“બાબુરાવ”ના નામથી ઓળખાતા બોલિવૂડના કોમેડિકિંગ: પરેશ રાવલ

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

એક પ્રબળ અભિનેતા, કોમેડિયન અને નેતા તરીકે જાણીતા પદ્મશ્રી એવોર્ડ વિજેતા પરેશ રાવલનો જ્ન્મ 30મી મે 1950 ના રોજ બોમ્બે(હાલનું મુંબઈ) ખાતે થયો હતો. તેમના 69માં જન્મદિવસના પાવન અવસરે આવો જાણીએ તેમની અભિનય ગાથા…

પરેશ રાવલે અભિનય ક્ષેત્રે પહેલીવાર વર્ષ 1985માં ડગલું માંડ્યુ. ફિલ્મ “અર્જુન” દ્વારા, તેઓએ આ ફિલ્મમાં સપોર્ટિંગ રોલ નિભાવ્યો હતો. જો કે વર્ષ 1984-1988 દરમિયાન તેઓએ દૂરદર્શન પર આવતી સિરીયલોમાં કામ કર્યું હતું.

વર્ષ 1986માં “નામ” ફિલ્મ દ્વારા તેમના અભિનયની વધુ પ્રશંસા થઈ. ત્યારબાદ તેઓએ વિલનના પાત્રો પણ બખૂબી નિભાવ્યા. રૂપ કી રાની ચોરોં કા રાજા, ક્બ્ઝા, કિંગ અંકલ, રામ લખન, દૌડ, બાઝી જેવી ફિલ્મોએ તેમની અભિનય સફરને એક અલગ ઓળખ આપી.

ત્યારબાદ ફિલ્મ “અંદાજ અપના અપના” માં ડબલ રોલ નિભાવી તેઑ કોમેડીયન તરીકે પણ છવાઇ ગયા. જો કે, એક કોમેડિયન તરીકે “બેતાજ બાદશાહ”ની ઓળખ તેમને વર્ષ 2000માં ફિલ્મ હેરા ફેરી દ્વારા મળી. “બાબુરાવ ગણપતરાવ આપટે” આ નામ વાંચતાય તેમની બોલવાની કળા, તેમના ડાયલોગ્સ તરત યાદ આવવા લાગે છે, નૈ…?

પરેશ રાવલ દ્વારા નિભાવેલું આ પાત્ર સદાય અમર રહેશે. ફિલ્મમાં રાજૂ (અક્ષયકુમાર), શ્યામ (સુનિલ શેટ્ટી) અને બાબુરાવની તાલમેલ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આટલું જ નહીં, આ ફિલ્મ માટે પરેશ રાવલને “ફિલ્મફેર બેસ્ટ કોમેડિયન એવોર્ડ” પણ મળ્યો હતો. વર્ષ 2006માં આવેલી આ ફિલ્મની સિક્વલ “ફીર હેરા ફેરી” પણ દર્શકોએ ખૂબ વખાણી, સફળ પણ રહી.

આવો તેમની કોમેડી ફિલ્મોની યાદી જોઈએ:

આવારા પાગલ દીવાના – 2002

હલચલ – 2004

ગરમ મસાલા – 2005

દીવાને હુએ પાગલ – 2005

માલામાલ વિકલી – 2006

ગોલમાલ: ફન અનલિમિટેડ – 2006

ચૂપ ચૂપ કે – 2006

ભાગમ ભાગ – 2007

મેરે બાપ પહેલે આપ – 2008

દે દના દન – 2009

અતિથિ તુમ કબ જાઓગે? – 2010

આ ઉપરાંત, ફિલ્મ સંજુ, ઓહ માય ગોડ, પી.એમ. નરેન્દ્ર મોદી જેવી ફિલ્મોમાં એકથી એક એમ સહજ પાત્રો નિભાવી દર્શકો સમક્ષ આવ્યા, જો કે દર્શકોને તેમની આ સહજતા પણ ખૂબ ગમી. હિન્દી ફિલ્મો ઉપરાંત તેઓ તેલુગુ અને ગુજરાતી ફિલ્મ જગતમાં પણ પ્રખ્યાત છે. તેઓ પોતાના અભિનય દ્વારા આમ ને આમ આપણને હસાવતા રહે, મનોરંજન પૂરું પાડતા રહે તેવી શુભકામનાઓ…!!!

Author: Morvee Raval #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!