મુકેશ અંબાણીની વહૂ શ્લોકાની ટ્રેડિશનલ લુક માં સુંદર તસ્વીરો થઈ વાયરલ, જુઓ તસ્વીરો

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ભારતના જાણીતા અને ટોપના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટો પુત્ર આકાશ અંબાણીએ આ વર્ષે શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ પણ ઘણા સમય સુધી આ સુંદર કપલ ની તેના લગ્નની ઘણી તસ્વીરો મીડિયામાં વાયરલ થતી રહે છે.

આ વચ્ચે જ લગ્નના લગભગ ૬ મહિના બાદ શ્લોકા અંબાણીની આ નવી ટ્રેડિશનલ લુક માં સુંદર તસ્વીરો વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં શ્લોકા લહેંગામાં નજરે જોવા મળી રહી છે અને આખા લહેંગામાં દોરથી વર્ક કરેલું જોવા મળે છે. શ્લોકા આ લુકની સાથે તેણે ગળામાં ડાયમંડ ચોકર, ઇયરિંગ્સ અને બેંગલ્સ પણ પહેરેલી નજરે જોવા મળી રહી છે.

આ ટ્રેડિશનલ લુકમાં તેને વાળને ખુલ્લા રાખ્યા છે અને ન્યૂડ મેકઅપનો ઉપયોગ કર્યો છે. કેટલીક તસ્વીરોમાં તે તેમની મમ્મી સાથે જોવા મળી રહી છે. એ પણ જણાવી દઇએ કે શ્લોકા મહેતા તેના ફેશન સ્ટેટમેન્ટ ને લઇને સતત ચર્ચામાં રહ્યા કરે છે. આમ તો શ્લોકા ખૂબ જ સિમ્પલ રહે છે. પરંતુ તે જે પણ પહેરે છે તે ટ્રેન્ડિંગ માં આવી જાય છે.

હાલમાં જ તે અબૂજાની સંદીપ ખોસલાના ફેશન શો માં પહોંચી હતી આ દરમિયાન તેની સાથે રાધિકા મર્ચેન્ટ અને નણંદ ઇશા અંબાણી પણ નજરે આવ્યા હતા.

જુઓ અન્ય તસ્વીરો :

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!