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ ખરાબ હોય, તો આને કારણે દેવું વધે છે, દેવુના કારણે ઘર વેચવાનો સમય આવી શકે છે. શરીરના ભાગોના વાળ ઝડપથી ખરવા લાગે છે, સંપત્તિનું નુકસાન થાય છે, આંખો સંબંધિત નબળાઇ શરૂ થાય છે.

જો તમારે શનિના દુષ્પ્રભાવોથી બચવું છે, તો આ માટે તમે ભૈરવજીના મંદિરે જાવ અને તમારા પાપો માટે માફી માંગો, બધી પ્રકારના ખોટા કામ કરવાથી દૂર રહો, તમારા શરીરને દરરોજ યોગ્ય રીતે સાફ રાખો, તમારા વાળ, દાંત અને નખને બરાબર સાફ કરો, દરરોજ તમે કાગડાને રોટલી ખવડાવો અને છાયા દાન કરો તમે વાટકીમાં થોડું સરસવનું તેલ લો અને એમાં તમારો ચહેરો જોઈ શનિ મંદિરમાં મૂકી આવો સાથે દરરોજ હનુમાન ચાલીસા વાંચો.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!