પિઝા ડિલેવરીનું કામ કરતો આ યુવાન બન્યો પોલીસ ઓફિશર , આ વ્યક્તિને બનાવ્યા પ્રેરણારૂપ…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

કોણ કહે  છે કે સપના પૂરા નથી થતાં ! એક વાર  આંખ બંધ કરીને સપના તો જોવો અને પછી એ સપનાને પૂરા કરવા માટેના સપના જોવાનું શરૂ કરો અને લાંગી જાવ મહેનત કરવા પછી જોવો સફળતા તમારી નજર સમક્ષ હશે. આ વાત માત્ર વાંચવા કે  સાંભળવામાં સારી લાગે તેવું નથી. હાલમાં સોશીયલ મીડિયા પર એક યુવાન ખૂબ ચર્ચામાં છે, ચાલો જાણીએ આ યુવાન વિશે..

જમ્મુ કશ્મીરમાં રહેતો  એક યુવાન જેનું  સપનું હતું  પોલીસ ઑફીશર બનવાનું પરતું  કહેવાય છે  ને કે સપના એમ થોડી સાકાર થઈ જાય. આ યુવાને તેના સપના પૂરા કરવા માટે ખૂબ મહેનત કરી છે. જમ્મુ કશ્મીરના દરેક યુવાનો માટે આ યુવાન પ્રેરણારુપ બની રહેશે  કારણ કે આજના યુવાનો આંતકવાદી અને બીજા ઘણા કામોમાં  જોડાય રહ્યા છે, આનું કારણ છે ત્યાંનું વાતાવરણ.

આ યુવાનનું પરિવાર  મધ્યમ વર્ગીય એટ્લે અભ્યાસની સાથો સાથ આ યુવાન પિઝા  બોય તરીકે કામ કરતો હતો અને સાથો સાથ તેને કાર સાફ કરવાનું  કામા કર્યું છે. આ યુવાન સાથો સાથ પોલીસ ઓફિસર બનવા માટે પણ તૈયારી કરી રહ્યો હતો. કોઈ કહ્યું છે ને કે ભગવાન હમેશા આપણી સાથે હોય છે, અને એ આપણી કસોટી  ભલે કરે પરતું ક્યારે અધ વચ્ચે છોડી નથી જતાં એક સમય એવો આવે કે ભગવાન તમારી સફળતાનું પરિણામ તમારી સમક્ષ રાખે છે.

જમ્મુ કશ્મીરમાં આઈપીએસ ઓફિશર સંદીપ ચૌધરી એક ડ્રીમસ નામનું  કોચિંગ ચલાવે છે જેમાં તેઓ યુવાનોને તૈયાર કરે છે, તેમના સપના પૂરા કરવા માટે. મોઈન ખાન નામનો યુવાન પણ સંદીપ ચૌધરીને ત્યાં પોલીસ પરીક્ષાની તૈયારી કરતો હતો અને તેમના થકી આજે  તે પૉલિશની પરીક્ષામાં પાસ થઈ ગયો અને હાલમાં તેની ટ્રેનીગ પણ ચાલુ થઈ ગઈ છે.

મોઈન ખાનએ પોતના સપના પૂરા કરવા માટે ઘણી મહેનત કરી  છે  અને આ કાર્યમાં સંદીપ ચૌધરી પણ  મોઈન  ખાનને જ્ઞાન આપીને તેને અભ્યાસમાં ઘણી મહેનત કરી છે. આજે જમ્મુ કશ્મીરમાં સંદીપ ચૌધરી ઘણા યુવાનોના સપનાઑ પૂરા કરવા માટે ડ્રીમસ નામનો એક પ્રોજેકટ ચલાવે છે, તેના દ્વારા નવ યુવાનોનું ભવિષ્ય સારું બને છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!