દિગ્ગજ ખેલાડી કોબી બ્રાયન અને તેમની દીકરીનું કેલિફોર્નિયામાં એક હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આ દુનિયાને અલકીદા કહી દેવાનું છે! આપણે ક્યારેય એ દીવસ વિશે નથી વીચારતા કારણ કે દરેક વ્યક્તિને જિંદગી માણવી છે. સાચું કહ્યું છે કોઈ કે, બે પળની છે આ જિંદગી, તું બસ જીવી લે.

View this post on Instagram

Ill always miss you ??❤️

A post shared by ★ Victoria ★ (@eversshine) on

જ્યારે ગમતું વ્યક્તિ મળી જાય છે, ત્યારે આપણે સૌ કોઈ ધારી લેતા હોય છીએ કે આ વ્યક્તિ બસ મારુ છે ! અહિયાં જ આપણે સૌથી વધુ દૂ:ખી થઈએ છીએ. જ્યારે એ વ્યક્તિ આપણી પાસે નથી હોતું,ત્યારે સૌથી વધારે દૂ:ખ થાય છે. હાલમાં જ સૂત્રો દ્વ્રા જાણવા મળ્યું છે કેઅમેરિકન બાસ્કેટબોલ લીગ ‘એનબીએ’ના દિગ્ગજ ખેલાડી કોબી બ્રાયન અને તેમની દીકરીનું કેલિફોર્નિયામાં એક હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે.

આ સમાચાર મળતાની સાથે વિશ્વભરમાં તેના ચાહકોએ તેના નિધન પર દૂ:ખ વ્યકત કર્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે,બ્રાયન રવિવારે તેમના પ્રાઈવેટ હેલિકોપ્ટરથી મુસાફરી કરી રહ્યા હતા. તેમની સાથે તેમની 13 વર્ષની દીકરી ગિયાના અને સપોર્ટ સ્ટાફના અન્ય 7 લોકો પણ હેલિકોપ્ટરમાં જ હતા.

View this post on Instagram

멋의원천

A post shared by Jungseyoung (@wave.choona) on

પોલીસના જણાવ્યા પ્રમાણે કૈલાબસાસમાં બ્રાયનનું હેલિકોપ્ટર સંતુલન ગુમાવીને નીચે પડ્યું હતું અને બ્લાસ્ટ સાથે ટૂટી પડ્યું હતું. આમ, હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા દરેક લોકોના મોત થયા છે.કોબી બ્રાયને બાસ્કેટબોલના ખેલાડી તરીકે તેના કેરિયરના 20 વર્ષ લોસ એન્જલસ લેકર્સ ટીમ સાથે પસાર કર્યા છે. આ દરમિયાન તેમણે ટીમને 5 વખત ચેમ્પિયન બનાવી. તેઓ પોતે 2008માં એનબીએના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (એમવીપી) રહ્યા. તે સિવાય બે વાર ફાઈનલમાં પસંદગી થઈ.

View this post on Instagram

SMH RIP GOAT??

A post shared by BITCHIMFRANKO ⚰️ BEENTHAT?? (@lsk.frankoo) on

બ્રયાને અમેરિકન ટીમને ઓલિમ્પિકમાં બે વાર ચેમ્પિયન બનાવી. બ્રાયનની સૌથી યાદગાર મેચ 2006માં ટોરેન્ટો રેપ્ટર્સ વિરુદ્ધ હતી. ત્યારે તેમણે લોસ એન્જલસ લેકર્સ તરફથી 81 પોઈન્ટનો સ્કોર કર્યો હતો. તેમણે એપ્રિલ 2016માં પ્રોફેશનલ કેરિયરમાંથી નિવૃત્તિ લીધી હતી.


2018માં બ્રાયનની ફિલ્મ ‘ડિયર બાસ્કેટબોલ’ને બેસ્ટ શોર્ટ એનિમેટેડ ફિલ્મનો ઓસ્કાર અવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ તેમણે 2015માં બાસ્કેટબોલના પ્રતિ તેમનો પ્રેમ દર્શાવતા લખી હતી. બ્રાયન અને તેમની પત્ની વનેસાને ત્રણ દીકરીઓ છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!