પિચોટી ખસી જવાથી જે અસહ્ય પીડા થાય છે તેમાથી મુક્તિ મેળવવા માટે અજમાવો આ દેસી નુસખાઓ

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

.મિત્રો , તમે ઘણી વાર અનુભવ્યું હશે કે ઘણા વ્યક્તિઓ અચાનક ઊભા થવા જતાં હોય , કુદકા મારતા હોય અથવા તો ભૂખ્યા પેટે કોઈ ભારે વસ્તુ ઊંચકતા હોય ત્યારે તેમને પિંચોટી ખસી જવાની સમસ્યા ઉદભવતી હોય છે. આ સમસ્યા દેખાવ માં ખૂબ જ સામાન્ય છે પરંતુ , આ સમસ્યા ના કારણે તમે પેટદર્દ અને પેટ સાથે સંકળાયેલી અન્ય સમસ્યાઓ થી પણ પીડાઈ શકો.

હાલ આજે આ લેખ માં અમે તમને અમુક એવા દેશી ઉપચારો વિશે જણાવીશું જેની સહાયતા વડે તમે આ સમસ્યા માથી મુક્તિ મેળવી શકો. તો ચાલો જાણીએ ક્યાં છે આ દેશી નુસ્ખાઓ.

સરસિયા નું ઓઇલ :
જ્યારે પણ પિચોટી ખસી જવાની સમસ્યા ઉદભવે ત્યારે તેના પર સરસિયા નું ઓઇલ લગાવવું. આ દર્દ પર સરસિયા નું ઓઇલ લગાવવાથી બધો જ દર્દ ૩-૪ દિવસ માં દૂર થઈ જાય છે. જો તમે આ સમસ્યા ઉદભવે ત્યારે સરસિયા ના ઓઇલ ના અમુક ટીપાં તમારી નાભી માં ઉમેરશો તો તમને તુરંત જ દર્દ માં રાહત મળશે અને તમે તમારા શરીર માં ફરક પણ અનુભવી શકશો.

ચા-પત્તી :
જ્યારે પણ આ નાભી ખસી જવાની સમસ્યા ઉદભવે છે ત્યારે અમુક લોકો ને આ સમસ્યા ને કારણે ડાયેરિયા ની સમસ્યા પણ ઉદભવે છે. આવી પરિસ્થિતી માં એક કપ ગરમ પાણી માં ચા-પત્તી ઉમેરી તેને વ્યવસ્થિત રીતે ઉકાળી લ્યો અને તેને ગાળીને તેનું સેવન કરી લ્યો. આ નુસખો અજમાવવાથી તમારી નાભી પુનઃ જગ્યા પર આવી જશે.

મસાજ કરવી :
પિચોટી ખસી જાય ત્યારે તે જગ્યા પર હળવી મસાજ કરવા માં આવે તો પણ રાહત મળી જાય છે. પરંતુ , આ મસાજ કઈ સામાન્ય મસાજ નથી હોતી. આ મસાજ તજજ્ઞો પાસે થી કરાવવું પડે છે. જ્યારે તમે આ પ્રકાર ની સમસ્યા થી પીડાવ ત્યારે વજનદાર વસ્તુ ઉઠાવવાથી દૂર રહેવું નહિતર તમારી આ સમસ્યા જટિલ બની શકે.

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!