કોમોલીકા તરીકે શું નવી અભિનેત્રીનું આગમન ! જુઓ કોમોલિકાના લુકમાં જોવા મળી આ અભિનેત્રી…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

એકતા કપૂરની સિરિયલોની વાત નિરાલી છે, ટેલિવૂડની દુનિયામાં તેનું નામ સૌથી મોખરે છે. હાલમાં જો તેની વાત કરવાનું શરૂ કરીએ તો વાત પૂરી ન થાય કારણ કે તેને ટીવીની દુનિયામાં ઘણું બધુ સમર્પિત કર્યું છે. ફિલ્મોથી લઈને ટેલિવૂડમાં પણ તેનું નામ છે. ખાસ કરીને પ્રોડ્કશન અટલબાલાજી અને બાલાજીટેલિફિલ્મની એક નવી ઓળખ છે.

આજે આપણે વાત એક્તા કપૂરની નથી કરવાની, પરંતુ વાત આજે આપણે કોમોલિકાની કરવાની છે. એકતાની કસોટી સિરિયલને કોણ ભૂલી શકે કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છે કે આ સિરિયલ સૌ કોઈની પ્રિય છે. અનુરા, પ્રેરણા, મિસ્ટર બજાજ, કોમોલિકા, પ્રેરણા. આ પાત્રને કોણ ભૂલી શકે. અનુરાગના જીવનમાં તેને જેટલા દુખો જોયા એ દુખ કોઈ પુરષો નહીં જોયા હોય. પ્રેરણાને પ્રેમ કર્યો લગ્ન કોમોલિકા સાથે કર્યા પછી ફરી એકવાર પ્રેરણા સાથે લગ્ન કર્યા અને તેની જિંદગીમાં એવી કસોટી આવી કે પ્રેરણાને મૂકીને ત્રીજી સાથે લગ્ન કર્યા અને તેને દગો આપ્યો ફરી એકવાર અપર્ણા સાથે લગ્ન કર્યા અને અંતે એકલોને એકલો જ રહી ગયો.


એકતાની સિરિયલની વાત જ અનોખી છે. આ સિરિયલને આજે પણ લોકો એટલી પસંદ કરે છે. કસોટી 2માં પણ લોકોને અનુરાગ અને પ્રેરણાના કીરદાર બહુ પસંદ આવ્યા છે. હાલમાં આ શોનું આઇકોનિક પાત્ર એટ્લે કોમોલિકા. આજે આપણે કોમોલિકાની વાત કરવાની છે, કારણ કે કોમોલિકા વિના કસોટી કસોટી નથી. પહેલા સીઝનમાં કોમોલિકાનું પાત્ર ઉર્વશી કર્યું ત્યાર પછી હિના ખાન અને હવે આમના શરીફ પ્લે કરી રહી છે, ત્યારે હાલમાં સોશીયલ મીડિયામાં તસ્વીરો વાયરલ થઈ રહી છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે શું હવે ફરી એકવાર ખરેખર કોમોલિકા તરીકે નવું પાત્ર આવી રહ્યું છે !

તમે કઈ પણ વિચારો એ પહેલા જણાવી કે આ કોમોલિકાના લુકમાં દેખાતી અભિનેત્રી બીજું કોઈ નહીં પરંતુ પ્રેરણા છે. પહેલી નજરમાં જોઈને તમને લાગશે કે શું સિરિયલમાં ફરી એકવાર કોમોલિકાનું પાત્ર રિલ્પેસ થઈ રહ્યું છે, ત્યારે હલમાં આ તસવીર સોશીયલ મીડિયામાં બહુ વાયરલ થઈ રહ્યું છે. આ માત્ર એક ફોટોશુંટ છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!