સફળતા માટે મહેનતની જરૂર નથી દાનતની જરૂર છે ! તમે વારંવાર નિષ્ફળતાનો સામનો કર્યો છે ?આ લેખ જરૂર વાંચજો તમારું ભાગ્ય બદલાય જશે.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

પાવર ઓફ થીંકીંગ….” સફળતા માટે દાનતની જરૂર છે. ” દરેક મનુષ્ય જ્યારે આ પૃથ્વી પર જન્મ લઈ છે , ત્યારે બધા એક જ વિચાર લઈને જન્મ લઈ છે કે જીવનને સુખ મય બનાવું છે. દરેકના મનમાં વિચાર આવે કે સફળતા કઈ રિતે મેળવી તો તે પણ વિચારથી જ થઈ શકે છે. તમે જેવા વિચારો કરો તેવું જ તમારું કાર્ય થાય. કોઈ પણ વસ્તુઓનું સર્જન વિચારો દ્વારા થાય છે. પૂજ્ય સ્વામી શ્રી શાસ્ત્રી મહારાજ જ્યારે ઋષિકેશ ગયા ત્યારે તેમને ગુરુકુલનો વિચાર આવ્યો. ત્યારે આજે આ સ્વપ્ન સાકર થયું.. માત્ર વિચાર કરવાથી કોઈ વસ્તુઓ સાકર નથી બની જતી. તેના માટે મહેનત કરતા પણ વધારે દાનતની જરૂર છે.

Related image

વિચાર એટલે શુ ? વિચાર એટલે રુચિ, ઈચ્છા. જે વસ્તુ પ્રત્યે આપણે રુચિ હોય તે વસ્તુ આપણે પામવાનો વિચાર આવે ત્યારે એ વસ્તુ આપણે મળી જાય છે. માત્ર વિચાર કરવાથી નથી મળી જતી પણ આપનો વિચાર દ્રઢ હોવો જોઈએ. ભગવાન પર વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન મારી સાથે છે. આપણે જ આપણું જીવન ઘડીએ છીએ. આપણા જીવનનો આધાર પણ વિચાર જ છે. દરેક માણસ પોતાના વિચારોથી જ પોતાનું જીવન ઘડતર કરી શકે છે.

Related image

આકર્ષણ નો સીધાંત – કોઈ પણ વિચાર ક્યારે આવે જ્યારે તે વસ્તુઓ પ્રત્યે તેમને આકર્ષણ હોય. વિચારોની ફેકન્સ્ટી હોય છે ( તરગલાંબાઈ ) દરેક માણસ ને રોજ ના ૭૦,000 જેટલા વિચારો આવે છે. તમારા વિચારો દ્રારા તમે તમારું જીવન બદલી શકો છો.

Related image

સફળતા એ પસંદગી નથી ચાન્સ છે.  આપના વિચાર એજ આપણું જીવન છે. આપના જીવન નો આધાર વિચાર પર છે. વિચારથી જ બધું થાય છે. આપણે આગળ વધી નથી શકતા એનું કારણ પણ વિચાર છે. તમારો વિચાર જો દ્રઢ હોય તો તમે કોઈ પણ સારું કાર્ય મહાન બની જાય. વિચાર જો જીવ સાથે જોડાઈ જાય તો તે ક્રિયા સત્ય બની જાય. સફળતા માટે મહેનતની જરૂર નથી દાનતની જરૂર છે. પોતાના પર આત્મવિશ્વાસ હોવો જરૂરી છે.હમેશા સફળતા માટે પણ વિચારવું. બીજા વ્યક્તિથી ડરવું નહિ પણ સારા વિચાર કરવા. ભગાવાન પર ભરોસો રાખવો.જતું કર્યું તો સુખિયા થાયે.

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!