પાનકાર્ડ, આધારકાર્ડ સંબંધિત લાગુ કરાયા આ નવા નિયમો; જાણો બજેટની ઘોષણા વિશે જાણવા જેવી બાબતો…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

હાલમાં જ સરકારે આ વર્ષના બીજા સત્રનું બજેટ જાહેર કર્યું. શિક્ષણ, ઈંધણ, વાહન કે ઘરની ખરીદી વગેરે જેવા અન્ય કેટલાય પાસાઓને ધ્યાનમાં રાખી આયકર વિભાગે ટેક્સ ચુકવણી બાબતે કેટલાક નિયમો જાહેર કર્યા છે.

આ સાથે જ આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ સંબંધિત પણ નવા નિયમો જાહેર કરાયા છે, તો આવો જાણીએ શું છે આ નવા નિયમો…

  • જેઓ પાસે પાન કાર્ડ નથી, તેઓ આધાર કાર્ડ નંબરનો ઉલ્લેખ કરીને આઈટીઆર (ITR) ફાઈલ કરી શકશે.
  • પાન/આધાર કાર્ડનું અવતરણ(ક્વોટિંગ) અને પ્રમાણીકરણ ચોક્કસ નિર્ધારિત વ્યવહારો માટે ફરજિયાત રહેશે.

યુનિયન બજેટના જાહેર થયેલા નવા આવકવેરાના નિયમો હેઠળ, ટૂંકજ સમયમાં પાન કાર્ડ અને આધાર કાર્ડની અદલાબદલી થઈ શકશે, એટલે કે આવકવેરાના વળતર(ITR) ફાઇલ કરવા માટે આધાર કાર્ડ અથવા તો પાનકાર્ડ બંનેમાંથી કોઈપણ એક કાર્ડની જરૂર પડશે. અગાઉ ITR ફાઇલ કરવા માટે બંને કાર્ડની જરૂર પડતી હતી.

  1. આ અંગે નિર્મલા સિતારામને જણાવ્યું હતું કે, કરદાતાઓની સરળતા અને અનુકૂળતા માટે, આ નિર્ણય લેવાયો છે અને જે લોકો પાસે પાનકાર્ડ નથી તેઓ આધાર નંબરનો ઉલ્લેખ કરી ITR ફાઇલ કરી શકે છે.
  2. સૂચિત નિયમો મુજબ, આવકવેરા વિભાગ ભારતના અનન્ય ઓળખ અધિકારી(UIDAI) પાસેથી વસ્તી વિષયક માહિતી મેળવ્યા પછી આધાર નંબરના આધારે પાન નંબર ફાળવે છે.
  3. જો કરદાતાએ પહેલેથી જ પોતાના આધાર નંબરને પાન નંબર સાથે લિન્ક કરી દીધા હોય, તો આવકવેરા અધિનિયમ હેઠળ તેની પાસે PAN ના બદલે આધાર નંબરનો ઉપયોગ કરવાનો વિકલ્પ છે.

4.નાણાં મંત્રાલયે ચોક્કસ નિયત ટ્રાન્ઝેકશન્સ માટે પાન/આધારના અવતરણ અને પ્રમાણીકરણને પ્રદાન કરવા ફરજીયાત બનાવીને ઉચ્ચ મૂલ્યના વ્યવહારોને ટ્રેક કરવા માટે એક બીજું પગલું પણ લીધું છે.

બજેટમાં એવી જોગવાઈ પણ રજૂ કરી હતી કે, સંબંધિત દસ્તાવેજો પ્રાપ્ત કરનાર વ્યક્તિ નક્કી કરેલા વ્યવહારો માટે પાન અને આધારના સાચા અવતરણ અને પ્રમાણીકરણને સુનિશ્ચિત કરશે. આ જોગવાઈઓના પાલનને સુનિશ્ચિત કરવા માટે દંડની જોગવાઇઓ સુધારવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે.

  1. જો ચોક્કસ સમય મર્યાદામાં પાન નંબરને આધાર સાથે ન જોડવામાં આવ્યા હોય તો, પાનકાર્ડ અમાન્ય ગણાશે તેમ નક્કી કરાયું છે. નાણાં મંત્રાલયે હવે ભૂતકાળના વ્યવહારોને સુરક્ષિત કરવા માટે એક પગલું લીધું છે. જો કોઈ વ્યક્તિ આધાર નંબરને જાણવામાં નિષ્ફળ જાય, તો જે તે વ્યક્તિને ફાળવેલ PAN ને નિષ્ક્રિય કરવામાં આવશે.

Author: Morvee Raval #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!