મુસદ્દીલાલ અને કરમચંદ તરીકે લોકપ્રિય થયેલા: પંકજ કપૂર

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

જાણીતા અભિનેતા, સ્ક્રીનપ્લે રાઈટર પંકજ કપૂરનો જન્મ 29મી મે, 1954 ના રોજ પંજાબ પ્રદેશના લુધિયાના શહેરમાં થયો હતો. તેમની 65મી વર્ષગાંઠના અવસરે આવો વાત કરીએ તેમના અભિનય સફરની…

બાળપણથી જ શાળામાં અભિનય પ્રત્યે એક આગવું સ્થાન ધરાવતા પંકજને જોઈ પિતાએ તેમને પુછ્યું કે,“શું ખરેખર તું અભિનય ક્ષેત્રે આગળ વધવા માંગે છે? જો ખરેખર તું એ કરવા માંગતો હોય તો, અભિનય અંગેની ટ્રેનીંગ લે…”. વર્ષ 1973માં એન્જીનિયરીંગ પૂરું કર્યા બાદ તેઓ પિતાના કહેવા પ્રમાણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા(NSD) અને ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (FTII) માં જોડાવા માટે અરજી દાખલ કરી.

પરંતુ FTII ના ઇન્ટરવ્યુ દરમિયાન ચહેરાના કોઈ કારણોસર તેઓ પાસ થઈ શક્યા નહીં. જ્યારે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તેઓ સિલેક્ટ થયા, અને માત્ર 19 વર્ષની ઉંમરે તેઓ NSD પહોંચી ગયા. ત્યાં તેઓ લગભગ ત્રણ-ચાર વર્ષ સુધી કામ કરતાં રહ્યા. આ દરમિયાન “ગાંધી” ફિલ્મમાં તેમને એક પાત્ર નિભાવવાનો મોકો પણ મળ્યો. તેમણે ગાંધીજીના સેક્રેટરી પ્યારેલાલનું પાત્ર ભજવ્યું હતું.

આ ફિલ્મમાં કામ કરવા અંગેના નિર્ણયને લઈને પેલા તો NSD એ સહમતી દાખવી હતી, પરંતુ ફિલ્મનું અડધું શુટિંગ પૂર્ણ થતાં તેઓએ આ બાબતે નારાજગી જતાવી હતી અને આ જ કારણોસર પંકજ કપૂરને નોકરી છોડવી પડી હતી.

ફકત પ્યારેલાલનું પાત્ર ભજવ્યું’તું એટલું જ નહીં, પરંતુ જ્યારે આ ફિલ્મનું હિન્દી વર્ઝન આવ્યું ત્યારે તેઓએ ગાંધીજીના ચરિત્ર દર્શાવતા પાત્રનું ડબિંગ કર્યું હતું. ત્યારબાદ તેઓએ શ્યામ બેંગલની ફિલ્મ આરોહણમાં પણ કામ કર્યું હતું. આ સાથે જ તેઓની પ્રશંસા તો ખૂબ થઈ રહી હતી પણ, રોજી રોટી મેળવવી થોડી અઘરી હતી.

આ સમયગાળા દરમિયાન ટી.વી. સીરિઝ “કરમચંદ” તેમને મળી, અને એક જાસૂસનું પાત્ર નિભાવી તેમની લોકપ્રિયતા વધતી ગઈ, અને આ સિરયલે તેમનું જીવન બદલી નાખ્યું તેમ પણ કહીએ તો’ય કઈ ખોટું નથી. ધીરે-ધીરે ફિલ્મ અને ટી.વી. જગત આમ બંને ક્ષેત્રે તેઓ છવાય ગયા. ફિલ્મ “એક ડોક્ટર કી મૌત” માં ઉત્કૃષ્ટ અભિનય કરવા બદલ તેઓ નેશનલ એવોર્ડ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા.

તેઓ ઓફબીટ મૂવી’સના બાદશાહ છે, તેમ કહીએ તો પણ કઈ જ ખોટું નથી. તેમની ઓફબીટ ફિલ્મોની યાદી તરફ નજર કરીએ તો-

રાખ – 1989

ચલા મુસ્સદી ઓફિસ ઓફિસ– 2011

હપ્પી– 2011

મટરું કી બીજલી કા મંડોલા– 2013

ધર્મ– 2007

હલ્લા બોલ– 2008

ભારતીય સિનેમા જગતના ઇતિહાસમાં પંકજ કપૂરનું નામ સદાય ઉજાગર રહેશે. તેઓ હમેશ આમ ને આમ આપણને સૌને ફિલ્મો દ્વારા મનોરંજન પૂરું પડતાં રહે…

તેમને જ્ન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…!!!

Author: Morvee Raval #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!